Google I/O 2026: ગૂગલનો સૌથી મોટો ધમાકો! લોન્ચ થયા અદ્ભુત AI ફીચર્સ, બદલાઈ જશે સ્માર્ટફોન વાપરવાનો અંદાજ
- Google I/O 2026: ગૂગલે ખોલ્યું નવી ટેકનોલોજીનું જાદુઈ બોક્સ!
- જેમિનીના 10 શક્તિશાળી ફીચર્સ સાથે સ્માર્ટફોનની દુનિયા બદલાશે
- મલ્ટિમોડલ સિસ્ટમ સાથે કામ કરતું અત્યંત ઝડપી અને સક્ષમ નવું મોડેલ
Google IO 2026 Gemini AI Features: ગૂગલ આ વખતે એજન્ટિક જેમિની (Agentic Gemini) સાથે યુઝર્સના અનુભવને શાનદાર બનાવવા પર કામ કરી રહ્યું છે. આ નવી સિસ્ટમ માત્ર સવાલોના જવાબ આપવા સુધી સીમિત નથી. પરંતુ એપ્લિકેશન અને ડિવાઇસ પર આપમેળે કામ પૂરું કરશે. કંપનીએ જેમિની ઓમ્ની (Gemini Omni) પણ રજૂ કર્યું છે. આ નવું મલ્ટિમોડલ મોડેલ ટેક્સ્ટ, ઈમેજ અને વીડિયોના આધારે આઉટપુટ જનરેટ (Output Generate) કરવાની ક્ષમતા ધરાવે છે. આપને જણાવી દઈએ કે, ભવિષ્યમાં તેનું વધુ એડવાન્સ પ્રો વર્ઝન લાવવાની તૈયારી પણ ચાલી રહી છે.
Google I/O 2026: સર્ચ એજન્ટ્સ અને Gemini 3.5 Flash ની તાકાત
ઇવેન્ટમાં ખાસ સર્ચ એજન્ટ્સ (Search Agents) રજૂ કરવામાં આવ્યા છે. આ બેકગ્રાઉન્ડ એજન્ટ ઓટોમેટિક રીતે ટિકિટ બુકિંગ, પ્રોડક્ટની કિંમતો અને અન્ય મહત્વની વિગતો ટ્રેક (Track) કરશે. આ સાથે જ કંપનીએ જેમિની 3.5 ફ્લેશ (Gemini 3.5 Flash) લોન્ચ કર્યું છે. ડેવલપર્સ માટે આ મોડેલ કોડિંગ અને મલ્ટિમોડલ વર્કફ્લો (Multimodal Workflow) માં સૌથી ઝડપી સાબિત થશે. આ નવું મોડેલ ગૂગલ એપ્સ અને સર્ચ સિસ્ટમને પાવર આપશે.
Google I/O 2026: ક્લાઉડ આધારિત Smart Service and Search Upgrade
ગૂગલે જેમિની સ્પાર્ક (Gemini Spark) લોન્ચ કરીને ટેક વર્લ્ડમાં સસ્પેન્સ વધાર્યું છે. આ ક્લાઉડ આધારિત એજન્ટ જીમેલ, ડોક્સ અને કેલેન્ડર પર ડિવાઇસ બંધ હોવા છતાં સતત કામ કરતો રહેશે. આ ઉપરાંત ગૂગલ સર્ચે પોતાના ઇન્ટરફેસ (Interface) માં મોટો અપગ્રેડ કર્યો છે. હવે સર્ચ એન્જિન ફોટો, વીડિયો, ફાઇલો અને બ્રાઉઝર ટેબ જેવા મલ્ટિમોડલ ઇનપુટ (Multimodal Input) ને સપોર્ટ કરશે.
The #GoogleIO 2026 Developer Keynote wrapped and we’re moving beyond helpful to independent with the tech to back it up:
✨ Gemini 3.5 & Antigravity 2.0: The ultimate duo for orchestrating complex agent workflows
✨ Android evolution: A new migration agent that turns weeks of… pic.twitter.com/Cgt9zl6Qs6— Google for Developers (@googledevs) May 20, 2026
આ પણ વાંચો----- Honda NX500 માં હાથને આરામ આપશે આધુનિક E-Clutch ટેક્નોલોજી
Google I/O 2026: જેમિની સ્માર્ટ ચશ્મા અને Daily Brief Feature
કંપની આ વર્ષના અંતમાં વોર્બી પાર્કર અને જેન્ટલ મોન્સ્ટર સાથે મળીને સ્માર્ટ ચશ્મા (Smart Glasses) લોન્ચ કરશે. આ ચશ્મામાં જેમિની સંચાલિત નેવિગેશન, વોઈસ આસિસ્ટન્સ અને મેસેજિંગ સપોર્ટ મળશે. યુઝર્સ માટે ડેઇલી બ્રીફ (Daily Brief) ફીચર પણ આવ્યું છે. આ ફીચર જીમેલ અને કેલેન્ડર ડેટાની મદદથી રોજિંદા કામોનો એક પરફેક્ટ સારાંશ (Summary) તૈયાર કરી આપશે.
Google I/O 2026: Android Hello અને ગ્લોબલ યુઝર્સનો આંકડો
એન્ડ્રોઇડ ઇકોસિસ્ટમ માટે એન્ડ્રોઇડ હેલો (Android Hello) નામનું સિસ્ટમ લેવલ ફીચર જાહેર કરાયું છે. આ ફીચર યુઝરને સ્ક્રીન પર બતાવશે કે બેકગ્રાઉન્ડમાં એઆઈ એજન્ટ (AI Agent) શું કામ કરી રહ્યો છે. ગૂગલના સત્તાવાર રિપોર્ટ અનુસાર સર્ચમાં રહેલા આ એઆઈ મોડનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા દુનિયાભરમાં 1 અબજ માસિક સક્રિય યુઝર્સ (Monthly Active Users) ની સંખ્યાને પાર કરી ચૂકી છે.
View this post on Instagram
આ પણ વાંચો----- Moto G37 : Motorola નો નવો પાવરફુલ ફોન આજે થશે લોન્ચ, 7000mAh બેટરીનો મળશે ફાયદો


