Google Photos Update : ગૂગલની આ ખાસ સુવિધા થઈ રહી છે બંધ! જાણો ક્યાંક તમારા ફોટા તો ડિલીટ નહીં થઈ જાય ને?
Google Photos Update : Google Drive for Desktopનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાંથી Google Photosમાં ફોટા અને વીડિયોનો ઓટોમેટિક બેકઅપ કરતા યુઝર્સ માટે મહત્વપૂર્ણ સમાચાર છે. 10 ઓગસ્ટ 2026 બાદ આ સુવિધા બંધ થઈ જશે. જોકે, Google Photos બંધ નહીં થાય અને જૂના ફોટા પણ ડિલીટ નહીં થાય. બદલાવ માત્ર Drive અને Google Photos વચ્ચેના ઓટોમેટિક બેકઅપ કનેક્શનમાં થશે.
Advertisement
Google Photos Update : જો તમે તમારા કમ્પ્યુટર (Computer)માં રહેલા ફોટા અને વીડિયોનો Google Photos Backup કરવા માટે Google Drive for Desktopનો ઉપયોગ કરો છો, તો આ માહિતી તમારા માટે મહત્વપૂર્ણ છે. Google દ્વારા આ સુવિધામાં મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. 10 ઓગસ્ટ 2026 બાદ Google Drive for Desktop દ્વારા Google Photosમાં ફોટા અને વીડિયોનો ઓટોમેટિક બેકઅપ (Automatic Backup) થઈ શકશે નહીં. જોકે, આનો અર્થ એવો બિલકુલ નથી કે Google Photos બંધ થઈ રહ્યું છે અથવા તમારી પહેલેથી સેવ કરેલી તસવીરો ડિલીટ થઈ જશે. Google Photos પહેલાની જેમ જ કામ કરતું રહેશે. માત્ર Drive અને Google Photos વચ્ચે ફોટો બેકઅપ માટેનું કનેક્શન (Connection) બંધ કરવામાં આવશે.

