અંતરિક્ષમાં કામ કરવું વધુ ઝડપી બનશે, ISS એ લીધો સૌથી મોટો નિર્ણય
- ISS Upgradation માં નવા લેપટોપ વર્કસ્ટેશનને સમાવાયા
- શક્તિશાળી સુવિધા સાથેના લેપટોપ કામગીરી અસરકારક બનાવશે
- આગામી સમયમાં ફરી ટેક્નોલોજી અપગ્રેડ થવાની શક્યતાઓ ઓછી
ISS Upgradation : અવકાશમાં કામ કરતા અવકાશયાત્રીઓને પણ સમયાંતરે તેમના ઉપકરણો અપડેટ કરવાની જરૂર પડે છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (International Space Station) પર હવે નવા અને વધુ શક્તિશાળી લેપટોપનો (Powerful Laptop Upgradation) ઉપયોગ થઈ રહ્યો છે. NASA અનુસાર, Expedition 74 ક્રૂ જૂની સિસ્ટમોને બદલવા અને નવા કમ્પ્યુટર્સને એક્ટિવ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. 2025 થી મોકલવામાં આવેલા આ લેપટોપ હવે યોગ્ય સિસ્ટમ કામગીરી સુનિશ્ચિત કરવા માટે ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે.
ISS Upgradation, ડેટા વિશ્વેષણમાં મદદ કરશે
NASA એ જણાવ્યું હતું કે ,ISS માટે HP ZBook G9 મોબાઇલ વર્કસ્ટેશન પસંદ કરવામાં આવ્યું છે. આ લેપટોપ ખાસ કરીને અવકાશ વાતાવરણ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. તેમાં Intel Core Ultra 9 vPro HX પ્રોસેસર, Nvidia RTX Pro Blackwell GPU, 128GB DDR5 મેમરી અને ચાર 2TB NVMe SSD જેવી શક્તિશાળી સુવિધાઓ છે. આ અવકાશયાત્રીઓને ડેટા વિશ્લેષણ અને વૈજ્ઞાનિક કાર્યમાં ખૂબ મદદ કરશે, અને સિસ્ટમ પહેલા કરતા વધુ ઝડપી કામગીરી કરશે.
આ પણ વાંચો ------------------ KTM 390 Duke 350cc : હવે ડ્યુક ખરીદવી થશે સસ્તી! જાણો નવા મોડલમાં શું બદલાયું?
ISS Upgradation, ખાસ એડેપ્ટર વિકસાવાયું
ISS પરની પાવર સિસ્ટમ પૃથ્વી પરની સિસ્ટમ કરતા અલગ છે, તેથી આ લેપટોપ માટે ખાસ પાવર એડેપ્ટર વિકસાવવામાં આવ્યા છે. ISS મોટે ભાગે DC પાવરનો ઉપયોગ કરે છે, જ્યારે પૃથ્વી AC પાવરનો ઉપયોગ કરે છે. તેથી, NASA-વિશિષ્ટ DC પાવર એડેપ્ટર વિકસાવવામાં આવ્યું છે, જે અવકાશ અને પૃથ્વી બંને જગ્યાએ કામ કરી શકે છે. સાથે જ આ સુધારો ખાતરી કરે છે કે, લેપટોપ કોઈપણ વિક્ષેપ વિના સુરક્ષિત અને સ્થિર રીતે કાર્ય કરવાનું ચાલુ રાખે છે.
2030 સુધીમાં ISS ને ડી-ઓર્બિટ કરવાની યોજના
ઓક્ટોબર 2025 થી નવા લેપટોપ ISS પર મોકલવામાં આવી રહ્યા છે, જે ધીમે ધીમે જૂની HP ZBook G2 સિસ્ટમોને બદલે છે. હાલમાં, સ્ટેશન પર 100 થી વધુ HP વર્કસ્ટેશનનો ઉપયોગ થઈ રહ્યો છે. ISS કામગીરીને વધુ સુધારવા માટે આ અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. જો કે, ભવિષ્યમાં મોટા અપગ્રેડ થવાની શક્યતા ઓછી છે, કારણ કે 2030 સુધીમાં ISS ને ડી-ઓર્બિટ કરવાની યોજના છે.
આ પણ વાંચો ------------------ Android God Mode : વેશપલટો કરીને ફોનમાં પ્રવેશતા વાયરસથી તબાહી !


