Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

સાવધાન! WhatsApp પર અજાણ્યા નંબરથી કોલ આવે છે? આ એક સેટિંગ તમને બચાવશે ફ્રોડથી

ડિજિટલ યુગમાં WhatsApp પર વધતા સાયબર ફ્રોડથી બચવા માટે Silence Unknown Callers (સાયલન્સ અનનોન કોલર્સ) ફીચર ખૂબ જ ઉપયોગી છે. આ સેટિંગ ઓન કરવાથી અજાણ્યા આંતરરાષ્ટ્રીય નંબરો પરથી આવતા ફેક કોલ્સ આપમેળે સાયલન્ટ થઈ જાય છે. યુઝર્સ પ્રાઈવસી સેટિંગ્સમાં જઈને આ બદલાવ કરી શકે છે, જે ડેટા ચોરી અને બ્લેકમેલિંગ જેવા જોખમો સામે સુરક્ષા કવચ પૂરું પાડે છે.
સાવધાન  whatsapp પર અજાણ્યા નંબરથી કોલ આવે છે  આ એક સેટિંગ તમને બચાવશે ફ્રોડથી
Advertisement
  • WhatsApp યુઝર્સ સાવધાન! અજાણ્યા કોલ્સથી વધ્યું જોખમ
  • અજાણ્યા નંબર પરથી આવતા કોલ્સ સાયબર ઠગીનું હોઈ શકે છે કારણ
  • વોટ્સએપના ‘Silence Unknown Callers’ ફીચરથી મળશે સુરક્ષા
  • સેટિંગ્સમાં જઈને કોલ્સ ઓપ્શનમાં આ ફીચર કરી શકાય છે એક્ટિવ
  • અજાણ્યા આંતરરાષ્ટ્રીય નંબર પરથી આવતા કોલ્સથી સાવધ રહેવા અપીલ
  • અંગત માહિતી કે બેંકની વિગતો કોઈની પણ સાથે શેર ન કરવા સૂચના

Silence Unknown Callers : આજના ડિજિટલ યુગમાં વોટ્સએપ (WhatsApp) આપણા જીવનનો અનિવાર્ય ભાગ બની ગયું છે. પરંતુ તેની લોકપ્રિયતાની સાથે એક નવો ખતરો પણ વધી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી યુઝર્સને અજાણ્યા નંબરો પરથી કોલ્સ આવવાનું પ્રમાણ વધ્યું છે. આ કોલ્સ માત્ર પરેશાની જ નથી, પરંતુ સાયબર ઠગી (Cyber Fraud), ડેટા ચોરી અથવા બ્લેકમેલિંગ જેવા ગંભીર ગુનાઓનું કારણ પણ બની શકે છે. જો તમને પણ વારંવાર અજાણ્યા નંબર પરથી કોલ આવે છે, તો તમારે સાવધ રહેવાની જરૂર છે.

Tutorial image showing how to enable silence unknown callers in WhatsApp privacy settings.

Advertisement

અજાણ્યા કોલ્સ કેમ ખતરનાક છે?

ઘણીવાર સાયબર ગુનેગારો ઈન્ટરનેશનલ નંબરો પરથી કોલ કરીને લોકોને ફસાવવાનો પ્રયાસ કરે છે. આ કોલ્સ સામાન્ય લાગે છે, પરંતુ તેનો હેતુ તમારી અંગત માહિતી મેળવવાનો અથવા ડરાવી-ધમકાવીને પૈસા પડાવવાનો હોય છે. આ જોખમને ધ્યાનમાં રાખીને વોટ્સએપે Silence Unknown Callers (સાયલન્સ અનનોન કોલર્સ) નામનું એક શક્તિશાળી ફીચર રજૂ કર્યું છે.

Advertisement

આ રીતે સેટિંગ ઓન કરો 

વોટ્સએપ પર પ્રાઈવસી સેટિંગ્સ (Privacy Settings) મજબૂત કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો:

  1. સૌ પ્રથમ તમારું વોટ્સએપ ઓપન કરો અને ઉપરના ત્રણ ડોટ્સ પર ક્લિક કરો.

  2. હવે સેટિંગ્સમાં જાઓ અને 'પ્રાઈવસી' (Privacy) પર ટેપ કરો.

  3. અહીં તમને 'કોલ્સ' (Calls) નો વિકલ્પ દેખાશે.

  4. તેમાં ગયા પછી Silence Unknown Callers ના વિકલ્પને 'ON' કરી દો.

આ સેટિંગ ઓન કરવાથી અજાણ્યા નંબર પરથી આવતા કોલ વાગશે નહીં, તે આપમેળે સાયલન્ટ થઈ જશે. જોકે, તમે તમારા 'કોલ લોગ' માં જોઈ શકશો કે કોણે કોલ કર્યો હતો, જેથી જો કોઈ જરૂરી વ્યક્તિ હોય તો તમે વળતો કોલ કરી શકો.

Digital security lock on a phone representing protection from WhatsApp scams

સુરક્ષા માટે આ વાતોનું પણ રાખો ધ્યાન

  • કોઈ પણ અજાણ્યા નંબર પર તમારી બેંક વિગતો કે OTP શેર ન કરો.

  • અજાણ્યા નંબર પરથી આવેલી કોઈ પણ લિંક (Suspicious Links) પર ક્લિક કરવાનું ટાળો.

  • જો કોઈ શંકાસ્પદ નંબર પરથી વારંવાર કોલ આવે, તો તેને તુરંત બ્લોક અને રિપોર્ટ (Block and Report) કરો.

  • હંમેશા વોટ્સએપનું લેટેસ્ટ વર્ઝન વાપરવાનો આગ્રહ રાખો.

આ પણ વાંચો : સાવધાન! 10 એપ્રિલથી હાઈવે પર ટોલ ટેક્સ રોકડમાં નહીં સ્વીકારાય, જાણો નવા નિયમો

Tags :
Advertisement

.

×