History: Google માં ટ્રેન્ડ કરવા લાગ્યુ ગુજરાતનું સોમનાથ મંદિર, 20 વર્ષમાં આટલીવાર થયું સર્ચ
- History: ગુગલમાં ટ્રેન્ડ કરતું સોમનાથ મંદિર
- 20 વર્ષમાં રેકોર્ડબ્રેક સર્ચ કરવામાં આવ્યું
- લોકોને મંદિરનો ઈતિહાસ જાણવામાં રસ
History: દરરોજ હજારો લોકો ઇન્ટરનેટ (Internet) પર અવનવા શબ્દો શોધતા હોય છે. ઇન્ટરનેટનું અલ્ગોરિધમ (Algorithm) તમારા ન્યૂઝ ફીડમાં સૌથી વધુ સર્ચ થતી વસ્તુઓ વિશે સમાચાર બતાવે છે. તેવી જ રીતે, ભારતમાં એક એવું મંદિર અચાનક જ ગુગલમાં ટ્રેન્ડ (Trend) કરવા લાગ્યું છે. આપને જણાવી દઈએ કે આ બીજું કોઈ નહીં પણ ગુજરાતનું ગૌરવંતી ગીર સોમનાથ મંદિર છે. આશ્ચર્યજનક રીતે છેલ્લા 20 વર્ષથી આ મંદિરને ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ (Search) કરવામાં આવી રહ્યું છે.
History: શું કહે છે ગુગલનો ડેટા?
જો તમે ગુગલ પર આ મંદિરની સર્ચ હિસ્ટ્રી જુઓ તો, તે વર્ષ 2004 પછીનું સૌથી ટ્રેન્ડિંગ (Trending) મંદિર છે. 2026 થી આ મંદિર માટે ઇન્ટરનેટ સર્ચમાં 100 ટકાનો વધારો થયો છે. નોંધનીય છે કે ગુગલ પર મંદિરનો સૌથી પહેલો સર્ચ હિસ્ટ્રી 2004 થી શરૂ થયો હતો.
History: ગુજરાતું પ્રસિદ્ધ સોમનાથ મંદિર
તમને જણાવી દઈએ કે આ મંદિર બીજું કોઈ નહીં, પણ ગુજરાતનું પ્રખ્યાત સોમનાથ મંદિર (Somnath Temple) છે. પીએમ મોદી 10 જાન્યુઆરીએ 'સોમનાથ સ્વાભિમાન પર્વ' ('Somnath Swabhiman Parva') નિમિત્તે દર્શન માટે મંદિરમાં પહોંચ્યા હતા. દર્શન કરતી વખતે તેમણે શિવલિંગ પર જળાભિષેક કર્યો. ફૂલો અર્પણ કર્યા અને પંચામૃતનો અભિષેક કર્યો. તમને જણાવી દઈએ કે આજે 2026માં સોમનાથ મંદિર પર વિદેશી આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી. અને આ જ કારણ છે કે, લોકો મંદિરનો ઈતિહાસ જાણવા માંગે છે. મંદિર પર થયેલા હુમલાઓ, હુમલાઓ છતા મંદિર કેવીરીતે અડીખમ ઉભુ છે. મંદિરના રક્ષણ માટે કોણે બલીદાન આપ્યા. આ તમામ સવાલોનો જવાબ જાણવા માટે લોકો ગુગલની મદદ લઈ રહ્યા છે.
મંદિરથી લગભગ 3 કિમી દૂર સદભાવના ગ્રાઉન્ડ (Ground) ખાતે એક રેલીને સંબોધતા, પીએમ મોદીએ લોકોને વિભાજનકારી શક્તિઓથી સાવધ રહેવા વિનંતી કરી. 1,000 વર્ષ પહેલાં સોમનાથ મંદિર પર થયેલા હુમલા અંગે, પીએમ નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi)એ કહ્યું કે તે સમયે, આતંકવાદીઓ વિચારતા હતા કે તેઓ જીતી ગયા છે. પરંતુ આજે પણ, સોમનાથ મંદિર પર લહેરાતો ધ્વજ ભારતની શક્તિ દર્શાવે છે. કમનસીબે, સોમનાથ મંદિરના પુનઃર્નિર્માણનો વિરોધ કરતી શક્તિઓ આજે પણ આપણા દેશમાં અસ્તિત્વ ધરાવે છે.
આ પણ વાંચો--- 2026 Festival: વિવિધતામાં એકતા, ભારતમાં અલગ અલગ નામ ધરાવતા તહેવારોનું એક જ મહત્વ, જાણો ઉજવણી અને પરંપરા
History: જાણો સોમનાથ મંદિર વિશે થોડી માહિતી
નોંધનીય છે કે આક્રમણકારોએ વિનાશ કર્યા બાદ સોમનાથ મંદિરના પુનર્નિર્માણ (Reconstruction) ને 75 વર્ષ વીતી ગયા છે. સોમનાથ મંદિરનું આધુનિક પુનર્નિર્માણ ભારતની સ્વતંત્રતા પછી ગંભીરતાથી શરૂ થયું. જે નવેમ્બર 1947 માં સરદાર વલ્લભભાઈ પટેલે શરૂ કરાવ્યું હતું. મુખ્ય બાંધકામ કાર્ય ઓક્ટોબર 1950 માં સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. પુનર્નિર્માણ પછી મંદિરનું સત્તાવાર રીતે મે 1951 માં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ઉદ્ઘાટન કર્યું હતું.
સોમનાથ મંદિરની કેટલીક અનોખી વિશેષતા (Features) ઓમાં એક તેનું બાંધકામ છે. તમને આશ્ચર્ય થશે કે મંદિરના બાંધકામમાં લોખંડનો ઉપયોગ ક્યાંય કરવામાં આવ્યો નથી. આ મંદિર સંપૂર્ણપણે રેતીના પથ્થરોથી બનેલું છે. તેની ઊંચાઈની વાત કરીએ તો, 155 ફૂટ ઊંચું અને બે માળનું આ મંદિર છે. મંદિરના શિખર પર 1 મીટર લાંબો ધ્વજ લહેરાતો હોય છે. શિખર પર રાખેલા સોનાથી મઢેલા 1 હજાર 666 કળશ મંદિરની શોભા વધારે છે.
જો તમારે પણ મંદિરે દર્શન કરવાની જિજ્ઞાસા (Curiosity) હોય તો જરૂરથી ગીર સોમનાથ જઈને મુલાકાત લેજો.
આ પણ વાંચો--- Secret code: શું ભારત સરકાર મોબાઈલ કંપનીઓ પાસેથી માંગી રહી છે સિક્રેટ કોડ, શું છે હકીકત?
આ પણ વાંચો--- Microwave cleaning: તમે માઈક્રોવેવ કેવીરીતે કરો છો સાફ, આ ભૂલથી થઈ શકે છે મોટું નુકસાન, જાણો ટિપ્સ


