Google Search Profiles : ગૂગલનું નવું Search Profiles ફીચર લોન્ચ! જાણો Users-Creatorsને શું મળશે લાભ
Google Search Profiles : Googleએ "સર્ચ પ્રોફાઇલ્સ" (Search Profiles) નામની નવી સુવિધા શરૂ કરી છે, જે સર્જકો અને પ્રકાશકો (Creators and publishers) ને પોતાની સામગ્રી એક જ જગ્યાએ રજૂ કરવાની તક આપશે. આ ફીચર દ્વારા Users વિશ્વસનીય માહિતી સરળતાથી મેળવી શકશે અને મનપસંદ સર્જકોને ફોલો કરી શકશે. હાલ આ સુવિધા અમેરિકામાં ઉપલબ્ધ છે અને ભવિષ્યમાં તેને વૈશ્વિક સ્તરે વિસ્તૃત કરવાની યોજના છે.
Advertisement
Google Search Profiles : ડિજિટલ દુનિયામાં પોતાની ઓળખ મજબૂત બનાવવા માંગતા સર્જકો (Creators) અને પ્રકાશકો (Publishers) માટે Googleએ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કંપનીએ સત્તાવાર રીતે "સર્ચ પ્રોફાઇલ્સ" (Search Profiles) નામની નવી સુવિધા લોન્ચ કરી છે. આ ફીચરનો મુખ્ય હેતુ સર્જકોને એક એવું કેન્દ્રિય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જ્યાં તેઓ પોતાની નવીનતમ સામગ્રી (Content) સરળતાથી પ્રદર્શિત કરી શકે. Googleનું માનવું છે કે આ નવી સુવિધા Usersને કોઈપણ સર્જક અથવા માહિતીના સ્ત્રોત વિશે વધુ વિશ્વસનીય, સચોટ અને અદ્યતન માહિતી સીધા સર્ચ (Search) પરિણામોમાં જ ઉપલબ્ધ કરાવશે. સાથે જ તે ઇન્ટરનેટ પર વધતી ખોટી માહિતી (Misinformation) સામે લડવામાં પણ મદદરૂપ સાબિત થશે.

