Google Pixel 9a ના સ્પેસિફિકેશન થયા લીક, આટલી ઓછી કિંમતમાં થઇ શકે છે લોન્ચ
Google Pixel 9 સીરીઝનો સૌથી સસ્તો ફોન Google Pixel 9a આવતા વર્ષે લોન્ચ થઇ શકે છે. કંપની આ ફોનને આગામી વર્ષે મે મહિનામાં લોન્ચ કરી શકે છે. આ ડિવાઇસનું સ્પેસિફિકેશન્સ અને લોન્ચ પ્રાઇસ લીક થઇ ચુકી છે. ગુગલનો આ ફોન દમદાર ફીચર્સની સાથે આવશે.
રિપોર્ટ્સ અનુસારઆ ફોન Google Pixel 8a ની કિંમત પર લોન્ચ થશે. આ હેન્ડસેટમાં 5100 mAh ની બેટરી આપવામાં આવી શકે છે. ડિવાઇસ Tensor G4 પ્રોસેસર ની સાથે આવે છે. જેમાં તમને 48 MP નો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળે છે. આ ફોનના ફિચર્સ અને કિંમત લીક થઇ છે.
લેટેસ્ટ રિપોર્ટમાં Google Pixel 9a ની સંભવિત કિંમત, કલર ઓપ્શન અને જરૂરી સ્પેસિફિકેશન્સ લીક થઇ છે. રિપોર્ટ અનુસાર આ સ્માર્ટફોન 499 ડોલર (આશરે 42 હજાર રૂપિયા) ની કિંમત પર લોન્ચ થઇ શકે છે. આ કિંમત 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની છે. કંપની આ હેન્ડસેટને Google Pixel 8a વાળી કિંમત પર લોન્ચ કરી શકે છે.
આ સ્માર્ટફોન Google Pixel 9 ના તમામ કલર ઓપ્શનમાં લોન્ચ થઇ શકે છે. આ હેન્ડસેટમાં 6.285 inch નું Actua ડિસપ્લે મળી શકે છે, જેની પીક બ્રાઇટનેસ 2700 નીટની હશે. સ્ક્રીમની પ્રોટેક્શન માટે Gorilla Glass 3 આપવામાં આવી શકે છે.
સ્માર્ટ ફોન Google Tensor G4 પ્રોસેસરની સાથે આવશે. જેમાં Titan M2 સિક્યોરિટી ચીપ આપવામાં આવશે. ડિવાઇસમાં 8GM Ram અને 128 -256 GB સ્ટોરેજ મળશે. હેન્ડસેટમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળશે. જેનો મેઇન લેન્સ 48 MP નો હશે.
આ ઉપરાંત 13 MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ આપવામાં આવી શકે છે. ફ્રંટમાં કંપની Pixel 8a વાળી સેલ્ફી કેમેરા આપી શકે છે. ડિવાઇસને પાવર આપવા માટે 5100 mAh ની બેટરી મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, Pixel 8a માં કંપનીએ 4500 mAh ની બેટરી આપી હતી. ફોન 23 W ચાર્જિંગ સપોર્ટની સાથે આવશે.
તેમાં 7.5 W વાયરલેસ ચાર્જિંગ મળી શકે છે. તેમાં IP 68 રેટિંગ મળશે. કંપની તેનેAndroid 15 સાથે લોન્ચ કરશે કંપની તેને 7 વર્ષ સુધીનું સોફ્ટવેર અપડેટ ઓફર કરશે. જો કે આ તમામ માહિતી લિક્સ દ્વારા આવી છે. તેની અધિકારીક પૃષ્ટી થઇ નથી.