Launched: લૉન્ચ થયો Poco નો સસ્તો સ્માર્ટફોન, જાણો ફિચર્સ અને કિંમત
- Pocoએ લૉન્ચ કર્યો સસ્તો ફોન
- બજેટ-ફ્રેન્ડલી સ્માર્ટફોન બજારમાં લૉન્ચ કર્યો
- 16GB સુધીની રેમ જોવા મળશે
Poco M7 Pro 5G Launched: સ્માર્ટફોન ઉત્પાદક પોકોએ આજે તેનો બજેટ-ફ્રેન્ડલી સ્માર્ટફોન બજારમાં લૉન્ચ કર્યો છે. ખરેખર, કંપનીએ આજે Poco M7 Pro 5G લૉન્ચ કર્યો છે. આ સાથે કંપનીએ Poco C75 પણ લૉન્ચ કર્યો છે. આ બંને સ્માર્ટફોનને બજેટ રેન્જમાં લૉન્ચ કરવામાં આવ્યા છે. આની સાથે તેમાં ઘણા શાનદાર ફિચર્સ પણ છે. ચાલો જાણીએ સ્માર્ટફોનના ફિચર્સ વિશે.
Poco M7 Pro 5G Specifications
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે Poco M7 Pro 5Gમાં 6.67 ઈંચની ફૂલ HD AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે 120Hz ના રિફ્રેશ રેટને સપૉર્ટ કરે છે. સાથે જ કંપનીએ ડિસ્પ્લે માટે કૉર્નિંગ ગૉરિલ્લા ગ્લાસ 5 પ્રૉટેક્શન આપ્યું છે. એટલું જ નહીં, કંપનીના જણાવ્યા અનુસાર, આ સ્માર્ટફોનને TUV ત્રિપલ સર્ટિફિકેશન અને SGS આઈ કેર ડિસ્પ્લે સર્ટિફિકેશન પણ મળ્યું છે. આ ફોન MediaTek ડાયમેન્શન 7025 અલ્ટ્રા પ્રૉસેસરથી સજ્જ છે. આ ઉપરાંત તેમાં 16GB સુધીની રેમ પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો -Elon Musk કરી શકે છે Gmail નો ખેલ ખતમ! કરી રહ્યા છે આ તૈયારીઓ...
કેમેરા સેટઅપ
આ સ્માર્ટફોનના કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો, કંપનીએ 50 મેગાપિક્સલ Sony LYT-600 OIS પ્રાઈમરી કેમેરા સાથે ડ્યૂઅલ કેમેરા સેટઅપ આપ્યું છે. સેલ્ફી અને વીડિયો કૉલ્સ માટે ડિવાઇસમાં 20-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો છે. આ સાથે ફોનમાં મલ્ટી ફ્રેમ નૉઈઝ રિડક્શન અને ફૉર ઈન વન પિક્સેલ બ્લરિંગ ફિચર પણ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનને 300 ટકા સુપર વૉલ્યૂમ સાથે રજૂ કરવામાં આવ્યો છે. વળી, ઉપકરણમાં ડૉલ્બી એટમૉસ, ડ્યૂઅલ સ્ટીરિયો સ્પીકર્સ, 3.5mm હેડફોન જેક અને ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર જેવી સુવિધાઓ પણ જોવા મળશે.
આ પણ વાંચો -ગાડી છે કે ફાઇટર જેટ! મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં Mercedes એ દેખાડી સુપરકાર
કિંમત અને ફિચર્સ
Poco M7 Pro 5G ની કિંમત વિશે વાત કરીએ તો, આ ફોનની શરૂઆતની કિંમત 13999 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ સિવાય તમે આ સ્માર્ટફોનને ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પરથી પણ ખરીદી શકો છો. ફોનના 6GB 128GB વેરિઅન્ટની કિંમત 13999 રૂપિયા છે. જ્યારે તેના 8GB 255GB વેરિઅન્ટની કિંમત 15999 રૂપિયા રાખવામાં આવી છે.
POCO C75 5G પણ થયો લૉન્ચ
કંપનીએ બજારમાં POCO C75 5G પણ લૉન્ચ કર્યો છે. કંપનીએ આ સ્માર્ટફોનમાં Snapdragon 4s Gen 2 ચિપસેટ પ્રૉસેસર આપ્યું છે. ઉપરાંત, આ ફોન 8GB રેમ સાથે આવે છે. ફોનના સ્ટૉરેજને પણ 1TB સુધી વધારી શકાય છે. આ ફોનમાં 6.88 ઇંચની HD ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લે 120Hz ના રિફ્રેશ રેટને સપૉર્ટ કરે છે.