iPhone price in India: અમેરિકા-દુબઈમાં સસ્તો મળતો ‘iPhone’ ભારતમાં મોંઘો કેમ?, સમજો કારણ
- iPhone price in India: ભારતમાં આઈફોન મોંઘો કેમ છે
- શું ટેક્સના લીધે ફોન મોંઘો છે?
- ભારત કરતા અમેરિકા, દુબઈમાં સસ્તો!
iPhone price in India: દુનિયાભરમાં મોટાભાગના લોકોને iPhone રાખવાનો ભારે ક્રેઝ છે. ભારત સહિત વૈશ્વિક સ્તરે આ મોબાઈલનો ક્રેઝ દિવસેને દિવસે વધતો જાય છે. મોંઘા હોવા છતા લોકો કોઈ પણ ભોગે આ ફોન ખરીદીને શો-ઓફ કરતા હોય છે. પણ શું તમને ખબર છે કે, આ આઈફોન અન્ય દેશોની સરખામણીએ ભારતમાં ઊંચા ભાવે વેંચાય છે. કંપની ભારતમાં જ એસેમ્બલ કરે છે. તેમ છતા આઈફોન દરેક ભારતીય નાગરિક તેને ખરીદી નથી શકતી.
iPhone price in India: અમેરિકા-દુબઈમાં શું છે ભાવ?
iPhone 17 Pro ના 256GB સ્ટોરેજ વેરિઅન્ટ (Storage variant) ની કિંમત ભારતમાં 1 લાખ 34 હજારથી વધુ છે. જ્યારે દુબઈમાં તેની કિંમત AED4699 (આશરે 1 લાખ 14 હજાર 990) છે. હવે યુએસમાં iPhone 17 Pro ના આ જ વેરિઅન્ટની કિંમત $1099 (આશરે 99 હજાર) છે. આ કિંમતો જાણીને તમને વિચાર થશે કે આટલો બધો તફાવત કેમ છે. હવે તે જાણવા માટે કેટલુંક ગણિત સમજવું પડશે. જે આ મુજબ છે.
આ પણ વાંચો---------- Technology-2026: હવે અરીસો બતાવશે તમારું સ્વાસ્થ્ય! સ્માર્ટ ગ્લાસ સ્કેન કરશે તમારું આરોગ્ય!
iPhone price in India: કારણ શું છે?
ભારતમાં એસેમ્બલી હોવાને કારણે iPhones પર હવે આયાત શુલ્ક લાગતો નથી. તેમ છતાં કર માળખું હજુ પણ ઊંચા ભાવમાં ફાળો આપે છે. જ્યારે iPhones ભારતમાં એસેમ્બલ થાય છે. ત્યારે તેના મોટાભાગના પાર્ટ્સ, જેમ કે OLED ડિસ્પ્લે (Display), ચિપ્સ (Chips) અને કેમેરા મોડ્યુલ (Camera module) બહારથી આયાત કરવાની ફરજ પડે છે. આયાતી ભાગો પર લાદવામાં આવતી ઊંચી આયાત શુલ્ક ઉત્પાદન ખર્ચમાં વધારો કરે છે.
ઉપરાંત ભારતમાં સ્માર્ટફોન પર 18 ટકા GST વસૂલવામાં આવે છે. જે અંતિમ કિંમતમાં વધારો કરે છે. આને આપણે સરળ ઉદાહરણ તરીકે સમજીએ, જેમકે, જો iPhone ની કિંમત 1 લાખ રૂપિયા હોય તો GST ઉમેરીને તેની કિંમત 1 લાખ 18 હજાર રૂપિયા થશે. iPhone ના પાર્ટ્સ (Parts) પર આયાત ડ્યુટી અને ફોન પર GST જેવા કર, તેની કિંમતમાં વધારો કરે છે. જેના કારણે ભારતમાં iPhone ની કિંમત અન્ય દેશોની તુલનામાં વધારે છે.
નોંધનીય છે કે, ભારતમાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ (Tata Electronics), ફોક્સકોન (Foxconn)અને પેગાટ્રોન દ્વારા સંચાલિત ફેક્ટરીઓમાં આઇફોન એસેમ્બલ કરવામાં આવે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે આખો આઇફોન ભારતમાં બને છે. એસેમ્બલિંગ અને ઉત્પાદનમાં તફાવત છે. ફોનના કેટલાક પાર્ટ્સ બહારથી આયાત કરવામાં આવે છે. જેની એસેમ્બલી હાલમાં ભારતમાં થાય છે. જેનાથી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થતો નથી.
આ પણ વાંચો----------- WhatsApp એ યુઝર્સ માટે સુવિધાઓનો ખજાનો ખોલ્યો, જાણો શું છે ખાસ
આ પણ વાંચો-----------Google Map લાવ્યું કમાલનું ફીચર, પાર્કિંગમાં મુકેલી કારને શોધવું બનશે આસાન


