Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સ્પોર્ટી લુક વાળી Hyundai ની આ SUV થઈ મોંઘી, ફીચર્સ અને કિંમત જાણો

Hyundai કંપનીએ 1 જાન્યુઆરી, 2025થી તેની તમામ કાર મોડલ્સની કિંમતોમાં વધારો કરી દીધો છે. આ યાદીમાં Hyundai Creta N Line પણ સામેલ છે. કંપનીએ Creta N Lineના N8 અને N10 વેરિઅન્ટ માટે 11,000 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે.
સ્પોર્ટી લુક વાળી hyundai ની આ suv થઈ મોંઘી  ફીચર્સ અને કિંમત જાણો
Advertisement
  • સ્પોર્ટી લુકવાળી Hyundai ની આ SUV થઇ મોંઘી
  • ફીચર્સ અને કિંમત જાણી ચોંકી જશો
  • Hyundai એ Creta N Lineના ભાવ વધાર્યા

Hyundai કંપનીએ 1 જાન્યુઆરી, 2025થી તેની તમામ કાર મોડલ્સની કિંમતોમાં વધારો કરી દીધો છે. આ યાદીમાં Hyundai Creta N Line પણ સામેલ છે. કંપનીએ Creta N Lineના N8 અને N10 વેરિઅન્ટ માટે 11,000 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે. Creta N Lineની પ્રારંભિક X-શોરૂમ કિંમત 16.93 લાખ રૂપિયાથી લઈને 20.56 લાખ રૂપિયા સુધી છે.

લક્ઝુરિયસ કેબિન અને ખાસ ઈન્ટીરિયરની સુવિધા

Hyundai Creta N Lineની કેબિનને ઓલ-બ્લેક લક્ઝુરિયસ ઈન્ટીરિયરથી ડિઝાઇન કરવામાં આવી છે. આ કારમાં સ્પોર્ટિયર સ્ટીયરિંગ વ્હીલ અને ગિયર સિલેક્ટર ઉપલબ્ધ છે, જે સ્ટાન્ડર્ડ Creta મોડલમાં જોવા મળતા નથી. ગ્રાહકો માટે કેબિનમાં વિશેષ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં નીચેની સુવિધાઓ સામેલ છે:

Advertisement

  • વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ
  • ઇલેક્ટ્રોનિક હેન્ડબ્રેક
  • ડ્યુઅલ 10.2-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ
  • ADAS ટેક્નોલૉજી
  • પેનોરેમિક સનરૂફ
  • પાવર્ડ ડ્રાઇવર સીટ્સ
  • ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ
  • 70 થી વધુ કનેક્ટેડ કાર ફીચર્સ
  • શક્તિશાળી પાવરટ્રેન અને ગિયરબોક્સ

Hyundai Creta N Lineમાં 1.5-લિટર ટર્બો GDI પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 160bhpનું પાવર અને 253Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. કારને બે ગિયરબોક્સ વિકલ્પો મળ્યા છે:

Advertisement

  • 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ
  • 7-સ્પીડ DCT ગિયરબોક્સ

કારની ઝડપ કેટલી?

કંપનીના દાવા અનુસાર, Creta N Line 8.9 સેકન્ડમાં 0-100 કિમી/કલાકની ઝડપે પહોંચી શકે છે. આ કાર મજબૂત પ્રદર્શન સાથે મોડર્ન ટેક્નોલૉજી અને સ્ટાઈલિશ ડિઝાઇન ધરાવે છે, જે તેને બજારમાં લોકપ્રિય બનાવે છે.

આ પણ વાંચો:  Diesel કારની માઈલેજ અને લાઈફ બંને વધારશે આ સરળ ટિપ્સ , આજે જ અનુસરો

Tags :
Advertisement

.

×