kylaq: સ્કોડાએ ભારતમાં 25 વર્ષની ઉજવણીમાં લોન્ચ કરી સ્પેશિયલ એડિશન કાર,500 લોકો જ ખરીદી શકશે!
- સ્કોડા કંપનીએ SUV kylaq એડિશન લોન્ચ કરી
- સ્કોડા કંપની ભારતમાં 25 વર્ષની ઉજવણી કરી રહી છે
- કારના સ્પેશિયલ વેરિઅન્ટને ફક્ત 500 લોકો જ ખરીદી શકશે
સ્કોડા કંપની ભારતમાં 25 વર્ષની ઉજવણી કરી રહી છે, આ ઉજવણી દરમિયાન કંપનીએ તેની સસ્તી SUV kylaq નવી સ્પેશિયલ એડિશન લોન્ચ કરી હતી.આ સાથે કંપનીએ કુશક અને સ્લેવિયાના સ્પેશિયલ વેરિઅન્ટ પણ લોન્ચ કર્યા છે. Kaylak ના સ્પેશિયલ વેરિઅન્ટ વિશે વાત કરીએ તો, તે કારના Signature અને Prestige 2 મોડેલ સાથે આવી છે. તેને થોડી અલગ બનાવવા માટે કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે દરેક કારના સ્પેશિયલ વેરિઅન્ટને ફક્ત 500 લોકો જ ખરીદી શકશે.
નોંધનીય છે કે kylaq નું રેગ્યુલર મોડેલ હાલમાં 11 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, જેની કિંમત 8.25 લાખ થી 13.99 લાખ (એક્સ-શોરૂમ) ની વચ્ચે છે. સ્પેશિયલ વેરિઅન્ટની કિંમત વિશે વાત કરીએ તો, Signature ની એક્સ-શોરૂમ કિંમત 11.25 લાખ રૂપિયા છે અને Prestige ની એક્સ-શોરૂમ કિંમત 12.89 લાખ રૂપિયા છે. તેની નવી સ્પેશિયલ એડિશન સ્ટાન્ડર્ડ મોડેલની સરખામણીમાં ડિઝાઇન અને ફીચર્સ માં કેટલાક ખાસ ફેરફારો સાથે આવી છે. આ લિમિટેડ એડિશનમાં ફ્રી એક્સેસરીઝ કીટ હશે જેમાં 360-ડિગ્રી કેમેરા સેટઅપ, પુડલ લેમ્પ્સ અને બી-પિલર પર 25મી એનિવર્સરી બેજિંગનો સમાવેશ થાય છે.
kylaq વેરિઅન્ટ્સના ખાસ ફિચર્સ
કાયલેક સ્પેશિયલ એડિશનની વિશેષતાઓ વિશે વાત કરીએ તો, તેમાં 10-ઇંચ ટચસ્ક્રીન, વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો, 8-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ઓટો એસી, પાવર-ફોલ્ડિંગ વિંગ મિરર્સ, ડેશ ઇન્સર્ટ, ક્રોમ ગાર્નિશ સાથે ચામડાથી લપેટાયેલ સ્ટીયરિંગ વ્હીલ, આગળ USB ટાઇપ-સી પોર્ટ, પાછળનું સેન્ટર આર્મરેસ્ટ, ઇન-કાર કનેક્ટિવિટી સ્યુટ, 60:40 સ્પ્લિટ-ફોલ્ડિંગ રીઅર સીટ, કી-લેસ એન્ટ્રી અને સ્ટાર્ટ, ઓટો-ડિમિંગ IRVM, સનરૂફ, 6-વે પાવર્ડ અને વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, ચામડાની અપહોલ્સ્ટરી, વાયરલેસ ફોન ચાર્જર અને અન્ય ઘણી સુવિધાઓ મળશે.
kylaq ની શાનદાર માઇલેજ
નિયમિત મોડેલની જેમ, આ સ્પેશિયલ એડિશન 115 bhp સાથે 1.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે પણ આવે છે. તેમાં 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ છે. કંપનીના જણાવ્યા અનુસાર, મેન્યુઅલ વેરિઅન્ટ 10.5 સેકન્ડમાં 0-100 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે અને ઓટોમેટિક વેરિઅન્ટ 11.69 સેકન્ડમાં. દાવો કરાયેલ માઇલેજ મેન્યુઅલ માટે 19.68 કિમી/લીટર અને ઓટોમેટિક માટે 19.05 કિમી/લીટર છે.
આ પણ વાંચો: Car Buying Tips: 7 સીટર કાર ખરીદતા પહેલા આ 8 બાબતોનું ખાસ ધ્યાન રાખો