ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Lavaએ લોન્ચ કર્યો 50MP AI-બેક કેમેરા યુક્ત સૌથી સસ્તો સ્માર્ટફોન...જાણો ફિચર્સ

Lavaએ દેશમાં નવો સ્માર્ટ ફોન LAVA SHARK લૉન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં 5000mAh બેટરી સાથે 50MP AI-બેક કેમેરા અને 8GB રેમ જેવા ફિચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
03:04 PM Mar 26, 2025 IST | Hardik Prajapati
Lavaએ દેશમાં નવો સ્માર્ટ ફોન LAVA SHARK લૉન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં 5000mAh બેટરી સાથે 50MP AI-બેક કેમેરા અને 8GB રેમ જેવા ફિચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Lava Shark Gujarat First

Ahmedabad: Lava કંપનીએ એક સસ્તો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનનું નામ Lava Shark છે. આ એક એન્ટ્રી-લેવલ સ્માર્ટફોન છે, જે 50MP કેમેરા જે AI ફીચર્સ છે. તેમાં 5000mAh બેટરી અને 8GB રેમ છે.

LAVA SHARKના ફિચર્સઃ

LAVA SHARK સ્માર્ટ ફોનમાં 6.7 ઈંચની HD પ્લસ સ્ક્રીન છે, જેનો રિફ્રેશ રેટ 120Hz છે અને રિઝોલ્યુશન 720x1,612 પિક્સલ છે. આ ફોનમાં પ્રોસેસર માટે ઓક્ટા-કોર Unisoc T606 SoC ચિપસેટ છે, જે 4GB રેમ અને 64GB સ્ટોરેજ સાથે આવે છે. આ ફોનમાં 4GB વર્ચ્યુઅલ રેમને એક્સટેન્ડ કરી શકાય છે. આ સિવાય આ ફોનના સ્ટોરેજને પણ 256GB સુધી એક્સટેન્ડ કરી શકાય છે. આ ફોન એન્ડ્રોઈડ 14 આધારિત ઓએસ પર ચાલે છે. આ ફોનની પાછળ 50MP AI-બેક કેમેરા આપવામાં આવ્યો છે, જે LED ફ્લેશ લાઈટ સાથે આવે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવી શકે છે. આ ફોનમાં AI મોડ, પોર્ટ્રેટ, પ્રો મોડ અને HDR સપોર્ટ જેવા ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ  Facebook અને Instagramનું સર્વર Down!

સિંગલ વેરિઅન્ટમાં લોન્ચ થયો છે Lava Shark

Lava કંપનીએ Lava Sharkને 4GB રેમ અને 64GB સ્ટોરેજના સિંગલ વેરિઅન્ટમાં લોન્ચ કર્યો છે અને તેની કિંમત 6,999 રૂપિયા છે. Lavaએ આ ફોનને બ્લેક અને ટાઈટેનિયમ ગોલ્ડના કલર ઓપ્શનમાં લોન્ચ કર્યો છે. કંપની આ ફોન સાથે 1 વર્ષની વોરંટી અને ફ્રી હોમ સર્વિસ પણ આપી રહી છે. લાવાના આ નવા ફોનને લાવાના રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

વોટર રેઝિસ્ટન્ટ માટે IP54 રેટિંગ

Lava Sharkમાં 5000mAh બેટરી છે, જે 18W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. આ ફોનમાં USB Type-C પોર્ટ છે. જોકે, ફોન બોક્સમાં માત્ર 10W ચાર્જર આપવામાં આવ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે આ ફોનને ફુલ ચાર્જ થવામાં 158 મિનિટનો સમય લાગશે અને યુઝર્સ 45 કલાક સુધી વાત કરી શકશે. આ ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે, જે ફેસ અનલોક ફીચર સાથે આવે છે. આ ફોનને વોટર રેઝિસ્ટન્ટ માટે IP54 રેટિંગ આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે તેમાં ડ્યુઅલ 4G VoLTE, બ્લૂટૂથ 5.0 અને Wi-Fi જેવી ઘણી સુવિધાઓ છે.

આ પણ વાંચોઃ  Mukesh Ambani આપી રહ્યા છે કરોડો યુઝર્સને આ ફ્રી સેવા, જાણો કોને મળશે આ સેવાનો લાભ

Tags :
120Hz refresh rate4GB RAM variant5000mah battery50MP AI back camera6.7-inch HD Plus display64GB storage8GB RAMAffordable smartphoneAndroid 14 OSEntry-level smartphoneExpandable storage up to 256GBGujarat FirstGUJARAT FIRST NEWSIP54 water resistance ratingLava SharkUnisoc T606 SoC
Next Article