Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ISRO કરશે શુક્ર ગ્રહના રહસ્યોને ઉજાગર! કેમ શુક્ર ગ્રહ પર છે ISRO ની નજર?

સ્પેસ અને Venus Planetના રહસ્યો ઈસરો દ્વારા ઉજાગર કરાશે Venus Planet નું સ્પેસક્રાફ્ટ સૌથી અદ્યતન સ્પેસક્રાફ્ટ Venus Planet અને પૃથ્વીને બહેન ગ્રહો પણ કહેવામાં આવે છે ISRO Venus Orbiter Mission : સુરજ અને ચંદ્ર પછી ભારતની નજર Venus Planet...
isro કરશે શુક્ર ગ્રહના રહસ્યોને ઉજાગર  કેમ શુક્ર ગ્રહ પર છે isro ની નજર
  • સ્પેસ અને Venus Planetના રહસ્યો ઈસરો દ્વારા ઉજાગર કરાશે
  • Venus Planet નું સ્પેસક્રાફ્ટ સૌથી અદ્યતન સ્પેસક્રાફ્ટ
  • Venus Planet અને પૃથ્વીને બહેન ગ્રહો પણ કહેવામાં આવે છે

ISRO Venus Orbiter Mission : સુરજ અને ચંદ્ર પછી ભારતની નજર Venus Planet ટકાવી રાખવામાં આવી છે. કારણ કે... કેન્દ્રીય કેબિનેટે ચાર સ્પેસ પ્રોજેક્ટ ઉપર માહોર લગાવી છે. તેમાંથી એક Venus Planet થી જોડાયેલું મિશન છે. વીનસ ઓર્બિટર મિશન નામ આપવામાં આવ્યું છે. તો પીએમ મોદીએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરની આ વાતની પુષ્ટિ કરી હતી. પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, માર્ચ 2028 માં મિશનને લોન્ચ કરવામાં આવશે. આ મિશનને ISRO દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. VOM માટે ભારતે 1236 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. તેમાં 824 કરોડ રૂપિયા માત્ર સ્પેસક્રાફ્ટ બનાવવા માટે લગાવ્યા છે.

Advertisement

સ્પેસ અને Venus Planetના રહસ્યો ઈસરો દ્વારા ઉજાગર કરાશે

પીએમ મોદીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, આ મિશન માટે Venus Planet ની ઊંડાઈનો અભ્યાસ કરવામાં આવશે. તે ઉપરાંત સ્પેસ અને Venus Planet વચ્ચે રહેલા રહસ્યો પણ ઈસરો દ્વારા ઉજાગર કરવામાં આવશે. તે ઉપરાંત આ VOM ની મદદથી ઈસરો Venus Planet ની કક્ષામાં સ્પેસક્રાફ્ટ મોકલશે. ત્યારે અનેક પ્રયોગ કરવામાં આવશે. તે ઉપરાંત Venus Planet ની ભૂમી પર પરિક્ષણ કરવામાં આવશે. તે ઉપરાંત ત્યાંના વાતાવરણનો પણ અભ્યાસ કરવામાં આવશે. કારણ કે... Venus Planet સૌરમંડળનો સૌથી વધુ ગરમ ગ્રહ છે. અહીંયા સુર્યની અસરને સમજવા માટે અભ્યાસ કરવામાં આવશે.

આ પણ વાંચો: 8 Billion Years દૂરથી ધરતી પર આવ્યો સંદેશ, એલિયન્સે મોકલ્યું છે Signal?

Advertisement

Venus Planet નું સ્પેસક્રાફ્ટ સૌથી અદ્યતન સ્પેસક્રાફ્ટ

ISRO ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ એક VOM મિશન છે. આ VOM માટે મોકલવામાં આવતા સ્પેસક્રાફ્ટને Venus Planet ની કક્ષામાં મોકલવામાં આવશે, પરંતુ સ્પેસક્રાફ્ટને Venus Planet ની ભૂમિ પર ઉતારવામાં આવશે નહીં. સ્પેસક્રાફ્ટને આવી જ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે, Venus Planet ની ધરા ઉપર ઉતર્યા વિના તમામ અભ્યાસ કરવામાં સક્ષમ છે. બસ આજ કારણ છે કે, Venus Planet નું સ્પેસક્રાફ્ટ અત્યાર સુધીનું સૌથી અદ્યતન સ્પેસક્રાફ્ટ સાબિત થશે.

Advertisement

Venus Planet અને પૃથ્વીને બહેન ગ્રહો પણ કહેવામાં આવે છે

Venus Planet નો અભ્યાસ પૃથ્વીને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે. Venus Planet પર થયેલા ફેરફારોના કારણોનો અભ્યાસ કરવામાં આવશે. કારણ કે... એક સમયે પૃથ્વી સમાન Venus Planet હતો. Venus Planet અને પૃથ્વીને બહેન ગ્રહો પણ કહેવામાં આવે છે. આ સંદર્ભમાં બંનેના વિકાસને સમજવામાં મદદ કરશે. Venus Planet નું કદ અને વજન સહિત ઘણી બાબતોમાં પૃથ્વી સમાન છે. સૂર્ય પછી આ બીજા ગ્રહમાં ગાઢ વાતાવરણ અને સલ્ફ્યુરિક એસિડથી બનેલા વાદળો છે. Venus Planet ની સપાટી પરનું વાતાવરણીય દબાણ સમુદ્ર સપાટી પર પૃથ્વીના દબાણ કરતા 90 ગણું વધારે છે.

આ પણ વાંચો: US Air Force એ પરમાણુ બોમ્બથી સજ્જ એરક્રાફ્ટને કર્યું તૈયાર, જુઓ વીડિયો

Tags :
Advertisement

.