Instagram:જ્યોતિષીની સલાહના ચક્કરમાં યુવતી લાગ્યો 60 લાખનો ચૂનો
- દેશમાં સાયબર ક્રાઈમના કેસ ઝડપથી વધ્યો
- લગ્નના નામે મહિલા સાથે છેતરપિંડી
- જ્યોતિષીની સલાહના ચક્કરમાં ગુમાવ્યા 6 લાખ
Instagram નો ઉપયોગ કરતી વખતે, તમારે સેફ્ટી ટિપ્સનું પણ ધ્યાન રાખવું જોઈએ. આજકાલ દેશમાં સાયબર ક્રાઈમના કેસ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરમાં જ એક આવો જ કિસ્સો જોવા આવ્યો છે, જે ચોંકાવનારો છે. આ કેસમાં પ્રેમ લગ્નના નામે મહિલા પાસેથી લગભગ 6 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. તો ચાલો આખો મામલો જાણીએ અને અમુક સરળ સેફ્ટી ટિપ્સ પણ જણાવીશું જેની મદદથી તમે તમારી જાતને સુરક્ષિત રાખી શકો છો.
જાણો સમગ્ર મામલો
હકીકતમાં, પીડિત મહિલા પ્રિયા ઇલેક્ટ્રોનિક્સ સિટીની રહેવાસી છે અને એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. તેને પોલીસમાં ફરિયાદ કરી કે 5 જાન્યુઆરીએ, તેણીને 'splno1indianastrologer' નામની એક ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ મળી, જેમાં એક અઘોરી બાબાનો ફોટો હતો અને જ્યોતિષમાં કુશળતાનો દાવો કરતો હતો. પોતાના ભવિષ્ય વિશે જાણવા માટે, પ્રિયાએ એકાઉન્ટ પર મેસેજ કર્યો અને એક વ્યક્તિએ તેનો સંપર્ક કર્યો. આ બાદ WhatsApp દ્વારા તેનું નામ અને જન્મ તારીખ તેની સાથે શેર કર્યા પછી, છેતરપિંડી કરનારે તેને કહ્યું કે તે પ્રેમ લગ્ન કરશે, પરંતુ તેની કુંડળીમાં કેટલીક જ્યોતિષીય સમસ્યાઓ હતી. આ માટે મહિલાને ખાસ પૂજા કરવાનું કહેવામાં આવ્યું.
આ પણ વાંચો -iPhone 16e લોન્ચ થતાંની સાથે જ ત્રણ iPhone મોડેલ બંધ, વેબસાઇટ પરથી પણ હટાવાયા
મહિલા સાથે છેતરપિંડી થઈ
શરૂઆતમાં મહિલાને 1,820 રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. મહિલાએ કોઈ પણ ખચકાટ વગર સહમતી આપી અને પૈસા મોકલી દીધા. ધીમે ધીમે તેને વધુ પૈસાની મગવાનું શરૂ કર્યું. જ્યારે મહિલાને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે, ત્યારે તે લગભગ 6 લાખ રૂપિયા આપી ચૂકી હતી.
આ પણ વાંચો -Instagram:જો વારેવારે આ ભૂલો કરતાં હોય તો થઈ જાવ સાવધાન!
Instagram નો ઉપયોગ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું
- સૌ પ્રથમ તમારે એપ ખોલવી પડશે.
- પ્રોફાઇલ પર ગયા પછી, જમણી બાજુએ '3 dots' પર ક્લિક કરો.
- અહીં તમને એકાઉન્ટ સેન્ટર દેખાશે.
- એકાઉન્ટ સેન્ટર બાદ તમે 'પાસવર્ડ અને સિક્યોરીટી' પર જાઓ.
- તેમાં ગયા પછી, 'Where are you logged in' પર જાઓ.
- અહીં તમને તે બધા ડિવાઇઝનું લિસ્ટ દેખાશે જ્યાંથી તમારું એકાઉન્ટ લોગ ઈન થયું હતું.


