Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Airtel યુઝર્સ માટે મહત્ત્વનાં સમાચાર,કંપનીએ લોન્ચ કર્યો આ 2 નવા પ્લાન!

Airtel એ ફક્ત SMS અને કોલિંગ માટે બહાર પાડયા નવા પ્લાન TRAI એ આપ્યો છે આ આદેશ આ પ્લાનમાં 6GB ડેટા પણ ઉપલબ્ધ હતો   Airtel plan:ભારતીય ટેલિકોમ કંપની ભારતી એરટેલે (Airtel plan)ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા...
airtel યુઝર્સ માટે મહત્ત્વનાં સમાચાર કંપનીએ લોન્ચ કર્યો આ 2 નવા પ્લાન
Advertisement
  • Airtel એ ફક્ત SMS અને કોલિંગ માટે બહાર પાડયા નવા પ્લાન
  • TRAI એ આપ્યો છે આ આદેશ
  • આ પ્લાનમાં 6GB ડેટા પણ ઉપલબ્ધ હતો

Airtel plan:ભારતીય ટેલિકોમ કંપની ભારતી એરટેલે (Airtel plan)ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા ફરજિયાત વોઇસ અને SMS ઓનલી પ્રીપેડ પ્લાન રજૂ કર્યા છે. નોંધનીય છે કે એરટેલે કોઈ નવા પ્લાન રજૂ કર્યા નથી. પરંતુ TRAI ના આદેશોનું પાલન કરવા માટે કંપનીએ હાલના પ્લાનમાં ફેરફાર કર્યા છે.

Advertisement

Advertisement

એરટલનો 509 રૂપિયાનો પ્રીપેડ પ્લાન

એરટલના 509 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં હવે અનલિમિટેડ વોઇસ કોલ અને 9૦૦ મેસેજનો સમાવેશ થાય છે. આ પ્લાનમાં ગ્રાહકોને 84 દિવસની વેલિડિટી મળશે. વધારાના એરટલ રિવોર્ડ્સમાં એરટલ એક્સસ્ટ્રીમ એપ પર મફત કન્ટેન્ટ, એપોલો 24/7 સર્કલ મેમ્બરશીપ અને મફત હેલો ટ્યૂન્સનો સમાવેશ થાય છે. એરટેલના મતે આ વોઇસ અને એસએમએસ ઓનલી પ્લાનની અસરકારક કિંમત લગભગ 167 રૂપિયા પ્રતિ માસ છે. પહેલા આ પ્લાનમાં 6GB ડેટા પણ ઉપલબ્ધ હતો.

આ પણ  વાંચો-પ્રકાશથી પ્રદૂષણ! વિશ્વના સૌથી મોટા ટેલિસ્કોપને પ્રકાશથી કેવી રીતે ખતરો?

એરટેલનો 1999નો પ્રીપેડ પ્લાન

એરટેલના જે યુઝર્સ લાંબા ગાળાના અથવા વાર્ષિક પ્લાન ઇચ્છે છે, તેમના માટે 1,999 રૂપિયાના વાર્ષિક પ્લાનમાં અમર્યાદિત વોઇસ કોલ અને 3,600 SMS મેસેજ મળે છે. આ પ્લાનમાં ગ્રાહકોને 365 દિવસની વેલિડિટી મળશે. વધારાના એરટેલ રિવોર્ડ્સમાં એરટેલ એક્સસ્ટ્રીમ એપ પર મફત કન્ટેન્ટ, એપોલો 24/7 સર્કલ મેમ્બરશીપ અને મફત હેલો ટ્યુન્સનો સમાવેશ થાય છે.અગાઉ, આ પ્લાનમાં 24GB ડેટા પણ આવતો હતો. કંપનીએ જણાવ્યું હતું કે SMS મર્યાદા સમાપ્ત થયા પછી સ્થાનિક માટે પ્રતિ SMS 1 રૂપિયા અને STD માટે પ્રતિ SMS 1.5 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે.

આ પણ  વાંચો-હવે સરકારી કચેરીએ જવાની જરૂર નથી! Whatsapp માં જ મળશે જન્મ-મૃત્યુનું પ્રમાણપત્ર

ગ્રામીણ વિસ્તારોમાં  ખૂબ મદદરૂપ સાબિત થશે

આ બંને પ્રીપેડ પ્લાન એરટેલ થેંક્સ એપ અને એરટેલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. એવી અપેક્ષા છે કે અન્ય ઓપરેટરો પણ ટૂંક સમયમાં આવી જ યોજનાઓ રજૂ કરશે. TRAI એ બધા ઓપરેટરો માટે ડેટા વગરના ખાસ ટેરિફ વાઉચર્સ આપવાનું ફરજિયાત બનાવ્યું છે, જેમાં વોઇસ અને SMS લાભો છે. આ લોકો માટે ખાસ કરીને વૃદ્ધો અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે ખૂબ મદદરૂપ સાબિત થશે.

આ પણ  વાંચો-Vayve Eva Electric Car : દેશની પહેલી સૌર ઉર્જાથી ચાલતી ઇલેક્ટ્રિક કાર લોન્ચ, કિંમત માત્ર 3.25 લાખ રૂપિયા

ડેટા સાથે વાર્ષિક પ્લાન

એરટેલ હવે 3599 રૂપિયામાં ડેટા બેનિફિટ્સ સાથે વાર્ષિક પ્લાન ઓફર કરી રહી છે. આમાં ગ્રાહકોને દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ કોલ અને 100 SMS મળશે. તેની સાથે ઘણા ફાયદા પણ થશે.

Tags :
Advertisement

.

×