Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Google એ આ ભૂતપૂર્વ કર્મચારીને પરત લાવવા માટે 225842193900 રુ. ચૂકવ્યા!

Noam Shazeer ને કંપનીમાં પાછા લાવવા માટે $2.7 બિલિયન ચૂકવ્યા Noam Shazeer એ 2000 માં પહેલીવાર Google સાથે જોડાયા ChatGPT જેવા હરીફોને પડકારવા માટે Gemini AI બનાવ્યું Google Paid to Noam Shazeer billions : ટેક્નોલોજીની દુનિયામાં સૌથી મોખરે ગુગલ...
google એ આ ભૂતપૂર્વ કર્મચારીને પરત લાવવા માટે 225842193900 રુ  ચૂકવ્યા
  • Noam Shazeer ને કંપનીમાં પાછા લાવવા માટે $2.7 બિલિયન ચૂકવ્યા
  • Noam Shazeer એ 2000 માં પહેલીવાર Google સાથે જોડાયા
  • ChatGPT જેવા હરીફોને પડકારવા માટે Gemini AI બનાવ્યું

Google Paid to Noam Shazeer billions : ટેક્નોલોજીની દુનિયામાં સૌથી મોખરે ગુગલ આવે છે. તો ગુગલમાં કામ કરવા માટે પણ લોકોની હોળ લાગે છે. જોકે ગુગલના સીઈઓ Sundar Pichai છે. અને ગુગલના મથકોમાં સૌથી વધુ ભારત દેશના કર્મચારીઓ કામ કરે છે. ત્યારે ગુગલના કર્મચારી સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં ગુગલે તેના એક ભૂતપૂર્વ કર્મચારીને પરત બોલ્યો છે. અને તેના વેતનમાં કરોડોનો વધારો કરવામાં આવ્યો છે.

Advertisement

Noam Shazeer એ 2000 માં પહેલીવાર Google સાથે જોડાયા

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જીનિયસ કહેવાતા આ વ્યક્તિનું નામ Noam Shazeer છે. જે Google થી નારાજ થઈને પોતાનું સ્ટાર્ટઅપ સેટ કરવા માટે નોકરી છોડી દીધી હતી. હવે તેને ફરીથી નોકરી પર રાખવા માટે Google એ 2.7 બિલિયન ડોલર એટલે કે લગભગ 22,584 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. 48 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર Noam Shazeer એ 2000 માં પહેલીવાર Google સાથે જોડાયા હતાં. Google સાથે લાંબા સમય સુધી કામ કર્યા પછી, તેમણે 2021 માં કંપની છોડી દીધી કારણ કે Google એ ચેટબોટ બહાર પાડવાની તેમની વિનંતીને નકારી દીધી હતી. આ ચેટબોટ Noam Shazeer એ તેના પાર્ટનર ડેનિયલ ડી ફ્રીટાસ સાથે મળીને બનાવ્યું હતું.

આ પણ વાંચો: 4,000 Light Years પછી પૃથ્વી કેવી દેખાશે, તેની પ્રથમ ઝલક આવી સામે

Advertisement

Noam Shazeer ને કંપનીમાં પાછા લાવવા માટે $2.7 બિલિયન ચૂકવ્યા

Noam Shazeer અને ડેનિયલએ Character.AI તૈયાર કર્યું હતું. કંપનીએ Character.AI ની ટેક્નોલોજી હસ્તગત કરવા અને Noam Shazeer ને કંપનીમાં પાછા લાવવા માટે $2.7 બિલિયન ચૂકવ્યા છે. આ ડીલ પછી Noam Shazeer નું સ્ટાર્ટઅપ Google ની બૌદ્ધિક સંપત્તિ બની ગયું છે. એવું કહેવાય છે કે Google ના ભૂતપૂર્વ સીસીઓ એરિક સ્મિત પણ Noam Shazeer થી ખૂબ પ્રભાવિત હતાં. તમને જણાવી દઈએ કે વર્ષ 2017 માં નોઆમે મીના નામનો એક ખૂબ જ અદ્યતન ચેટબોટ વિકસાવ્યો હતો જે ઘણા પ્રકારના મુદ્દાઓ પર માણસો સાથે વાત કરી શકે છે. પરંતુ તે સમયે Google ના ટોપ મેનેજમેન્ટને લાગ્યું હતું કે તેને રિલીઝ કરવું ખતરનાક સાબિત થઈ શકે છે.

Advertisement

ChatGPT જેવા હરીફોને પડકારવા માટે Gemini AI બનાવ્યું

આનાથી ગુસ્સે થઈને Noam Shazeer એ કંપનીને અલવિદા કરવાનો નિર્ણય લીધો હતો. હવે Google પર પાછા ફર્યા પછી Noam Shajir કંપનીના નેક્સ્ટ જનરેશન AI મોડલ જેમિનીનું નેક્સ્ટ વર્ઝન બનાવવામાં કંપનીનું નેતૃત્વ કરશે. Google એ OpenAI ના ChatGPT જેવા હરીફોને પડકારવા માટે Gemini AI બનાવ્યું છે. હવે જોવાનું એ રહે છે કે Noam Shazeer ને પરત લાવીને Google ChatGPT અને માઈક્રોસોફ્ટના કો-પાયલોટ જેવા AI મોડલ્સ સાથે સ્પર્ધા કરી શકશે કે કેમ?

આ પણ વાંચો: Ranveer Allahbadia ની યુુટ્યુબ ચેનલ્સને લઈ આવ્યો મોટો ખુલાસો

Tags :
Advertisement

.