ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ISRO Venus Mission માટે એરોબ્રેકિંગ તકનીકનો કેવી રીતે કરશે ઉપયોગ, જાાણો

Venus નું વાતાવરણ 96 ટકા કાર્બન ડાયોક્સાઇડથી ભરેલું છે Aerobraking Technique નો ઉપયોગ કરવા જઈ રહ્યું છે 2020 માં Venus પર ફોસ્ફરસ ગેસ મળી આવ્યો હતો Isro Venus Mission : ISRO એ Venus ગ્રહ સુધી પહોંચવાની તૈયારીઓ શરૂ કરી...
06:26 PM Oct 22, 2024 IST | Aviraj Bagda
Venus નું વાતાવરણ 96 ટકા કાર્બન ડાયોક્સાઇડથી ભરેલું છે Aerobraking Technique નો ઉપયોગ કરવા જઈ રહ્યું છે 2020 માં Venus પર ફોસ્ફરસ ગેસ મળી આવ્યો હતો Isro Venus Mission : ISRO એ Venus ગ્રહ સુધી પહોંચવાની તૈયારીઓ શરૂ કરી...
Isro Venus Mission

Isro Venus Mission : ISRO એ Venus ગ્રહ સુધી પહોંચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે ઉપરાંત ભારત સરકારે પણ ISRO ના આ મિશનને મંજૂરી આપી છે. પરંતુ આ મિશનને ત્યારે લોન્ચ કરાશે, જ્યારે પૃથ્વી અને Venus બંને એકબીજાની સૌથી નજીક જોવા મળશે. બીજી તરફ ખાસ વાત એ છે કે, ISRO પ્રથમ વખત આ મિશન માટે Aerobraking Technique નો પ્રયોગ કરશે. કારણ કે... પૃથ્વીથી Venus ગ્રહનું અંતર આશરે 4 કરોડ કિલોમીટર છે. Venus એ પૃથ્વીનો જોડિયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે.

Venus નું વાતાવરણ 96 ટકા કાર્બન ડાયોક્સાઇડથી ભરેલું છે

પૃથ્વીની તુલનામાં Venus ખૂબ જ ગરમ ગ્રહ માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોના મત અનુસાર Venus નું તાપમાન અંદાજે 462 ડિગ્રી સેલ્સિયસ છે. જે સૂર્યની સૌથી નજીકના ગ્રહ બુધ કરતાં વધુ ગરમ છે. આ પૃથ્વીના વાતાવરણીય દબાણને કારણે છે, જે પૃથ્વી કરતા Venus પર ઘણું વધારે છે. Venus નું વાતાવરણ પણ લગભગ 96 ટકા કાર્બન ડાયોક્સાઇડથી ભરેલું છે. તે 243 દિવસમાં પૃથ્વીની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરે છે.

આ પણ વાંચો: Private Jet:આ ભારતીયો પાસે છે દુનિયાનાં સૌથી મોંઘા પ્રાઈવેટ જેટ, કિંમત જાણી ચોંકી જશો!

Aerobraking Technique નો ઉપયોગ કરવા જઈ રહ્યું છે

Aerobraking Technique એ એક એવી પ્રક્રિયા છે, જેના દ્વારા ગ્રહની ભ્રમણકક્ષામાં ઉપલબ્ધ વાતાવરણની મદદથી અવકાશયાનની ગતિ ઓછી કરવામાં આવે છે. તેના કારણે ઈંઘણની બચત થાય છે. ISRO એ Venus મિશનમાં પ્રથમ વખત Aerobraking Technique નો ઉપયોગ કરવા જઈ રહ્યું છે, તેમાં અવકાશયાન પહેલા પૃથ્વીની ભ્રમણકક્ષામાં કરશે. અને તે પછી લોન્ચ બાદ પૃથ્વી પરથી Venus ની સૌથી બહારની કક્ષામાં પહોંચશે. આ ક્રિયામાં 140 દિવસ લાગશે. આ પછી અવકાશયાનની Aerobraking Technique Venus ના વાતાવરણ અને વાયુઓને કારણે તેની ગતિ ઓછી કરશે, જે તેને Venus ની નજીકની ભ્રમણકક્ષામાં જવા માટે મદદ કરશે.

2020 માં Venus પર ફોસ્ફરસ ગેસ મળી આવ્યો હતો

એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, માર્ચ 2028 માં લોન્ચ કરવામાં આવી શકે છે. જોકે 2020 માં Venus પર ફોસ્ફરસ ગેસ મળી આવ્યો હતો. ત્યારબાદ અમેરિકા, રશિયા અને ચીન જેવા દેશોએ Venus મિશન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આવી સ્થિતિમાં Venus પર જીવનની શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે. અમેરિકા, સોવિયેત યુનિયન, યુરોપિયન સ્પેસ એજન્સી અને જાપાન પહેલાથી જ Venus પર તેમના મિશન શરૂ કરી ચૂક્યા છે.

આ પણ વાંચો: Flipkart નો 'Big Diwali Sale', iPhone નાં આ ફોન પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ ઓફર્સ!

Tags :
2028 LaunchAero-brakingClosest planet to EarthEarth vs venusEvening starGujarat FirstIndia Space ProgramIndia Today ScienceIsro Venus missiobIsro Venus MissionIsro Venus mission detailsMorning starscience newsShukra MissionShukrayaanShukrayaan-1Space ExplorationVenus OrbitVenus OrbiterVenus orbiter missionVOMWhere is Venus
Next Article