Jio એ દરરોજ 2GB ડેટા પણ મળી રહે, તેવો સૌથી સસ્તો પ્લાન કર્યો જાહેર
- Reliance Jio એ એક ખાસ ઓફર જાહેર કરી છે
- આ રિચાર્જનો લાભ અમુક નિશ્ચિત વ્યક્તિઓ જ લઈ શકશે
- સૌથી સસ્તો પ્રીપેડ રિચાર્જ પ્લાન 299 રૂપિયામાં ઉપલબ્ધ છે
Jio Prepaid Recharge Plan : Reliance Jio એ પોતાના ઉપભોક્તાઓ માટે એક ખાસ ઓફર જાહેર કરી છે. જોકે Reliance Jio ના ઉપભોક્તાઓની સંખ્યા દેશમાં આશરે 49 કરોડથી પણ વધારે છે. ત્યારે આ વિશાળ ગ્રાહક વર્ગને ધ્યાનમાં રાખીને Reliance Jio એ એક ખાસ ઓફર જાહેર કરી છે. જોકે અગાઉ Reliance Jio દ્વારા જે પ્રકારે રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. તેના કારણે મોટાભાગનો ગ્રાહક વર્ગ મુશ્કેલીમાં મૂકાયો છે. ત્યારે આવા સંજોગોમાં Reliance Jio એ આ ઓફરને જાહેર કરી છે.
Reliance Jio એ એક ખાસ ઓફર જાહેર કરી છે
Reliance Jio એ 223 રૂપિયાનો 28 દિવસ માટે રિચાર્જ પ્લાન જાહેર કર્યો છે. તો રિચાર્જ પ્લાન Reliance Jio ના પ્રિપેડ ગ્રાહકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. તો Reliance Jio માં આ સૌથી સસ્તો રિચાર્જ પ્લાન માનવામાં આવે છે. આ રૂ. 223 ના રિચાર્જ પ્લાનમાં Reliance Jio ના ગ્રાહક વર્ગને 28 દિવસ માટે દરરોજ 100 એસએમએસ અને કુલ 56GB Internet Data ની સુવિધા મળે છે. ગ્રાહક વર્ગને આ રિચાર્જ પ્લાન અંતર્ગત દરરોજ 2GB Internet Data મળવાપાત્ર રહે છે.
આ પણ વાંચો: Supreme Court ની યુ ટ્યૂબ ચેનલ થઈ હેક, ક્રિપ્ટોકરન્સી xrp ના વીડિયો...
Trick To Do ₹395 Jio Recharge.
Open https://t.co/RVfT4sgU0T >> Login With Your Jio Number >> Click On Setting Icon On Homepage >> Service Settings > Tariff Protection
Here You Will See ₹395 Plan Under Affordable Packs
You Can Also Do Old Jio Recharges Like ₹666 For 84 Days… pic.twitter.com/zTQleaP3RV
— DealBee Deals (@DealBeeOfficial) July 22, 2024
આ રિચાર્જનો લાભ અમુક નિશ્ચિત વ્યક્તિઓ જ લઈ શકશે
Reliance Jio આ રિચાર્જ પ્લના સાથે અન્ય સુવિધાઓ પણ પોતાના અમૂલ્ય ગ્રાહક વર્ગને આપે છે. આ રિચાર્જ પ્લાન અંતર્ગત જિઓ સિનેમાંનું મફતમાં એક્સેસ, જિયો ટીવ અને જિયો ક્લાઉડનું મફતમાં સબસ્ક્રિપ્શન મળે છે. જોકે આ રિચાર્જ પ્લાન માત્ર Reliance Jio ના પ્રિપેડ ગ્રાહક વર્ગ માટે ઉપલ્બધ છે. જો તમે જિયો ફોનનો ઉપયોગ કરતા હશો, ત્યારે જ તમે આ રિચાર્જનો લાભ લઈ શકશો.
સૌથી સસ્તો પ્રીપેડ રિચાર્જ પ્લાન 299 રૂપિયામાં ઉપલબ્ધ છે
જોકે Jio સ્માર્ટફોન ગ્રાહક વર્ગ માટે 28 દિવસની વેલિડિટી સાથેનો સૌથી સસ્તો પ્રીપેડ રિચાર્જ પ્લાન 299 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે, જેમાં ગ્રાહક વર્ગને દરરોજ 1.5GB ડેટા મળે છે. આ રીતે ગ્રાહક વર્ગને આ પ્લાનમાં કુલ 42GB ડેટા મળે છે. આ ઉપરાંત, આ પ્લાન સાથે અનલિમિટેડ કોલિંગ અને 100 SMS ની સુવિધા પણ ઉપલબ્ધ છે. તે ઉપરાંત આ પ્લાન સાથે વપરાશકર્તાઓને Jio TV, Jio Cinema અને Jio Cloud ની મફત સુવિધા મળે છે.
આ પણ વાંચો: iPhone 16 ખરીદવા Apple સ્ટોરની બહાર લોકોની લાંબી લાઈનો..Video