Instagram માં મોટો ફેરફાર: હવે 30 હેશટેગ ભૂલી જાઓ, જાણો નવો નિયમ
- Instagram 5 Hashtag Limit : હવે મહત્તમ 5 હેશટેગ જ વાપરી શકાશે
- મેટાએ કન્ટેન્ટની ક્વોલિટી સુધારવા માટે લીધો મોટો નિર્ણય
- વધારે પડતા હેશટેગ વાપરવાથી હવે પોસ્ટ વાયરલ નહીં થાય
- એલ્ગોરિધમ મુજબ ચોક્કસ અને વિષયને લગતા ટેગ્સ જ કામ કરશે
- કન્ટેન્ટ ક્રિએટર્સ માટે ઇન્સ્ટાગ્રામે નવી ગાઈડલાઈન જાહેર કરી
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ (Instagram) તેના યુઝર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે એક મોટો ફેરફાર લાવ્યું છે. અત્યાર સુધી રીલ્સ કે પોસ્ટને વાયરલ કરવા માટે લોકો ઢગલાબંધ હેશટેગનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે આ રણનીતિ કામ નહીં આવે. મેટા (Meta) ની માલિકીના આ પ્લેટફોર્મે સ્પષ્ટ કર્યું છે કે કન્ટેન્ટની ક્વોલિટી અને રીચ સુધારવા માટે હેશટેગની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે.
હવે માત્ર 5 જ હેશટેગની મર્યાદા
ઇન્સ્ટાગ્રામ પર અત્યાર સુધી એક પોસ્ટમાં મહત્તમ 30 હેશટેગ વાપરવાની મંજૂરી હતી. જોકે, નવા અપડેટ મુજબ હવે ક્રિએટર્સ માત્ર 5 હેશટેગનો જ ઉપયોગ કરી શકશે. કંપનીનું માનવું છે કે બિનજરૂરી અને વધુ પડતા હેશટેગ કન્ટેન્ટની પર્ફોર્મન્સ સુધારવાને બદલે તેને નબળી પાડે છે. સાચા અને કન્ટેન્ટને અનુરૂપ હેશટેગ વાપરવાથી પોસ્ટ યોગ્ય ઓડિયન્સ સુધી ઝડપથી પહોંચી શકે છે.
View this post on Instagram
Instagram 5 Hashtag Limit : ક્વોલિટી પર આપો ધ્યાન, ક્વોન્ટિટી પર નહીં
ઇન્સ્ટાગ્રામે તેના સત્તાવાર ક્રિએટર્સ એકાઉન્ટ દ્વારા સલાહ આપી છે કે હવે 'જથ્થા' કરતા 'ગુણવત્તા' વધુ મહત્વની છે. જો તમે બ્યુટી ટિપ્સ આપો છો, તો માત્ર તે વિષયને લગતા જ 5 ચોક્કસ હેશટેગ પસંદ કરો. જેનરિક અથવા વિષય બહારના ટેગ્સ લગાવવાથી એલ્ગોરિધમ કન્ફ્યુઝ થાય છે અને તમારી રીચ ઘટી શકે છે.
Instagram 5 Hashtag Limit : શા માટે #Viral કે #Explore વાપરવાનું બંધ કરવું જોઈએ?
ઘણા યુઝર્સ એવું માને છે કે #Viral, #Explore કે #FYP જેવા હેશટેગ લગાવવાથી વિડિયો વાયરલ થાય છે. પરંતુ ઇન્સ્ટાગ્રામના મતે આ એક ભ્રમણા છે. આવા સામાન્ય હેશટેગ્સ એક્સપ્લોર ફીડમાં પહોંચવામાં મદદરૂપ થતા નથી. કંપનીના વરિષ્ઠ અધિકારીઓએ અગાઉ પણ સ્પષ્ટ કર્યું છે કે હેશટેગ હવે પ્લેટફોર્મ પર વિઝિબિલિટી વધારવાનું મુખ્ય સાધન રહ્યા નથી.
ક્રિએટર્સ માટે નવી ગાઈડલાઈન 2011માં શરૂ થયેલું હેશટેગ ફીચર હવે એક નવા યુગમાં પ્રવેશ્યું છે. ઇન્સ્ટાગ્રામે આ ફેરફાર કરતા પહેલા કેટલાક યુઝર્સ પર માત્ર 3 હેશટેગની લિમિટનું પરીક્ષણ પણ કર્યું હતું, પરંતુ અંતે 5ની સંખ્યા ફાઈનલ કરવામાં આવી છે. હવે ક્રિએટર્સે હેશટેગ શોધવામાં સમય બગાડવાને બદલે કન્ટેન્ટને વધુ આકર્ષક બનાવવા પર ધ્યાન આપવું પડશે.
આ પણ વાંચો : માત્ર રૂ. 3,333 માં Google Pixel ફોન ખરીદો, જાણો શું છે Upgrade Program


