એન્ડ્રોઇડ ફોન યુઝર માટે Google લાવ્યું 'Emergency Live Video', જાણો કેવી રીતે કામ લાગશે
- ફોન માત્ર મનોરંજનનો સામાન નથી, તે જીવ પણ બચાવી શકે છે
- ગુગલ એ એપલ કંપની પાસેથી કામની વાત શીખી
- ગુગલ હવે યુઝર્સને Emergency Live Video નો વિકલ્પ આપવા જઇ રહ્યું છે
Google To Launch Emergency Live Video Feature : આપણે માર્ગ અકસ્માતો અને અન્ય તબીબી ઇમરસન્સીઓ વિશે ઘણું સાંભળ્યું છે, જ્યાં કેટલીક વખત સમયસર માહિતીના અભાવે લોકો જીવ ગુમાવે તેવું પણ બને છે. આ સમસ્યાને ઉકેલવા માટે, ગૂગલ એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક નવી સુવિધા શરૂ કરવા જઇ રહ્યું છે. ગૂગલે "Android Emergency Live Video" નામની એક નવી સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે, જે યુઝર્સને ગંભીર પરિસ્થિતિઓમાં લાઇવ વીડિયો સ્ટ્રીમ કરવાનો વિકલ્પ આપે છે. આ સુવિધા રેસ્ક્યૂ ટીમોને કાર અકસ્માત અને આગ જેવી કટોકટીની પરિસ્થિતિ અંગે સ્પષ્ટ માહિતી પહોંચાડવામાં મદદરૂપ થશે.
બચાવની તૈયારીઓમાં મદદરૂપ થશે
આ નવી સુવિધાનો સૌથી મોટો ફાયદો એ છે કે, તેનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે તમારા ફોન પર કોઈપણ સેટિંગ્સ સક્રિય કરવાની જરૂર નથી. જ્યારે તમે પોલીસ, એમ્બ્યુલન્સ અથવા ફાયર બ્રિગેડને ઇમરજન્સી કૉલ અથવા સંદેશ આપો છો, ત્યારે અધિકારી તમને ઘટનાસ્થળના વીડિઓની વિનંતી મોકલી શકે છે. આ રિકવેસ્ટ તમારા મોબાઇલ કેમેરા એક જ ટેપથી શરૂ થઇ થશે. આનાથી રેસ્ક્યૂ ટીમો વિડિઓ દ્વારા તમારી સ્થિતિ સીધી જાણી શકશે. આનાથી તમને કયા પ્રકારની તબીબી સહાય અને બચાવ સાધનોની જરૂર છે, તે સમજવામાં સરળતા રહેશે.
Android ના આ વર્ઝનમાં સુવિધા કામ લાગશે ?
જો તમારો સ્માર્ટફોન Android 8 અથવા તે પછીના વર્ઝનનો છે, તો આ સુવિધા તમારા માટે કાર્ય કરશે. શરૂઆતમાં, ગૂગલ આ સુવિધા અમેરિકા, જર્મની અને મેક્સિકોના કેટલાક ભાગોમાં રજૂ કરશે. જો કે, તે ટૂંક સમયમાં ભારત સહિત વિશ્વભરના વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ થશે. તમને જણાવી દઇએ કે, Google Pixel ફોનમાં પહેલાથી જ ઇમરજન્સી રેકોર્ડિંગ સુવિધા છે, જે 45 મિનિટ સુધીનો વીડિયો રેકોર્ડ કરે છે, અને તેને નક્કી કરેલા કોન્ટેક્ટને મોકલે છે, આ નવી સુવિધા વધુ સારી છે, કારણ કે, તે ફક્ત વિડિઓ રેકોર્ડ જ નહીં, પરંતુ તેનું લાઇવ સ્ટ્રીમીંગ પણ કરે છે.
Google એ Apple પાસેથી પ્રેરણા લીધી
એપલ કેટલાક સમયથી તેના આઇફોન યુઝર્સને "Emergency SOS Live Video" ની સેવા ઓફર કરી રહ્યું છે. આ પગલું સંકેત આપે છે કે, ટેક કંપનીઓએ હવે સ્વીકાર્યું છે કે, સ્માર્ટફોન ફક્ત મનોરંજનનો સ્ત્રોત નથી, પરંતુ જીવન બચાવનાર સાધન પણ છે. ગૂગલનું આ પગલું તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
આ પણ વાંચો ------- Laptop ભૂલવાની આદત હોય તો આ ફીચર તમને ખુબ ઉપયોગી નિવડશે !


