ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

iPhone 17 સીરીઝના લોન્ચની અસર! 9 સપ્ટેમ્બર પછી આ Apple પ્રોડક્ટ્સ થશે બંધ !

9 સપ્ટેમ્બર પછી એપલની વેબસાઇટ પર નહીં મળે આ iPhone અને વૉચ મોડલ્સ
06:19 PM Aug 28, 2025 IST | Mujahid Tunvar
9 સપ્ટેમ્બર પછી એપલની વેબસાઇટ પર નહીં મળે આ iPhone અને વૉચ મોડલ્સ

નવી દિલ્હી : દર વર્ષે નવી iPhone સીરીઝના લોન્ચ બાદ એપલ કંપની કેટલાક જૂના મોડલ્સને બંધ કરી દે છે. આ વખતે પણ આવું જ કંઈક જોવા મળી શકે છે. 9 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાનારા એપલ ઇવેન્ટ દરમિયાન iPhone 17 સીરીઝનું લોન્ચ થવાની ધારણા છે. નવા ડિઝાઇન અને અપગ્રેડ સાથે આ અપકમિંગ સીરીઝ રજૂ થશે. નવી iPhone સીરીઝ ઉપરાંત નવી એપલ વૉચ અને નવા એપલ ઇયરબડ્સ પણ લોન્ચ થઈ શકે છે.

આ પણ વાંચો-ડાબી-જમણી સૂંઢવાળા ગણપતિનું શું છે મહત્વ : ઘર અને મંદિરમાં કેમ રાખવામાં આવે છે અલગ-અલગ પ્રકારની મૂર્તિઓ?

આ જૂના iPhone મોડલ્સ બંધ થશે

ટેકલૂસિવના અહેવાલ મુજબ, એક તરફ દરેક વ્યક્તિ અપકમિંગ iPhone 17 સીરીઝને લઈને ઉત્સાહિત છે, તો બીજી તરફ iPhone 17 Pro અને iPhone 17 Pro Maxના ઓફિશિયલ લોન્ચ બાદ iPhone 16 Pro અને iPhone 16 Pro Max બંધ થઈ શકે છે. માત્ર આ બે મોડલ્સ જ નહીં, પરંતુ iPhone 15 અને iPhone 15 Plus પણ 9 સપ્ટેમ્બર પછી બંધ થઈ શકે છે. આ iPhone મોડલ્સ ઉપરાંત Apple Watch Ultra 2, Apple Watch Series 10 અને AirPods Pro 2 Gen પણ બંધ થવાની શક્યતા છે.

આનો અર્થ એ થયો કે આ પ્રોડક્ટ્સ બંધ થયા બાદ તમે તેને એપલની ઓફિશિયલ વેબસાઇટ પરથી ખરીદી શકશો નહીં. માત્ર વેચાણ જ નહીં, પરંતુ કંપની આ મોડલ્સનું ઉત્પાદન પણ બંધ કરી દેશે. જોકે, ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે જ્યાં સુધી સ્ટોક ઉપલબ્ધ હશે, ત્યાં સુધી તમે Amazon, Flipkart જેવા ઇ-કૉમર્સ પ્લેટફોર્મ્સ પર આ પ્રોડક્ટ્સ ખરીદી શકશો. સ્ટોક ખૂટ્યા બાદ આ પ્રોડક્ટ્સ ઇ-કૉમર્સ પ્લેટફોર્મ્સ પર પણ ઉપલબ્ધ નહીં રહે.

આની પાછળનો હેતુ

આવું કરવા પાછળ કંપનીનો હેતુ નવી સીરીઝને પ્રોત્સાહન આપવાનો છે. માત્ર કેટલીક જૂની પ્રોડક્ટ્સ બંધ કરવામાં આવતી નથી, પરંતુ કેટલીક પ્રોડક્ટ્સની કિંમતમાં પણ ભારે ઘટાડો કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે જો તમે નવું iPhone કે એપલ પ્રોડક્ટ ખરીદવા માંગો છો, તો 9 સપ્ટેમ્બર પછી ઘટેલી કિંમતો અને બંધ થનારા મોડલ્સની માહિતીને ધ્યાનમાં રાખીને ખરીદી કરો, જેથી તમે વધારાની બચત કરી શકો.

આ પણ વાંચો- આંખોમાં લાલાશ, બળતરા અને સૂકાપણાની સમસ્યા? બાબા રામદેવની આ આયુર્વેદિક ટિપ્સ અજમાવો તાત્કાલિક

Tags :
#AirPods#AppleEvent#AppleWatch#iPhone17#iPhoneDiscontinuedTechNews
Next Article