Mobile Data Usage: ઈન્ટરનેટ વપરાશમાં મોટો ઉછાળો, ભારતના ટેલિકોમ ક્ષેત્રમાં બદલાશે ભવિષ્ય!
ભારતમાં મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ સતત વધી રહ્યો છે. તાજેતરના એક અહેવાલ મુજબ ભારતીય નાગરિક પોતાના સ્માર્ટફોનમાં દર મહિને 30 જીબી કરતા વધુ ડેટાનો ઉપયોગ કરે છે. આ ડિજિટલ ક્રાંતિ ભવિષ્યમાં 6જી ઈન્ટરનેટની કલ્પના કરવા માટે પ્રેરિત કરે છે. ત્યારે આવો આ બાબતને વિસ્તારથી સમજીએ.
Advertisement
Mobile Data Usage: ભારતમાં ડિજિટલ ક્રાંતિ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. ઈન્ટરનેટના વધતા ઉપયોગ અને ટેકનોલોજીમાં થયેલા ફેરફારોને કારણે ડેટા વપરાશના આંકડા આશ્ચર્યજનક સ્તરે પહોંચ્યા છે. હાલમાં સરેરાશ ભારતીય મોબાઈલ વપરાશકર્તા દર મહિને 37 GB ડેટાનો ઉપયોગ કરે છે. આ લેખમાં આપણે મોબાઈલ ડેટા વપરાશમાં આવેલી તેજી, 5G ના પ્રભાવ અને ભવિષ્યની 6G ટેકનોલોજીની તૈયારીઓ વિશે વિગતવાર માહિતી મેળવીશું.

