શું આપની કાર સજ્જ છે આ Smart Gadgets થી ? જાણી લો ફાયદા...
- આપની કારને આ Smart Gadgets થી બનાવો સાચા અર્થમાં સ્માર્ટ કાર
- માત્ર આપની કાર જ નહિ પરંતુ આપની સેફટી માટે પણ જરુરી છે આ Smart Gadgets
- ડ્રાઈવિંગ દરમિયાન રોડ પરથી ધ્યાન હટે નહિ તે રીતે Smart Gadgets પૂરી પાડશે ઈન્ફોર્મેશન
Smart Gadgets : આપની કારને સાચા અર્થમાં સ્માર્ટ બનાવતા કેટલાક સ્માર્ટ ગેજેટ્સ (Smart Gadgets) હોવા અનિવાર્ય છે. આ સ્માર્ટ ગેજેટ્સની ગેરહાજરીમાં આપની કાર અને આપને કેટલાક જોખમોનો ભોગ બનવું પડી શકે તેમ છે. આ ઉપરાંત આ Smart Gadgets થી તમારી કારના ફીચર્સમાં વધારો થશે જેથી આપને મળશે બેસ્ટ ડ્રાઈવિંગ એકસપીયરન્સ (Best Driving Experience).
હેડ-અપ ડિસ્પ્લે (HUD)
ઓટોમોબાઈલ સેક્ટરમાં અત્યંત ફેમસ અને પોપ્યુલર એવું સ્માર્ટ ગેજેટ એટલે હેડ-અપ ડિસ્પ્લે (Head-up Display-HUD). આ સ્માર્ટ ગેજેટ એક પારદર્શક સ્ક્રીન છે. જે તમને ડ્રાઈવિંગ દરમિયાન કારની વિન્ડશિલ્ડ પર ગતિ, નેવિગેશન સહિતની મહત્વની ઈન્ફોર્મેશનનું ડિસ્પ્લે કરે છે. જેથી ડ્રાઈવિંગ દરમિયાન તમારુ ધ્યાન રોડ પરથી હટતું નથી અને આપને જરુરી માહિતી જાણી શકો છો. આ Smart Gadget થી તમારી કાર વધુ સેફ અને સ્માર્ટ બનશે.
ડેશ કેમ (Dash Cam)
Dash Cam એ કોઈપણ કાર માટે એક આવશ્યક અને અનિવાર્ય Smart Gadget છે. આ ગેજેટ આપની Safety સાથે પણ સંકળાયેલ છે. કારના ડેશબોર્ડ પર લગાવવામાં આવેલા નાના કેમેરાને Dash Cam કહેવામાં આવે છે. જે માર્કેટમાં વિવિધ મોડેલોમાં ઉપલ્બ્ધ છે. આપને ડ્રાઈવિંગ વખતે વીડિયો રેકોર્ડ કરવાની સુવિધાઓ મળે છે. ઘણા Dash Cam મોશન ડિટેક્શન, નાઈટ વિઝન અને GPS ટ્રેકિંગ જેવી સુવિધાઓ સાથે પણ આવે છે. તેની મદદથી તમે ડ્રાઈવિંગ દરમિયાન થતી દરેક એક્ટિવિટીને રેકોર્ડ કરી શકો છો અને તેને એવિડન્સ તરીકે પણ રાખી શકો છો. જ્યારે તમે ડ્રાઈવિંગ કરતા ન હોવ ત્યારે આ કેમેરા તમને તમારા સ્માર્ટ ફોન પર કારની પોઝિશન શો કરે છે.
આ પણ વાંચોઃ Elon Musk સાથે કરેલ છેતરપિંડી પાકિસ્તાનને ભારે પડશે...!!!
ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (Tire Pressure Monitoring System - TPMS)
તમારી કારના ટાયર સુરક્ષિત હશે તો જ તમે સુરક્ષિત જર્ની કરી શકશો. તમારી કારના ટાયરમાં એર પ્રેશરને ચેક કરવા માટે બેસ્ટ ગેજેટ છે Tire Pressure Monitoring System. આ એક નાનું ગેજેટ છે જે તમને તમારા ટાયરના હવાના દબાણની વાસ્તવિક સ્થિતિ જણાવી દે છે. જેથી તમે ટાયરના ઓછા એર પ્રેશર સાથેના ડ્રાઈવિંગથી બચી શકો છો. ઉલ્લેખનીય છે કે જો તમે તમારી કારને યોગ્ય ટાયર એર પ્રેશર સાથે નહિ ચલાવો તો ટાયરની સાથે સાથે એન્જિનને પણ નુકસાન થઈ શકે છે. આ નાનું ગેજેટ તમને ટાયર પંચર થાય તે પહેલાં જ હવા લીક થવા વિશે જણાવી દે છે. બજારમાં Tire Pressure Monitoring System (TPMS) ઉપલબ્ધ છે જેને વાયરલેસ TPMS મોબાઈલ એપ્લિકેશન સાથે લિંક કરી શકાય છે.
આ પણ વાંચોઃ AC Tips : મે મહિનામાં કેટલા તાપમાને AC ચલાવવું જોઈએ, 18, 22 કે 24 ડિગ્રી!