Oracle બાદ Google-Meta સહિત 18 અમેરિકી કંપનીઓ ઈરાનના નિશાના પર! જો હુમલો થયો તો શું થશે?
મધ્ય પૂર્વના યુદ્ધમાં હવે ડિજિટલ હથિયારોનો યુગ શરૂ થયો છે. ઈરાને (Iran) Oracle બાદ હવે Google, Meta અને Apple જેવી 18 અમેરિકી ટેક કંપનીઓને સીધી ચેતવણી આપી છે. આ કંપનીઓના ડેટા સેન્ટર (Data Center) પર હુમલો થવાથી વૈશ્વિક ઈન્ટરનેટ સેવાઓ ઠપ્પ થઈ શકે છે. ટેકનોલોજી અને જાસૂસીના ગંભીર આરોપો વચ્ચે હવે દુનિયા પર ડિજિટલ બ્લેકઆઉટનું જોખમ તોળાઈ રહ્યું છે.
Advertisement
- Iran Targets Tech Giants : 18 અમેરિકી કંપનીઓ ઈરાનના નિશાના પર!
- Oracle બાદ Google, Meta અને Apple ને ઈરાને આપી સીધી ધમકી
- ટેક કંપનીઓને જાસૂસીમાં મદદ કરવા બદલ 'આતંકી' જાહેર કરાઈ
- કર્મચારીઓને તાત્કાલિક ઓફિસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર છોડી દેવા ચેતવણી
- હુમલો થયો તો વૈશ્વિક ક્લાઉડ અને AI સેવાઓ થઈ શકે છે પ્રભાવિત
Iran Targets Tech Giants : મધ્ય પૂર્વમાં ચાલી રહેલો તણાવ હવે હથિયારોથી આગળ વધીને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી પહોંચી ગયો છે. ઈરાને (Iran) તાજેતરમાં દાવો કર્યો છે કે તેણે સંયુક્ત આરબ અમીરાત (UAE) માં સ્થિત અમેરિકી ટેક દિગ્ગજ ઓરેકલના ડેટા સેન્ટર [Oracle Data Center] પર હુમલો કર્યો છે. જો આ દાવો સાચો સાબિત થાય, તો તે સંકેત છે કે હવે વૈશ્વિક યુદ્ધમાં ટેકનોલોજી અને ડેટા સેન્ટર્સ સીધા નિશાના પર છે.

