Google AI Glass : મેટાનું માર્કેટ તોડી પાડવા ગુગલ લાવશે સ્માર્ટ ચશ્મા !
- Google AI Glass ની જાહેરાતથી માર્કેટમાં ઉત્તેજના વ્યાપી
- તાજેતરના ઇવેન્ટમાં કંપનીએ સુવિધાનો ડેમો આપીને ચોંકાવ્યા
- મેટાના સ્માર્ટ ગ્લાસીસનું માર્કેટ તોડવા માટે ગુગલ કંપની મેદાને
Google AI Glass : Google I/O 2026 ઇવેન્ટમાં, નવા AI મોડેલ, જેમિની સ્પાર્ક, Android XR Smart Glass સાથે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. Google એ આ ચશ્મામાં જેમિની સપોર્ટ જોડે જોડ્યા છે, જેનાથી તે સ્માર્ટ ચશ્મા બની ગયા છે. તેની સૌથી ખાસ સુવિધા વિશે વાત કરીએ તો, યુઝર્સ હવે આ ચશ્મા સાથે સીધી વાત કરી શકશે, તેમના પ્રશ્નો પૂછી શકશે, અને કોઈપણ વિષય પર માહિતી મેળવી શકશે. એટલું જ નહીં, આ સ્માર્ટ ગ્લાસમાં એક નાની સ્ક્રીન પણ હશે, જેમાં યુઝર્સને બધી સૂચનાઓ જોવાની સુવિધા મળશે. ગૂગલ આ સ્માર્ટ ચશ્મા 2026 ના અંત સુધીમાં લોન્ચ કરશે. લોન્ચ થયા પછી, તે મેટાના AI ચશ્મા સાથે સ્પર્ધા કરશે.
Google AI Glass, ઓડિયો ચશ્મા જલ્દી આવશે
ગૂગલે તેના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, Android XR Smart Glass નો ઉપયોગ કરીને, યુઝર્સ ફોન ખિસ્સામાંથી કાઢ્યા વિના જેમિની દ્વારા કોલ કરી શકશે, સંદેશા મોકલી શકશે, અને AI નો ઉપયોગ પણ કરી શકશે. કંપનીએ એમ પણ કહ્યું કે, ડિસ્પ્લે અને ઓડિયો સાથેના સ્માર્ટ ચશ્માનું પણ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ બજારમાં પહેલા ઓડિયો ચશ્મા લોન્ચ કરવામાં આવશે.
View this post on Instagram
આ પણ વાંચો - Payment App : પૈસા ચૂકવવા જુદી જુદી એપ નકામી, જાણો એક્સપર્ટે શું કહ્યું
Google AI Glass, બટન દબાવીને સુવિધાનો ઉપયોગ શરૂ
ગુગલે જણાવ્યું કે, ઓડિયો ચશ્મામાં વોઇસ ફીચર આપવામાં આવશે, જેના દ્વારા યુઝર્સ ફોન વગર ચશ્માથી વાત કરીને AI દ્વારા પોતાનું કામ કરી શકશે. યુઝર્સ 'હે ગૂગલ' કહીને અથવા ચશ્માની ફ્રેમ પરના જેમિની બટનને ટેપ કરીને આ ચશ્માને સક્રિય કરી શકે છે.
ગૂગલ ટ્રાન્સલેટનો સપોર્ટ મળશે
ગુગલ ઇવેન્ટમાં, એવું કહેવામાં આવ્યું હતું કે, આ ગ્લાસ સંપૂર્ણપણે હેન્ડ્સ-ફ્રી હશે, જેના પર યુઝર્સ કોલ, મેસેજ, જેમિની અને અન્ય ઘણી એપ્લિકેશનો માટે સપોર્ટ મળશે. Android XR Smart Glass માં પણ ગૂગલ ટ્રાન્સલેટનો સપોર્ટ મળશે. આની મદદથી, યુઝર્સ ગ્લાસ પહેરીને બોર્ડ પર લખેલી ભાષા જોઈ શકશે અને તેમની પસંદગીની ભાષામાં તેનું ભાષાંતર મેળવી શકશે.
અન્ય કંપનીઓ જોડે પાર્ટનરશીપ
ગૂગલ Android XR Smart Glass માં એક કેમેરા હશે, જે યુઝર્સને ફોટા અને વીડિયો પણ લેવાની મંજૂરી આપશે. ઉપરાંત, કેમેરા દ્વારા વિવિધ કાર્યો કરી શકાય છે. ગુગલ I/O 2026 ઇવેન્ટમાં જાહેરાત કરવામાં આવી હતી કે તેણે એન્ડ્રોઇડ એક્સઆર સ્માર્ટ ચશ્મા માટે Gentle Monster અને War by Parker સાથે ભાગીદારી કરી છે.
આ પણ વાંચો - Google I/O 2026: ગૂગલનો સૌથી મોટો ધમાકો! લોન્ચ થયા અદ્ભુત AI ફીચર્સ, બદલાઈ જશે સ્માર્ટફોન વાપરવાનો અંદાજ


