Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi એ લોકાર્પિત કરેલા 9000 HP લોકોમોટિવ એન્જિન D-9ની ખાસિયતો વિશે જાણો વિગતવાર

આજે વડાપ્રધાન મોદી (PM Modi) એ દાહોદમાં 20 હજાર કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટનું અને તેમાં બનેલા પ્રથમ 9000 HP Locomotive Engine D-9 નું લોકાર્પણ કર્યુ છે. આ લોકોમોટિવ એન્જિનની ખાસિયતો વિશે જાણો વિગતવાર.
pm modi એ  લોકાર્પિત કરેલા 9000 hp લોકોમોટિવ એન્જિન d 9ની ખાસિયતો વિશે જાણો વિગતવાર
Advertisement
  • PM Modi એ 9000 એચપીના પ્રથમ લોકોમોટિવ એન્જિન D-9નું લોકાર્પણ કર્યુ છે
  • કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ રેલવે એન્જિનની વિશેષતાઓ વર્ણવી છે
  • આ રેલવે એન્જિન હરતું ફરતું કોમ્પ્યુટર સેન્ટર છે - અશ્વિની વૈષ્ણવ

Locomotive Engine D-9 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસીય પ્રવાસે છે. વડાપ્રધાને આજે દાહોદમાં 20 હજાર કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટનું લોકાર્પણ કર્યુ છે. તેમણે આ જ યુનિટમાં તૈયાર થયેલ 9000 એચપીના પ્રથમ લોકોમોટિવ એન્જિન D-9 ને ગ્રીન સિગ્નલ આપીને લોકાર્પણ કર્યુ છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈશ્ણવ (Ashwini Vaishnav) એ 9000 HP લોકોમોટિવ એન્જિન D-9ની ખાસિયતો વિશે જણાવ્યું છે. તેમણે કહ્યું કે, આ 9000 HP લોકોમોટિવ એન્જિન D-9 એક હરતું ફરતું કોમ્પ્યુટર સેન્ટર ગણાવ્યું છે.

રેલવે મંત્રીએ વર્ણવી વિશેષતાઓ

આજે PM Modi એ એ દાહોદમાં 20 હજાર કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટનું લોકાર્પણ કર્યુ છે. તેમણે આ જ યુનિટમાં તૈયાર થયેલ 9000 એચપીના પ્રથમ લોકોમોટિવ એન્જિન D-9 (9000 HP Locomotive Engine D-9) ને ગ્રીન સિગ્નલ આપીને લોકાર્પણ કર્યુ છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈશ્ણવે 9000 HP લોકોમોટિવ એન્જિન D-9ની ખાસિયતો વિશે જણાવ્યું છે. તેમણે કહ્યું કે, આ એન્જિન એક હરતું ફરતું કોમ્પ્યુટર સેન્ટર છે. એક પ્રકારનું ડેટા સેન્ટર છે. આ એન્જિનમાંથી કોઈ અવાજ આવતો નથી. તેમજ કોઈ વાઈબ્રેશન ઉત્પન્ન થતાં નથી.

Advertisement

આ પણ વાંચોઃ  PM Modi in Gujarat : લોકોમોટિવ એન્જિન પર લખાશે મેઈડ ઈન દાહોદ, 20 હજાર કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટનું નિર્માણ

Advertisement

પાયલોટ માટેની સુવિધાઓ

વડાપ્રધાન મોદીએ આજે દાહોદ ખાતેથી 9000 એચપીના પ્રથમ લોકોમોટિવ એન્જિન D-9 ને ગ્રીન સિગ્નલ આપીને લોકાર્પણ કર્યુ છે. આ રેલવે એન્જિનમાં પાયલોટ માટેની સુવિધાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં પાયલોટ માટે એસી કેબિન બનાવવામાં આવી છે. એન્જિનમાં ટોયલેટની પણ સુવિધા ઊભી કરાઈ છે. વળી આ એન્જિન વાયબ્રેશન પેદા કરતું ન હોવાથી પાયલોટના શરીરને કોઈ લાંબાગાળાનું કોઈ નુકસાન પણ થતું નથી. પાયલોટ માટેની એસી કેબિનને લીધે ઉનાળાની આકરી ગરમીમાં પણ પાયલોટ પોતાની ફરજ વિના વિઘ્ને નિભાવી શકે છે.

એન્જિન કમ જનરેટર

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnav) એ જણાવ્યું છે કે, આ D-9 એન્જિન માત્ર લોકોમોટિવ એન્જિન નથી પરંતુ એક જનરેટર છે. તેમણે આ વિશે સમજાવતા કહ્યું કે, જ્યારે એન્જિન દોડતું હોય છે, ત્યારે તે ઓવરહેડ વાયરમાંથી પાવર ખેંચે છે પરંતુ જ્યારે તે સ્થિર રહે છે, ત્યારે આ એન્જિન જનરેટર તરીકે કામ કરવાનું શરૂ કરે છે અને પછી વીજળી પણ પૂરી પાડે છે. આ એન્જિનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની કિંમત અત્યંત ઓછી છે અને ગુણવત્તા ઉત્તમ છે. આ એન્જિનને D-9 નામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ જે લોકો બહેનોનું સિંદૂર ભૂસવાની કોશિશ કરશે તેઓ ભૂંસાઈ જશે - PM Modi

Tags :
Advertisement

.

×