Digital Will: હવે જમીન-મકાનની જેમ ફેસબુક અને વોટ્સએપ પણ વારસામાં આપી શકાશે!
- સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ માટે નવો કાયદો
- મૃત્યુ બાદ પરિવારને મળશે ડિજિટલ એસેટ્સનો કબજો
- ફેસબુક-ઇન્સ્ટા એકાઉન્ટ હવે વારસામાં આપી શકાશે
- કેન્દ્ર સરકાર 'ડિજિટલ વસીયત' માટે ગાઈડલાઈન તૈયાર કરશે
- કોર્ટના ધક્કા ખાધા વગર ડેટા ટ્રાન્સફરની મળશે સુવિધા
અત્યાર સુધી જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે તેની ફિઝિકલ પ્રોપર્ટી જેમ કે બેંક બેલેન્સ કે મિલકત તેના વારસદારોને આપોઆપ ટ્રાન્સફર થઈ જાય છે. પરંતુ ડિજિટલ એસેટ્સ (Digital Assets) ના કિસ્સામાં આવું થતું નથી. વર્તમાન ડિજિટલ પ્રાઇવસી લો (Digital Privacy Law) મુજબ, આ એકાઉન્ટ્સ ખાનગી ગણાય છે અને કંપનીઓ તેને મૃતકના પરિવારને સોંપવા માટે તૈયાર હોતી નથી. આ સમસ્યાને જોતા ભારત સરકાર હવે 'ડિજિટલ વારસદાર' કાયદો એટલે કે ડિજિટલ વિલ (Digital Will) અમલમાં લાવવા જઈ રહી છે.
Digital Will એટલે શું?
આ નવો કાયદો વ્યક્તિને તેની હયાતીમાં જ એક 'ડિજિટલ વારસદાર' નિયુક્ત કરવાની સત્તા આપશે. જે રીતે આપણે જમીન કે મકાન માટે વસીયત લખીએ છીએ, તેવી જ રીતે હવે યુઝર્સ તેમની ડિજિટલ વસીયત (Digital Will) લખી શકશે. આ વસીયતમાં વ્યક્તિ સ્પષ્ટ કરી શકશે કે તેના મૃત્યુ બાદ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, ડેટા અને ઓનલાઈન મેમરીઝનો કબજો કોને આપવો.
Digital Will માં કોર્ટની પ્રક્રિયામાંથી મુક્તિ
હાલના સમયમાં જો કોઈ પરિવાર મૃતકના ડિજિટલ એસેટ્સ મેળવવા માંગે, તો તેમણે કોર્ટની પરવાનગી લેવી પડે છે, જે અત્યંત જટિલ અને લાંબી પ્રક્રિયા છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) જે નવી ગાઈડલાઈન તૈયાર કરી રહ્યું છે, તેનાથી આ મુશ્કેલી દૂર થશે. આ કાયદો લાગુ થયા પછી, ડિજિટલ ડેટા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા જમીન ટ્રાન્સફર કરવા જેટલી જ કાયદેસર અને સરળ બની જશે.
ડિજિટલ એસેટ્સનો વ્યાપ
આ કાયદામાં માત્ર સોશિયલ મીડિયા જ નહીં, પરંતુ ક્રિપ્ટો એસેટ્સ (Crypto Assets), ક્લાઉડ સ્ટોરેજમાં રહેલા ફોટા અને વીડિયો, ડિજિટલ વોલેટ અને ઈ-મેઈલ એકાઉન્ટ્સનો પણ સમાવેશ કરવામાં આવશે. આ પ્રક્રિયાથી લોકોની ડિજિટલ યાદો હંમેશા માટે સુરક્ષિત રહેશે અને તેમના પ્રિયજનો તેનો ઉપયોગ કરી શકશે.
આ પણ વાંચો : WhatsApp Update : આ ફોનમાં હવેથી નહીં ચાલે એપ્લિકેશન, જાણો કારણ !


