iPhone 17 Pro ની કિંમત કેટલી હશે ? લોન્ચ પહેલા સામે આવી આ મોટી માહિતી
- Apple iPhone 17 Pro માં મોટા ફેરફાર સાથે લોન્ચ કરશે
- iPhone 17 Proનું બેઝ વેરિઅન્ટ હવે 256GB થી શરૂ થશે
- કંપની બધા iPhone 17 મોડેલોની કિંમતમાં વધારો કરી શકે છે
Apple એ પોતાના આગામી ફોન iPhone 17ના મોડલામાં અનેક ફેરફારો સાથે લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યો છે. એક અહેવાલ મુજબ કંપની બધા iPhone 17મોડેલોની કિંમતમાં વધારો કરી શકે છે. જોકે, iPhone 17 Pro મોડેલની કિંમતમાં વધારો લગભગ પુષ્ટિ થયેલ છે. iPhone 17 Pro નું બેઝ વેરિઅન્ટ હવે 128GB ને બદલે 256GB થી શરૂ થશે. તેની કિંમત ગયા વર્ષે લોન્ચ થયેલા iPhone 16 Pro કરતા $50 (લગભગ 4400 રૂપિયા) વધુ હોઈ શકે છે.
iPhone 17 Pro256 GB સ્ટોરેજ સાથે આવશે
ચીની ટિપસ્ટર ઇન્સ્ટન્ટ ડિજિટલે સોશિયલ મીડિયા Weibo પર એક પોસ્ટ શેર કરી છે અને iPhone 17 Proની કિંમત વિશે માહિતી શેર કરી છે. iPhone 17 Pro નું બેઝ મોડેલ 256 GB સ્ટોરેજ સાથે આવશે, જે વૈશ્વિક બજારમાં $1049 (લગભગ રૂ. 91,735) થી શરૂ થઈ શકે છે.કંપનીએ iPhone 16 Pro ને વૈશ્વિક બજારમાં $999 ની કિંમતે 128GB વેરિઅન્ટ સાથે લોન્ચ કર્યો હતો. આ વેરિઅન્ટ ભારતમાં રૂ. 1,19,900 ની કિંમતે રજૂ કરવામાં આવ્યો હતો. 256GB ને વૈશ્વિક બજારમાં $1,199 ની કિંમતે અને ભારતમાં રૂ. 1,29,900 ની કિંમતે રજૂ કરવામાં આવ્યો હતો.
iPhone 17 Proકેટલી કિંમતે લોન્ચ થશે?
iPhone 17 Proવિશે સમાચાર છે કે કંપની તેને ભારતમાં રૂ. 1,25,000 ની કિંમતે રજૂ કરી શકે છે. હાલમાં કંઈપણ પુષ્ટિ થયેલ નથી. iPhone 17 ક્યારે લોન્ચ થશે? Appleના આગામી iPhone મોડેલના લોન્ચિંગ વિશે કોઈ માહિતી નથી.અહેવાલો દાવો કરી રહ્યા છે કે તે સપ્ટેમ્બરમાં લોન્ચ થઈ શકે છે. કંપનીએ લોન્ચિંગ અંગે કોઈ વિગતો શેર કરી નથી. કેટલાક અહેવાલો કહે છે કે આ વખતે કંપનીનો કાર્યક્રમ 9 સપ્ટેમ્બરના રોજ યોજાઈ શકે છે.
આ પણ વાંચો: Alert! ઓફિસમાં કોમ્પ્યુટર પર WhatsAppનો ઉપયોગ ન કરો, સરકારે આપી ચેતવણી