ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

India-Pakistan War : ભારત પાસે સાચે જ છે શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર-S400

ભારત પાસે રહેલ S400 સુદર્શન ચક્ર (S400 Sudarshan Chakra) એક સૌથી હાઈટેક લોંગ રેન્જની એર મિસાઈલ ડિફેન્સ સીસ્ટમ છે. આ સુદર્શન ચક્ર સાચે જ તેના નામ પ્રમાણે કારગત સાબિત થયું છે. વાંચો વિગતવાર.
12:41 PM May 09, 2025 IST | Hardik Prajapati
ભારત પાસે રહેલ S400 સુદર્શન ચક્ર (S400 Sudarshan Chakra) એક સૌથી હાઈટેક લોંગ રેન્જની એર મિસાઈલ ડિફેન્સ સીસ્ટમ છે. આ સુદર્શન ચક્ર સાચે જ તેના નામ પ્રમાણે કારગત સાબિત થયું છે. વાંચો વિગતવાર.
S400 Sudarshan Chakra Gujarat First

India-Pakistan War : ભારત પાસે એક સૌથી હાઈટેક લોંગ રેન્જની એર મિસાઈલ ડિફેન્સ સીસ્ટમ છે. જેનાથી પાકિસ્તાનના મિસાઈલ અને ડ્રોનને હવામાં જ ખતમ કરી દેવાયા છે. આ સીસ્ટમ છે સુદર્શન ચક્ર-S400. S400 Sudarshan Chakra વિશેની સંવેદનશીલ માહિતી રજૂ કરવાને બદલે અમે આપને જણાવીશું કે આ પ્રણાલિ વિશેની પ્રાથમિક માહિતી. આ ઉપરાંત આ પ્રણાલિ ભારત-પાકિસ્તાન વોર (India-Pakistan War) માં કઈ રીતે કારગત થઈ છે તે વાંચો.

રશિયાની એર ડિફેન્સ પ્રણાલિ

સુદર્શન ચક્ર-S400 સૌથી હાઈટેક લોંગ રેન્જની એર મિસાઈલ ડિફેન્સ સીસ્ટમ છે. ભારતે આ હવાઈ સંરક્ષણ પ્રણાલી રશિયા પાસેથી ખરીદી છે. આ સિસ્ટમ 1990ના દાયકામાં રશિયામાં વિકસાવવામાં આવી હતી. ત્યારબાદ તેને S-300 સીસ્ટમના એક ભાગ તરીકે અપગ્રેડ તરીકે કરવામાં આવ્યું હતું. 2007માં તેને મંજૂરી આપવામાં આવી હતી. રશિયા હવે વધુ અદ્યતન S-500 સીસ્ટમ પર કામ કરી રહ્યું છે. ભારતે થોડા વર્ષો પહેલા રશિયા પાસેથી આ હવાઈ સંરક્ષણ પ્રણાલી ખરીદવા માટે એક સોદો પણ કર્યો હતો.

આ પણ વાંચોઃ  'ભારત વિજયી છે અને વિજયી રહેશે', CM યોગીએ યુદ્ધ જેવા વાતાવરણમાં પાકિસ્તાનને પડકાર ફેંક્યો

શા માટે થઈ રહી છે પ્રશંસા ?

ગુરુવારે રાત્રે કરવામાં આવેલી કાર્યવાહી બાદ, દરેક જગ્યાએ S-400 સુદર્શન ચક્ર (S400 Sudarshan Chakra) ની ચર્ચા થઈ રહી છે. આની પ્રશંસા એટલા માટે થઈ રહી છે કારણ કે તેની મદદથી પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી તેના ઘણા શહેરોમાં નાશ પામી હતી. S-400 સુદર્શન ચક્ર એ હવામાં જ દુશ્મનની મિસાઈલને નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ (Lord Shree Krishna) ના સુદર્શન ચક્રની જેમ આ એર ડિફેન્સ સીસ્ટમ દુશ્મનની મિસાઈલ અને ડ્રોનને હવામાં જ ટ્રેક કરે છે અને હવામાં (Air-to-air missile defense) જ તેને નષ્ટ કરે છે. મિસાઈલ ઉપરાંત ફાઈટર જેટ પણ સુદર્શન ચક્ર S-400 હવામાં નષ્ટ કરી શકે છે.

(ડિસ્કલેમરઃ આ આર્ટિકલમાં S-400 સુદર્શન ચક્ર વિશેની સંવેદનશીલ માહિતીને બદલે માત્ર પ્રાથમિક માહિતી રજૂ કરવામાં આવી છે. )

આ પણ વાંચોઃ    Pakistan સાથે ભારે તણાવ વચ્ચે PM મોદીએ સરકારી વિભાગોને આપ્યો મોટો સંદેશ

 

Tags :
Air Defense SystemAir-to-air missile defenseDrone defensefighter jetsGujarat FirstGUJARAT FIRST NEWSIndia Pakistan WarIndia's military capabilitiesLong-range air missile defenseMissile defense technologyrussiaS-500 systemS400 missile systemS400 Sudarshan ChakraSudarshan Chakra
Next Article