Jio Long Term Plan : શું તમે વારંવાર રિચાર્જથી કંટાળ્યા છો? જીઓનો આ 11 મહિનાનો પ્લાન છે તમારા માટે
- રૂ. 1748 માં મળશે 336 દિવસની લાંબી વેલિડિટી (Jio Long Term Plan)
- કોઈપણ નેટવર્ક પર મળશે અનલિમિટેડ વોઈસ કોલિંગ
- સમગ્ર પ્લાન દરમિયાન વાપરવા મળશે કુલ 3600 SMS
- સિમ કાર્ડ એક્ટિવ રાખવા માંગતા યુઝર્સ માટે બેસ્ટ ઓપ્શન
Jio Long Term Plan : રિલાયન્સ જીઓ તેના ગ્રાહકો માટે અવારનવાર આકર્ષક પ્લાન્સ લાવતું રહે છે. જો તમે એવા યુઝર છો જેમને ઈન્ટરનેટ કરતાં કોલિંગ અને સિમ કાર્ડ એક્ટિવ રાખવાની વધુ જરૂર રહે છે, તો જીઓનો આ નવો 'વેલ્યુ પ્લાન' તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ અપાવતો આ પ્લાન આર્થિક રીતે પણ ઘણો પરવડે તેમ છે.
સૌજન્ય : Google
Jio Long Term Plan : જીઓનો રૂ. 1748નો ધાંસુ પ્લાન
રિલાયન્સ જીઓના પોર્ટફોલિયોમાં રૂ. 1748નો એક ખાસ પ્લાન ઉપલબ્ધ છે. આ પ્લાનની સૌથી મોટી ખાસિયત તેની વેલિડિટી છે. આમાં ગ્રાહકોને પૂરા 336 દિવસ એટલે કે લગભગ 11 મહિના સુધીની લાંબી વેલિડિટી મળે છે. આ પ્લાન ખાસ કરીને એવા લોકો માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે જેઓ લાંબા ગાળા માટે પોતાનું સિમ કાર્ડ એક્ટિવ રાખવા માંગે છે.
કોલિંગ અને SMSની સુવિધા
આ વેલ્યુ પ્લાનમાં યુઝર્સને કોઈપણ નેટવર્ક પર વાત કરવા માટે અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા મળે છે. આ ઉપરાંત, સમગ્ર વેલિડિટી દરમિયાન કુલ 3600 SMS પણ આપવામાં આવે છે. જોકે, આ પ્લાન લેતા પહેલા એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આમાં કોઈ મોબાઈલ ડેટા મળતો નથી. જો તમારે ઈન્ટરનેટ વાપરવું હોય, તો અલગથી ડેટા એડ-ઓન રિચાર્જ કરાવવું પડશે.
વધારાના ફાયદા
માત્ર કોલિંગ જ નહીં, પણ જીઓ તેના ગ્રાહકોને કેટલીક ડિજિટલ સેવાઓ પણ મફત આપે છે. આ પ્લાન સાથે તમને JioTV અને JioAICloudનું એક્સેસ મળે છે, જે તમારા મનોરંજન અને સ્ટોરેજની જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરે છે.
આ પ્લાન કોના માટે બેસ્ટ છે?
જો તમે ડેટાનો બહુ ઓછો ઉપયોગ કરો છો અથવા વાઈ-ફાઈનો ઉપયોગ કરો છો અને માત્ર કોલિંગ માટે જ મોબાઈલ વાપરો છો, તો આ પ્લાન તમારા પૈસા બચાવશે. વડીલો માટે અથવા સેકન્ડરી સિમ કાર્ડ એક્ટિવ રાખવા માટે આનાથી સસ્તો અને લાંબો પ્લાન બીજો કોઈ હોઈ શકે નહીં.
આ પણ વાંચો : 35,000થી સસ્તા 5 બેસ્ટ Realme ફોન: 7000mAh બેટરી અને દમદાર કેમેરા


