Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sachet App : PM Modi એ ઉલ્લેખ કરેલ Sachet App વિશે જાણો અગત્યની માહિતી

વડાપ્રધાન મોદી (PM Modi) એ મન કી બાત (Mann Ki Baat) કાર્યક્રમમાં સચેત એપ (Sachet app) નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે દરેક ભારતીયને તેમના ફોનમાં આ એપ ડાઉનલોડ કરવાનું સૂચન કર્યુ હતું. જે 12 ભાષાઓને સપોર્ટ કરે છે. તે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) દ્વારા વિકસાવવામાં આવી છે. આ Sachet app વિશે વાંચો વિગતવાર.
sachet app   pm modi એ ઉલ્લેખ કરેલ sachet app વિશે જાણો અગત્યની માહિતી
Advertisement
  • PM Modi એ મન કી બાત કાર્યક્રમમાં Sachet app નો ઉલ્લેખ કર્યો હતો
  • Sachet app દરેક Natural Disaster ની ચેતવણી સત્વરે મોકલે છે
  • કટોકટી સંજોગોમાં Dos and Don't Dos પણ દર્શાવે છે

Sachet App : વડાપ્રધાન મોદી (Prime Minister Modi) એ તાજેતરમાં Mann Ki Baat કાર્યક્રમમાં સચેત એપ (Sachet app) નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે દરેક ભારતીયને તેમના ફોનમાં આ એપ ડાઉનલોડ કરવાનું સૂચન કર્યુ હતું. આ એપ 12 ભાષાઓ (12 languages) ને સપોર્ટ કરે છે. તે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (National Disaster Management Authority) દ્વારા વિકસાવવામાં આવી છે. આજે અમે આપને Sachet app ના ફાયદા અને સુવિધા વિશે જણાવીશું.

Sachet app નું યુઝર ઈન્ટરફેસ

કોઈપણ એપની સફળતા યુઝર ઈન્ટરફેસ પર ટકેલી છે. Sachet app ના યુઝર ઈન્ટરફેસની વાત કરવામાં આવે તો તે ખૂબ જ સરળ અને સહેલું છે. આ એપ ફોનમાં સરળતાથી ઈન્સ્ટોલ થઈ જાય છે. ઈન્સ્ટોલ કર્યા પછી, તમે તમારા મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તે તમારું Location પૂછે છે અને પછી તેના આધારે તમને વોર્નિંગ્સ મોકલે છે. આ એપમાં કોઈ એડ્સ નથી આવતી. તમારા વિસ્તારના હવામાનની માહિતી અને ઉપયોગી ટિપ્સ જેવી ઘણી મહત્વપૂર્ણ માહિતી આ એપમાં ક્વિક અવાઈલેબલ થઈ જાય છે.

Advertisement

Natural Disaster ના ડુઝ અને ડોન્ટ ડુઝ

Sachet app ભૂકંપ, હિમપ્રપાત, શીત લહેર, ચક્રવાત, આગ, પૂર, ભૂસ્ખલન વગેરે જેવા Natural Disaster માં શું કરવું અને શું ન કરવું તેના વિશે વિધિન એ સેકન્ડ જણાવી દે છે. આ એપમાં એક ડીઝાસ્ટર ગાઈડલાઈન પણ શામેલ છે. તે આપણને કહે છે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ઉદાહરણ તરીકે, ભૂકંપ આવે ત્યારે શું કરવું અને શું ન કરવું તે ભૂકંપ વિભાગમાં જઈને જોઈ શકાય છે.

Advertisement

આ પણ વાંચોઃ Satellite Phone : શું Pahalgam Terror Attack માં આતંકવાદીઓએ સેટેલાઈટ ફોનનો કર્યો હતો ઉપયોગ ?

ઈમરજન્સી નંબર 112

Sachet app જેટલા વધુ મોબાઈલમાં હશે તેટલી તેના દ્વારા અપાતી માહિતી ઝડપથી ફેલાશે. સરકાર પણ ઈચ્છે છે કે વધુને વધુ લોકો આ એપને પોતાના ફોનમાં રાખે જેથી તેઓ કોઈપણ કટોકટીની સ્થિતિમાં મદદ મેળવી શકે. આ એપ કટોકટીના કિસ્સામાં ડાયલ કરવા માટે 112 ઈમરજન્સી નંબર પણ દર્શાવે છે. આ ઉપરાંત એપમાં બધા રાજ્યોના હેલ્પલાઈન નંબર આપવામાં આવ્યા છે. જરૂર પડ્યે તે નંબરો પર કોલ કરી શકાય છે. દેશભરમાં જારી કરવામાં આવેલ ચેતવણીઓને પણ આ એપમાં જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે, જ્યાં વરસાદ પડવાની અપેક્ષા છે અથવા જ્યાં તોફાન અને વીજળી પડી શકે છે તેના એલર્ટ્સ ફોન પર તરત આવી જાય છે.

હવામાન સંબંધી એલર્ટ્સ

Sachet app માં હવામાનની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ છે. જ્યારે તમે હવામાન ઓપ્શન પર જાઓ છો, ત્યારે તે તમને તમારા Location ના હવામાનની વિગતો આપે છે. તેમાં આખા અઠવાડિયાના હવામાનનું મૂલ્યાંકન પણ કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે હવામાનની આગાહી માટે તમારે તમારા ફોનમાં બીજી કોઈ એપ રાખવાની જરૂર રહેશે નહીં. તે Indian Meteorological Department ને ટાંકીને weather information પૂરી પાડે છે. સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય પણ જણાવે છે. આ ઉપરાંત, તમે જે લોકેશન પસંદ કરો છો તેનાથી સંબંધિત તમામ ચેતવણીઓ તમારા મોબાઇલ પર આવશે.

આ પણ વાંચોઃ India-Pakistan War મુદ્દે કેવી સંભાવના વ્યક્ત કરે છે AI ?

Tags :
Advertisement

.

×