ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

India-Pakistan War : ભારત સરકારે ઓનલાઈન વોકી-ટોકીના વેચાણ પર લાદ્યો પ્રતિબંધ

અત્યારે India-Pakistan War ચરમસીમા પર છે. આ સ્થિતિમાં ભારત સરકારે ઓનલાઈન ઈ-કોમર્સ વેબસાઈટ્સ પર વેચાતા વોકી-ટોકી (Walkie-talkie) ઉપકરણોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત સરકારે આ નિર્ણય સુરક્ષા સંદર્ભે કર્યો છે. વાંચો વિગતવાર.
01:36 PM May 10, 2025 IST | Hardik Prajapati
અત્યારે India-Pakistan War ચરમસીમા પર છે. આ સ્થિતિમાં ભારત સરકારે ઓનલાઈન ઈ-કોમર્સ વેબસાઈટ્સ પર વેચાતા વોકી-ટોકી (Walkie-talkie) ઉપકરણોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત સરકારે આ નિર્ણય સુરક્ષા સંદર્ભે કર્યો છે. વાંચો વિગતવાર.
Online walkie-talkie sale banned Gujarat First

India-Pakistan War : ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (Central Consumer Protection Authority-CCPA) એ ઓનલાઈન વોકી-ટોકી વેચવા માટેના નિયમો આકરા નિર્ણયો લીધા છે. સરકારે ઘણી ઈ-કોમર્સ વેબસાઈટ્સને નોટિસ મોકલી છે જેમાં ઓનલાઈન પ્લેટફોર્મ (E-commerce platform) પર ઉપલબ્ધ વોકી-ટોકીના વેચાણ પર પ્રતિબંધનો આદેશ કર્યો છે. ભારત સરકારે આ નિર્ણય સુરક્ષા સંદર્ભે કર્યો છે.

Wireless communication નિયમોની વિરુદ્ધ

22 એપ્રિલે પહેલગામ હુમલા બાદ ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે ભારતે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) કર્યુ. આ ઓપરેશન શરુ થયું ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. આ કારણે, CCPA એ સુરક્ષા સંદર્ભે એક આકરો નિર્ણય લીધો છે. જેમાં ઓનલાઈન પ્લેટફોર્મ પરથી વોકી-ટોકી ઉપકરણોના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સીસીપીએએ જણાવ્યું હતું કે વોકી-ટોકી જેવી વસ્તુઓ લાયસન્સ વિના વેચાઈ રહી છે, જે વાયરલેસ કોમ્યુનિકેશન (Wireless communication) નિયમોની વિરુદ્ધ છે. આ ઉપકરણો સરળતાથી ખોટા હાથમાં જઈ શકે છે. જે રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને, ભારત-પાકિસ્તાન સરહદ પર વધતા તણાવને ધ્યાનમાં લેતા સરકાર અત્યારે કોઈ જોખમ લેવા માંગતી નથી.

આ પણ વાંચોઃ  India-pakistanTension : યુદ્ધનો માહોલ છે, શું ATM 2-3 દિવસ બંધ રહેશે? WhatsApp પર ફેક મેસેજ વાયરલ

વોકી-ટોકી ન ખરીદવા ચેતવણી અપાઈ

અહેવાલો અનુસાર કેટલાક ઓનલાઈન પ્લેટફોર્મ પર કોઈપણ ચકાસણી વિના Walkie-talkie વેચાઈ રહ્યા હતા. CCPA એ આવા પ્લેટફોર્મ્સને આ ઉત્પાદનોને તાત્કાલિક દૂર કરવા અને ભવિષ્યમાં પરવાનગી વિના ઓનલાઈન Walkie-talkie વેચવા પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું છે. આ સાથે ગ્રાહકોને એવા ઉપકરણો ખરીદવાનું ટાળવા માટે પણ ચેતવણી આપવામાં આવી છે જેનો ઉપયોગ ગેરકાયદેસર હેતુઓ માટે થઈ શકે છે. નિષ્ણાતો કહે છે કે આ પગલું સુરક્ષાને મજબૂત બનાવવા ઉપરાંત આતંકી તત્વોને નિયંત્રિત કરવામાં પણ મદદ કરશે. હાલમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે નિયમો તોડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ  India-Pakistan War : ભારત પાસે સાચે જ છે શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર-S400

 

Tags :
CCPACentral Consumer Protection AuthorityCross Border TensionsE-commerce platformGujarat FirstGUJARAT FIRST NEWSIndia-Pakistan War 2025Indian governmentOnline walkie-talkie sale bannedOperation Sindoorpahalgam attackSecurity MeasuresWalkie-talkieWalkie-talkie license rulesWireless communication
Next Article