ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Grok Vision : એલોન મસ્ક લાવ્યા ChatGPT નો કટ્ટર હરિફ Grok Vision

એલોન મસ્ક AI ચેટબોટ Grok માં એક નવું ફીચર Grok Vision લાવ્યા છે. Grok Vision ને ChatGPT નો કટ્ટર હરિફ ગણવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે Grok ને કારણે એલોન મસ્ક (Elon Musk) ની બહુ ફજેતી થઈ હતી. વાંચો વિગતવાર.
05:39 PM Apr 23, 2025 IST | Hardik Prajapati
એલોન મસ્ક AI ચેટબોટ Grok માં એક નવું ફીચર Grok Vision લાવ્યા છે. Grok Vision ને ChatGPT નો કટ્ટર હરિફ ગણવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે Grok ને કારણે એલોન મસ્ક (Elon Musk) ની બહુ ફજેતી થઈ હતી. વાંચો વિગતવાર.
Grok Vision Gujarat First

Grok Vision : Grok ને કારણે એલન મસ્ક (Elon Musk) ની બહુ ફજેતી થઈ હતી ત્યારથી Elon Musk વિશ્વમાં પોતાની ઓળખ અને Grok ની છાપ સુધારવા માટે ધમપછાડા કરી રહ્યા હતા. હવે એલન મસ્ક AI ચેટબોટ Grok માં એક નવું ફીચર Grok Vision લાવ્યા છે. Grok Vision ને ChatGPT નો કટ્ટર હરિફ ગણવામાં આવી રહ્યો છે. Grok Vision યુઝર્સને ફોનમાંથી ટૂલ્સ, વિવિધ એપ્સ વગેરે ઓળખવામાં મદદ કરશે. વધુમાં Grok Vision મલ્ટીલેન્ગવેજ વોઈસ મોડમાં ઉપલબ્ધ છે. Grok Vision અત્યારે iOS યુઝર્સ માટે અવાઈલેબલ કરવામાં આવ્યું છે.

ChatGPT નો કટ્ટર હરિફ

AI દિવસેને દિવસે વધુ એડવાન્સ બનતુ જઈ રહ્યું છે. સમગ્ર વિશ્વ ChatGPT ની ક્ષમતાઓથી પરિચિત છે. હવે એલોન મસ્ક AI ચેટબોટ Grok માં એક નવું ફીચર Grok Vision લાવ્યા છે. જેની મદદથી યુઝર્સ તેમના ફોનમાંથી વિવિધ ટૂલ્સ, એપ વગેરે ઓળખી શકશે. સરળ શબ્દોમાં કહીએ તો, હવે તમે તમારા ફોનમાંથી કંઈપણ સ્કેન કરો અને Grok Vision ને તેના વિશે પૂછી શકો છો. Grok Vision મલ્ટીલેન્ગવેજ વોઈસ મોડ અને રીયલ ટાઈમ સર્ચથી સજ્જ છે. તેથી જ યુઝર્સ અને ટેક એક્સપર્ટ્સ Grok Vision ને ChatGPT નો કટ્ટર હરિફ ગણવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ  Airtel નું AI આધારિત ફીચર Spam Detection Tool કેટલું કારગત છે ???

એપલ યુઝર્સ માટે Grok Vision

Grok Vision ફીચર અત્યારે iOS અથવા Apple યુઝર્સ માટે Grok એપ પર ઉપલબ્ધ છે. જો એન્ડ્રોઈડ યુઝર્સ આ ટૂલનો ઉપયોગ કરવા માંગતા હોય તો તેમણે Super Grok Plan ની મેમ્બરશિપ લેવી પડશે. જેની કિંમત દર મહિને $30 છે. Grok Vision માં ડોક્યુમેન્ટ્સના ટ્રાન્સલેશનની સુવિધા પણ ઉપલબ્ધ છે. Grok Vision માં એક મેમરી ફંક્શન પણ છે જે યુઝર્સના લાઈકિંગ યાદ રાખશે.

આ પણ વાંચોઃ  Google Gmail : સાયબર ગુનેગારોએ ગૂગલના નામે બનાવટી ઈમેલ બનાવ્યો, યુવકને લિંક મોકલી, પછી શું થયું...

Tags :
AI ChatbotAI tools identifierDocument translation AIelon muskGrokGrok VisionGrok Vision memory functionGrok vs ChatGPTGujarat FirstGUJARAT FIRST NEWSmultilingual voice modereal-time searchSuper Grok Plan
Next Article