Google Map લાવ્યું કમાલનું ફીચર, પાર્કિંગમાં મુકેલી કારને શોધવું બનશે આસાન
- કારને પાર્ક કરીને ભૂલી જતા લોકો માટે ગુગલ લઇને આવ્યું છે કમાલનું ફીચર
- કાર પાર્ક કર્યા બાદ તમારે ગુગલ મેપમાં એક વખત ટીક માત્ર કરવાનું રહેશે
- જ્યાં સુધી તમે ના હટાવો ત્યાં સુધી લોકેશન મેપમાં સેવ જ રહેશે
Google Map Car Parking Finding Facility : લોકો ઘણીવાર મોલ, ઓફિસ કોમ્પ્લેક્સ અથવા નવા સ્થળે પાર્ક કર્યા પછી કારની જગ્યા ભૂલી જાય છે. જેના કારણે ભટકવું પડે છે, અને તેનાથી સમયનો બગાડ થાય છે, અને હતાશાનો અનુભવ પણ થાય છે. આ સમસ્યાનો ઉકેલ લઇને આવ્યું છે Google Maps. Google Maps નુ પાર્કિંગ ફીચર તમારૂ કામ હવે આસાન કરી દેશે. ચાલો જાણીએ આ સુવિધા કેવી રીતે કામ કરે છે.
એક વખત ટીક કરીને પાર્કિંગની જગ્યા સેવ કરો
- તમારા ફોનમાં ગૂગલ મેપ્સ ખોલો
- સ્ક્રીન પર વાદળી બિંદુને ટીક કરો, જે તમારું હાલનું સ્થાન દર્શાવે છે
- પછી Save parking ના વિકલ્પને પસંદ કરો
- આમ કરવાથી, ગૂગલ મેપ્સ તમારી કારની જગ્યાએ એક માર્કર મૂકશે. હવે તમારે કંઈપણ યાદ રાખવાની જરૂર નથી, એપ્લિકેશન આપમેળે તમને રસ્તો બતાવશે
એન્ડ્રોઇડ અને આઇફોન બંનેમાં આ સુવિધા મળશે
આ ગૂગલ મેપ્સ સુવિધા એન્ડ્રોઇડ અને આઇફોન બંનેના યુઝર્સ માટે ઉપલબ્ધ છે. જ્યાં સુધી તમે તેને જાતે કાઢી નહીં નાખો, અથવા ફરીથી ડ્રાઇવિંગ શરૂ ના કરો ત્યાં સુધી તમારું પાર્કિંગ સ્થાન મેપમાં સેવ કરીને રાખવામાં આવશે.
આ રહ્યા ગુગલના અન્ય નવા કામના ફીચર્ચ
આ દરમિયાન, ગૂગલે ભારતમાં ગૂગલ મેપ્સ માટે અનેક નવા ફીચર્સ શરૂ કર્યા છે. આમાં Gemini AI-સંચાલિત સાધનો, રોડ બ્લોક માહિતી અને વધુ મુસાફરીના વિકલ્પોનો સમાવેશ થાય છે. આ સાથે, એઆઈ-આધારિત સુવિધા હવે સ્થાનિક સ્થળો માટે ભલામણો પણ આપે તેવું ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ પૈકીના કેટલાક અપડેટ્સ હાલમાં માત્ર અણેરિકામાં જ શરૂ કરવામાં આવ્યા છે. અમેરિકા બાદ ભારતમાં આ સુવિધાઓની શરૂઆત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો ------- IPO Scam Alert : વૃદ્ધને મોટા નફા માટે કરેલું રોકાણ માથે પડ્યું, ChatGPT એ ચેતવ્યા


