Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ડિજિટલ અરેસ્ટ સ્કેમ પર કેન્દ્રનો મોટો પ્રહાર, WhatsApp એકાઉન્ટ જ નહીં, હવે આખું ડિવાઇસ થશે બ્લોક

શું ટેકનોલોજીની સુવિધા હવે તમારી સુરક્ષા માટે મોટો ખતરો બની રહી છે? સાયબર જગતમાં 'ડિજિટલ અરેસ્ટ' નામના નવા હથિયારથી લોકોને લૂંટતી ટોળકીઓ હવે સરકારના રડારમાં છે. માત્ર એક નાનકડા આદેશથી આખા નેટવર્કને ઠપ્પ કરવાની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. તમારા સ્માર્ટફોનની એક ખાનગી ઓળખ હવે ગુનેગારોનો ખેલ ખતમ કરવા માટે કેવી રીતે વપરાશે, તે જાણવું અત્યંત રોમાંચક છે.
ડિજિટલ અરેસ્ટ સ્કેમ પર કેન્દ્રનો મોટો પ્રહાર   whatsapp એકાઉન્ટ જ નહીં  હવે આખું ડિવાઇસ થશે બ્લોક
Advertisement
  • ડિજિટલ અરેસ્ટ સ્કેમર્સ પર સરકારનીસર્જિકલ સ્ટ્રાઈક જેવો WhatsApp પ્રહાર!
  • સાયબર ઠગાઈમાં વપરાતા WhatsApp ડિવાઇસ ID બ્લોક કરવાનો કેન્દ્રનો આદેશ
  • નવી ID બનાવીને લોકોને લૂંટનારા ગઠિયાઓનો મોબાઈલ હવે કાયમ માટે થશે નકામો
  • ગૃહ મંત્રાલય અને I4C એ સાયબર ગુનેગારોને પકડવા તૈયાર કરી નવી રણનીતિ
  • IT નિયમો હેઠળ ડિલીટ કરેલા એકાઉન્ટનો ડેટા 180 દિવસ સુધી રખાશે સુરક્ષિત
  • IMEI અને MAC એડ્રેસ દ્વારા સ્કેમર્સના ફોનની ઓળખ કરી લેવામાં આવશે એક્શન

WhatsApp Update : ભારતમાં સાયબર ગુનાખોરીના વધતા વ્યાપ વચ્ચે કેન્દ્ર સરકારે એક અત્યંત કડક અને મહત્વનો નિર્ણય લીધો છે. 'ડિજિટલ અરેસ્ટ' (Digital Arrest) ના નામે નિર્દોષ લોકોને ડરાવીને કરોડો રૂપિયા પડાવતા સાયબર ઠગ સામે હવે સીધી કાર્યવાહી કરવામાં આવશે. સરકારના નવા આદેશ મુજબ, જે સ્માર્ટફોન કે ગેજેટનો ઉપયોગ આવા કૌભાંડો માટે કરવામાં આવ્યો હશે, તેના વોટ્સએપ (WhatsApp) એકાઉન્ટની સાથે સાથે તેની યુનિક ડિવાઇસ ID (Device ID) ને પણ બ્લોક કરી દેવામાં આવશે.

WhatsApp_GUJARAT_FIRST

Advertisement

I4C ના રિપોર્ટ બાદ WhatsApp પર સરકારની કાર્યવાહી

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ નિર્ણય ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોર્ડિનેશન સેન્ટર (I4C) ના ચોંકાવનારા રિપોર્ટના આધારે લીધો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ઠગ ટોળકી દર વખતે નવા વોટ્સએપ એકાઉન્ટ બનાવીને વિડિયો કોલ કે ઓડિયો કોલ દ્વારા લોકોને ટાર્ગેટ કરે છે. એકવાર ગુનો આચર્યા બાદ તેઓ એકાઉન્ટ ડિલીટ કરી દે છે. આથી, સરકારે હવે એવા ડિવાઇસને જ નિશાન બનાવવાનું નક્કી કર્યું છે જેમાં વારંવાર નવી ID બનાવીને સ્કેમ કરવામાં આવે છે.

Advertisement

WhatsApp_GUJARAT_FIRST

શું હોય છે ડિવાઇસ ID?

સ્માર્ટફોનની ઓળખ માટે વપરાતા 12 આંકડાના યુનિક નંબરને ડિવાઇસ ID કહેવાય છે, જે આધાર કાર્ડની જેમ કામ કરે છે. તેમાં IMEI નંબર, મેક એડ્રેસ (MAC Address) અને સિરીયલ નંબરનો સમાવેશ થાય છે. આ આઈડી બ્લોક થતા જ તે ફોન પર વોટ્સએપ ચલાવવું અશક્ય બની જશે. આ ઉપરાંત, IT નિયમો 2021 (IT Rules 2021) હેઠળ ડિલીટ થયેલા એકાઉન્ટનો ડેટા પણ 180 દિવસ સુધી સુરક્ષિત રાખવાની તૈયારી છે જેથી તપાસ એજન્સીઓને પુરાવા મળી શકે.

આ પણ વાંચો : Horizon Worlds : Meta નો ડ્રીમ પ્રોજેક્ટ બંધ થવા પાછળનું કારણ સામે આવ્યું !

Advertisement

.

×