ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આવા સંકેત મળે તો થઈ જાઓ સાવધાન, નહીં તો AC માં થશે બ્લાસ્ટ!

દેશમાં પડી રહેલી કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો અવનવા ઉપાય કરતી હોય છે. પરંતુ ગરમીથી બચવા સામાન્ય રીતે લોકો AC નો ઉપયોગ કરતાં હોય છે. અત્યારના સમયમાં AC વગર એક કલાક પણ કોઈને ચાલી શકે એમ નથી. મોટા ભાગના શહેરોમાં...
11:00 AM Jun 24, 2024 IST | Harsh Bhatt
દેશમાં પડી રહેલી કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો અવનવા ઉપાય કરતી હોય છે. પરંતુ ગરમીથી બચવા સામાન્ય રીતે લોકો AC નો ઉપયોગ કરતાં હોય છે. અત્યારના સમયમાં AC વગર એક કલાક પણ કોઈને ચાલી શકે એમ નથી. મોટા ભાગના શહેરોમાં...

દેશમાં પડી રહેલી કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો અવનવા ઉપાય કરતી હોય છે. પરંતુ ગરમીથી બચવા સામાન્ય રીતે લોકો AC નો ઉપયોગ કરતાં હોય છે. અત્યારના સમયમાં AC વગર એક કલાક પણ કોઈને ચાલી શકે એમ નથી. મોટા ભાગના શહેરોમાં તાપમાન જ્યારે 40 ની ઉપર પહોંચ્યું છે ત્યારે AC હવે એક જરૂરિયાત બની ગયું છે. પરંતુ આજકાલ આપણે ઘણી વખત આપણે AC ફાટવાની ઘટના વિશે સાંભળ્યું છે. AC ફાટવું તે હવે કોઈ સામાન્ય ઘટના નથી, તેના કારણે ઘણું નુકશાન થતું હોય છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોના મનમાં ડર છે કે તેમનું એસી ફાટી શકે છે. ગભરાશો નહીં, આજે અમે તમને એવા 3 સંકેતો જણાવીશું જેના દ્વારા તમે તેને ઓળખી શકો છો કે તમારું AC માં કોઈ સમસ્યા છે કે નહીં.

AC જરૂર કરતા વધારે ગરમ થવા લાગે

AC BLAST

આ બાબતની તપાસ કરવા માટે તમારે AC ની બોડીની આસપાસ હાથ ફેરવીને જુઓ. જો તમારું એસી સારું છે તો AC ની બોડી ગરમ હશે નહીં પરંતુ સામાન્ય હશે. AC ઊંચા તાપમાને ગરમ થઈ શકે છે, પરંતુ જો તે સામાન્ય કરતાં વધુ ગરમ થઈ રહ્યું હોય તો તરત જ તેની તપાસ કરાવો. આવી સ્થિતિમાં એર કંડિશનરમાં આગ લાગવાનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધી જાય છે.

AC જ્યારે અવાજ કરવા લાગે

ઘણી વખત આપણે જોયું હશે કે AC માંથી આવાજ આવતો હોય છે. સામાન્ય રીતે AC જ્યારે બરાબર કામ કરતું હોય છે ત્યારે તેમાંથી આવાજ આવતો નથી. પરંતુ જો તમારા AC માંથી જો વધારે અવાજ આવે તો તેનો અર્થ એમ થાય છે કે તમારા AC માં કોઈ સમસ્યા છે. માટે જો તમારા AC માંથી અવાજ આવે છે તો તમારે તેને ચેક કરાવી લેવું જોઈએ.

MODES કામ ન કરવા

AC માં અલગ અલગ ઘણા ફીચર્સ આવતા હોય છે. જેમ કે કૂલ મોડ, ડ્રાય મોડ, ફેન મોડ, એનર્જી સેવિંગ મોડ વગેરે. જો તમારા ACમાં આમાંથી કોઈપણ મોડ યોગ્ય રીતે કામ ન કરી રહ્યું હોય, તો તમારે હવે સાવધાન થઈ જવું જોઈએ. આવું ત્યારે થાય છે જ્યારે AC માં હાજર સેન્સર યોગ્ય રીતે કામ નથી કરતા. માટે આવી કોઈ સમસ્યા આવે તો તમારે AC ને રીપેર કરાવવી દેવું જોઈએ.

આ પણ વાંચો : X Live streaming: વધુ એક મોટો ફેરફાર X.com માં, હવે X પર લાઇવસ્ટ્રીમ માટે સબ્સ્ક્રિપ્શન અનિવાર્ય

Tags :
ACAC BLASTBlastELECTRIC DEVICEGujarat FirstSummerTechWeather
Next Article