KTM 390 Duke 350cc : હવે ડ્યુક ખરીદવી થશે સસ્તી! જાણો નવા મોડલમાં શું બદલાયું?
- KTM એ લોન્ચ કરી નવી સસ્તી 390 ડ્યુક
- નવા GST નિયમોને કારણે એન્જિન ક્ષમતામાં કરાયો ફેરફાર
- જૂના મોડલ કરતા અંદાજે 62,000 રૂપિયા સસ્તી મળશે બાઇક
- TFT કન્સોલ અને ક્વિકશિફ્ટર જેવા પ્રીમિયમ ફીચર્સ યથાવત
- 350cc એન્જિન સાથે KTM એડવેન્ચર પણ થઈ લોન્ચ
ભારતીય બાઇક બજારમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે KTM એ માસ્ટરસ્ટ્રોક રમ્યો છે. કંપનીએ તેની પ્રખ્યાત 390 Duke ને હવે 350cc એન્જિન (KTM 390 Duke 350cc) સાથે લોન્ચ કરી છે. આ નવા મોડલની એક્સ-શોરૂમ કિંમત 2.77 લાખ રૂપિયા રાખવામાં આવી છે, જે જૂના મોડલ કરતા ઘણી ઓછી છે.
કિંમતમાં મોટો તફાવત
KTM એ હવે તેના લાઇનઅપમાં સ્પષ્ટ વિભાજન કર્યું છે. નવી 350cc વાળી બાઇક 2.77 લાખમાં મળશે, જ્યારે જૂનું 399cc એન્જિન ધરાવતું મોડલ હવે 'KTM 390 Duke R' તરીકે ઓળખાશે, જેની કિંમત 3.39 લાખ રૂપિયા છે. આમ, બંને વેરિઅન્ટ વચ્ચે અંદાજે 62,000 રૂપિયાનો મોટો તફાવત જોવા મળે છે.
350cc વર્ઝન લાવવાનું કારણ
ભારતમાં નવા GST નિયમો મુજબ, 350cc થી વધુ એન્જિન ક્ષમતા ધરાવતી બાઇક્સ પર 40% ટેક્સ લાગે છે. આ ટેક્સના બોજથી બચવા અને ગ્રાહકોને સસ્તું બાઇક આપવા માટે કંપનીએ એન્જિન ક્ષમતામાં સામાન્ય ઘટાડો કરીને તેને 349cc (KTM 390 Duke 350cc) પર લાવી દીધું છે.
એન્જિન અને પાવર
નવી ડ્યુકમાં 349cc નું સિંગલ-સિલિન્ડર, લિક્વિડ-કૂલ્ડ એન્જિન છે જે 41 bhp પાવર અને 33.5 Nm ટોર્ક જનરેટ કરે છે. જોકે, હાર્ડવેર અને પ્રીમિયમ ફીચર્સમાં કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. આ બાઇકમાં TFT ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ [TFT Console], ટ્રેક્શન કંટ્રોલ [Traction Control], ક્વિકશિફ્ટર અને કોર્નરિંગ ABS જેવા અત્યાધુનિક ફીચર્સ યથાવત રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો : EV Safety Tips in Sum:ઉનાળામાં EV સ્કૂટરની જાળવણીની ટિપ્સ


