Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

હવે ઈન્ટરનેટ થશે મોંઘું! પ્રતિ GB ડેટા પર ટેક્સ લગાવાની તૈયારીમાં સરકાર, કેટલો લાગશે ચાર્જ ?

શું તમે જાણો છો કે તમારી એક નાનકડી ભૂલ કે વધુ પડતો ડેટા વપરાશ તમારા ખિસ્સા ખાલી કરી શકે છે? સરકાર હવે એક એવો ટેક્સ લાવવાની તૈયારીમાં છે જે સીધો તમારા ઈન્ટરનેટ વપરાશ સાથે જોડાયેલો હશે. ટેલિકોમ વિભાગના ટેબલ પર પહોંચેલો આ પ્રસ્તાવ સામાન્ય માણસના ડિજિટલ બજેટને કેવી રીતે હચમચાવી દેશે
હવે ઈન્ટરનેટ થશે મોંઘું  પ્રતિ gb ડેટા પર ટેક્સ લગાવાની તૈયારીમાં સરકાર  કેટલો લાગશે ચાર્જ
Advertisement
  • મોબાઈલ યુઝર્સ માટે માઠા સમાચાર: Mobile Data વાપરવો થશે મોંઘો! 
  • ઈન્ટરનેટ વપરાશ પર ₹1 પ્રતિ GB ટેક્સ લગાવવાની વિચારણા
  • ટેલિકોમ વિભાગ (DoT) ને આ અંગે અભ્યાસ કરવા આદેશ અપાયો
  • ટેક્સ લાગુ થવાથી સરકારને વર્ષે ₹22,900 કરોડની કમાણીનો અંદાજ
  • હાલના 18% GST ઉપરાંત આ ટેક્સ વધારાનો બોજ બનશે
  • વીડિયો સ્ટ્રીમિંગ અને સોશિયલ મીડિયા વપરાશકારોને થશે સીધી અસર

Mobile Data Tax India : જો તમે સોશિયલ મીડિયા, ઓનલાઈન ગેમિંગ કે વીડિયો સ્ટ્રીમિંગના શોખીન હોવ તો આ સમાચાર તમારા ખિસ્સા પર ભાર વધારી શકે છે. ભારત સરકાર હવે મોબાઈલ ડેટા વપરાશ (Mobile Data Usage) પર નવો ટેક્સ લગાવવાની શક્યતાઓ તપાસી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ અંગે ટેલિકોમ વિભાગ (Department of Telecommunications - DoT) ને એક ખાસ અભ્યાસ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

પ્રતિ GB 1 રૂપિયો ટેક્સનો પ્રસ્તાવ

સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર પ્રતિ GB ડેટા વપરાશ પર 1 રૂપિયા જેટલો ટેક્સ લગાવવાના વિકલ્પ પર વિચાર કરી રહી છે. તાજેતરમાં ટેલિકોમ સેક્ટરની એક સમીક્ષા બેઠક દરમિયાન આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવનો હેતુ સરકારની આવકમાં વધારો કરવાનો છે. જો આ ટેક્સ અમલમાં આવે છે, તો જ્યારે પણ કોઈ યુઝર ડેટાનો વપરાશ કરશે, ત્યારે તેની સાથે આ વધારાનો ચાર્જ જોડાઈ શકે છે.

Advertisement

Advertisement

Mobile Data : સરકારની તિજોરીમાં થશે કરોડોનો વધારો

એક અંદાજ મુજબ, જો સરકાર 1 રૂપિયો પ્રતિ GB ના દરે ટેક્સ વસૂલે તો વર્ષે અંદાજે ₹22,900 કરોડ (22,900 Crore Revenue) ની વધારાની કમાણી થઈ શકે છે. હાલમાં ભારતમાં મોબાઈલ ઈન્ટરનેટ વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ઘણું સસ્તું છે, જેના કારણે અહીં ડેટા વપરાશનું પ્રમાણ ખૂબ ઊંચું છે.

વધારાનો આર્થિક બોજ

નોંધનીય છે કે હાલમાં મોબાઈલ રિચાર્જ અને પોસ્ટપેડ બિલ પર ગ્રાહકો 18% GST ચૂકવે જ છે. જો ડેટા વપરાશ પર અલગથી ટેક્સ લાગશે, તો તે ગ્રાહકો માટે 'બેવડો માર' સાબિત થઈ શકે છે. જોકે, હજુ સુધી આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. DoT ના રિપોર્ટ અને ફાયદા-ગેરફાયદાના મૂલ્યાંકન બાદ જ સરકાર આ અંગે સત્તાવાર જાહેરાત કરી શકે છે.

આ પણ વાંચો : Graveyard Orbit : જૂના ઉપગ્રહો માટે અવકાશમાં જ કબ્રસ્તાન !

Tags :
Advertisement

.

×