Instagram Plus Subscription Plan : શું હવે ઈન્સ્ટાગ્રામ વાપરવા માટે તમારે પૈસા આપવા પડશે? જાણો મેટાના નવા અપડેટ માટે
મેટાએ સત્તાવાર રીતે 'Instagram Plus' પ્રીમિયમ સબસ્ક્રિપ્શન ગ્લોબલ સ્તરે લોન્ચ કર્યું છે. જેમાં સ્ટોરી એક્સટેન્ડ (૪૮ કલાક), સુપર હાર્ટ્સ, એડવાન્સ ઇનસાઇટ્સ અને પિન પોસ્ટની મર્યાદા વધારીને ૬ જેવી ખાસ સુવિધાઓ આપવામાં આવી છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે હાલનું ઈન્સ્ટાગ્રામ ફ્રી રહેશે અને આ પ્લાન માત્ર ક્રિએટર્સ અને પાવર યુઝર્સ માટે વૈકલ્પિક છે, જેઓ વધુ કંટ્રોલ અને કસ્ટમાઈઝેશન ઈચ્છે છે.
Advertisement
Instagram Plus Subscription Plan : સોશિયલ મીડિયાના દિગ્ગજ પ્લેટફોર્મ મેટાએ 5 જૂન, 2026 ના રોજ 'Instagram Plus Subscription Plan' વિશ્વભરમાં લોન્ચ કરીને સોશિયલ મીડિયાની દુનિયામાં મોટી હલચલ મચાવી દીધી છે. ઈન્સ્ટાગ્રામ સીઈઓ એડમ મોસેરીએ આ અંગે જાણકારી આપી છે. આ પ્રીમિયમ પ્લાન એક્સક્લુઝિવ ફીચર્સ અને એડવાન્સ ટૂલ્સ સાથે આવ્યો છે, જે ક્રિએટર્સ અને પાવર યુઝર્સના સોશિયલ મીડિયા અનુભવને એક નવા સ્તરે લઈ જશે.

