Instagram Reels માં નવું મજેદાર ફીચર આવશે, મોટી કમાણીનો માર્ગ ખુલશે
Instagram Reels : ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રીલ્સ જોનારાઓ માટે એક મોટો ફેરફાર આવી રહ્યો છે. મેટાએ તેના બંને લોકપ્રિય પ્લેટફોર્મ પર રીલ્સ માટે એક નવી 'સિરીઝ' સુવિધાનું (Series Feature) પરીક્ષણ શરૂ કર્યું છે. જે નેટફ્લિક્સ કે યુટ્યુબ પર વેબ સિરીઝના જુદા જુદા એપિસોડ જોવા જેવું હશે. આ નવી સુવિધા સાથે, તમારે હવે કોઈ ક્રિએટરની રીલ્સનો 'ભાગ 2' અથવા 'ભાગ 3' શોધવા માટે તેમની પ્રોફાઇલ સ્ક્રોલ કરવાની જરૂર રહેશે નહીં.
Instagram Reels, વીડિયોને બંડલની જેમ જોડી શકાશે
મેટાની આ નવી 'સિરીઝ' સુવિધા ખાસ કરીને એવા ક્રિએટર માટે બનાવવામાં આવી છે, જેઓ અનેકવિધ ભાગોમાં વીડિઓ બનાવે છે. આમાં, પસંદ કરેલા ક્રિએટર્સ તેમની નવી અને જૂની રીલ્સને એક જ શ્રેણીમાં જોડી શકશે. આ શ્રેણીની દરેક રીલ એક 'એપિસોડ' તરીકે કાર્ય કરશે. ઉદાહરણ તરીકે, જો કોઈ ક્રિએટર '10 દિવસમાં અંગ્રેજી બોલવાનું શીખો' અથવા '7 દિવસ રસોઈ ચેલેન્જ' જેવી શ્રેણી ચલાવી રહ્યો હોય, તો તે આ બધા 10 કે 7 વિડિઓઝને એક જ જગ્યાએ બંડલની જેમ જોડી શકશે.
Instagram Reels, યુઝર્સને તાત્કાલિક અપડેટ મળશે
મેટાએ પુષ્ટિ આપી છે, કે આ નવી સુવિધા ક્રિએટરની પ્રોફાઇલ પર એક અલગ 'શ્રેણી' ટેબ તરીકે દેખાશે. આ ટેબ પર ક્લિક કરતાની સાથે જ દરેક શ્રેણીનું પોતાનું અલગ પેજ ખુલશે. વધુમાં, જો કોઈ યુઝર ફીડ સ્ક્રોલ કરતી વખતે કોઈ એપિસોડ પર પહોંચે છે, તો તેઓ ત્યાંથી આખી શ્રેણી ખોલી શકે છે. યુઝર્સ પાસે શ્રેણીને સેવ કરવાનો વિકલ્પ પણ હશે, જેથી જ્યારે પણ નિર્માતા નવો એપિસોડ અપલોડ કરે, ત્યારે યુઝર્સને તાત્કાલિક અપડેટ મળે.
એપ પરના વિતાવેલો સમય વધશે
આ નવા ફીચરના આગમન સાથે, એ સ્પષ્ટ છે કે, મેટા હવે યુઝર્સને લાંબા સમય સુધી એપ પર જોડી રાખવા માંગે છે. છૂટાછવાયાને બદલે, સંગઠિત અને સુવ્યવસ્થિત વીડિઓઝને જોવાથી, યુઝર્સમાં સતત જોવાની ટેવ બને છે. આનાથી ક્રિએટર્સ માટે Instagram અને Facebook પર વિતાવેલા સમયને પણ નોંધપાત્ર રીતે વધારશે.
લાઇવ કરવામાં આવ્યું
સર્જકો માટે સૌથી મોટી ખુશીની વાત એ છે કેસ મેટા આ સુવિધા દ્વારા મોટી કમાણીની તક પર પણ વિચાર કરી રહી છે. જો કે, કંપનીએ હજુ સુધી ચોક્કસ કમાણી મોડેલ જાહેર કર્યું નથી. હાલમાં, આ પરીક્ષણ ખૂબ જ મર્યાદિત સંખ્યામાં ક્રિએટર્સ માટે લાઇવ કરવામાં આવ્યું છે, જેઓ પહેલાથી જ ભાગોમાં વીડિયોઝ બનાવે છે. તે ટૂંક સમયમાં બધા માટે રોલઆઉટ થઈ શકે છે.
આ પણ વાંચો - New mAadhaar App : જૂની એપમાંથી ડેટા આ રીતે સરળતાથી ટ્રાન્સફર કરો !


