Google Earthquake Alert: ગૂગલનું અર્થક્વેક એલર્ટ ફીચર, વેનેઝુએલામાં ભૂકંપ પહેલા જ મળી હતી ચેતવણી!
વેનેઝુએલામાં આવેલા ભૂકંપ દરમિયાન ગૂગલની અદ્યતન એલર્ટ સિસ્ટમે પ્રભાવશાળી કામગીરી દર્શાવી છે. કુદરતી આફત અનુભવાય તે પહેલાં જ એન્ડ્રોઇડ યુઝર્સને ગૂગલે સમયસર ચેતવણી આપી હતી. આ ઘટનાએ ટેકનોલોજીની મદદથી માનવ જીવન સુરક્ષિત બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું સાબિત કર્યું છે. ગૂગલની આ અદ્યતન સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે અને તે લોકો માટે કેટલી ઉપયોગી છે તે જાણવું અત્યંત રસપ્રદ છે.
Advertisement
Google Earthquake Alert: ગૂગલની અદ્યતન ટેકનોલોજીએ વેનેઝુએલામાં આવેલા ભૂકંપની ઘટના દરમિયાન પોતાની ઉપયોગીતા સાબિત કરી છે. હાલ સોશિયલ મીડિયામાં એવા સમાચાર વહેતા થયા છે કે, ગૂગલે ભૂકંપનું અગાઉથી એલર્ટ આપ્યું હતું. ભૂકંપના આંચકા અનુભવાય તે પહેલાં જ ગૂગલની એલર્ટ સિસ્ટમે એન્ડ્રોઇડ યુઝર્સને સમયસર ચેતવણી મોકલી હતી. ત્યારે આવો જાણીએ આ કઈ સિસ્ટમ છે જે હાલ ચર્ચામાં છે. આ સિસ્ટમ થકી લોકોને ભૂકંપની તીવ્રતા અને તે કયા સમયે આવશે તેની સચોટ માહિતી મળી હતી. આ ટેકનોલોજીકલ સફળતાએ કુદરતી આફતો સામે લડવા માટે સ્માર્ટફોનની ભૂમિકાને વધુ મહત્વની બનાવી છે.

