Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બાળકો માટે અગત્યના અને અનિવાર્ય એવા Minor PAN Card વિશે જાણો વિગતવાર

મોટાભાગના લોકોને ખબર જ નથી કે 18 વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકો માટે પણ માઈનોર પાન કાર્ડ (Minor PAN Card) ઈશ્યૂ કરવામાં આવે છે. આ માઈનોર પાન કાર્ડ બાળકો માટે અગત્યનું અને અનિવાર્ય છે. વાંચો વિગતવાર.
બાળકો માટે અગત્યના અને અનિવાર્ય એવા minor pan card વિશે જાણો વિગતવાર
Advertisement
  • 18 વર્ષથી ઓછા વર્ષના બાળકો માટે પાન કાર્ડ ન નીકળે તે માન્યતા ખોટી છે
  • 18 વર્ષથી નીચેના માટે પણ Minor PAN Card ની વ્યવસ્થા સરકારે કરી છે
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ અને ફી ચૂકવી દીધા બાદ 15 દિવસોમાં ઘરે Minor PAN Card આવી જશે

માઈનોર પાન કાર્ડ : માત્ર 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે પાન કાર્ડ નીકળે અને 18 વર્ષથી ઓછા વર્ષના બાળકો માટે પાન કાર્ડ ન નીકળે તે માન્યતા ખોટી છે. 18 વર્ષથી નીચેના બાળકો અને કિશોરો માટે પણ માઈનોર પાન કાર્ડ (Minor PAN Card) ની વ્યવસ્થા સરકારે કરી છે. બાળકો માટે ખોલવામાં આવતા બેન્ક એકાઉન્ટ, તેમના નામે કરવામાં આવતા રોકાણ તેમજ બાળકોને જ્યારે નોમિની બનાવવામાં આવે ત્યારે માઈનોર પાન કાર્ડ અનિવાર્ય બની રહે છે.

ખોટી માન્યતા

મોટાભાગના લોકો એવું વિચારે છે કે જ્યારે બાળકો 18 વર્ષના થાય, નોકરી મેળવે, બેન્ક એકાઉન્ટ ખોલાવે, નાણાકીય વ્યવહારો કરતા થાય ત્યારે પાન કાર્ડ જરુરી છે પરંતુ આ માન્યતા ખોટી છે. સરકારે 18 વર્ષથી ઓછી વયના બાળકો માટે Minor PAN Card ની વ્યવસ્થા કરી છે. બાળકો માટે ખોલવામાં આવતા બેન્ક એકાઉન્ટ, તેમના નામે કરવામાં આવતા રોકાણ તેમજ બાળકોને જ્યારે નોમિની બનાવવામાં આવે ત્યારે માઈનોર પાન કાર્ડ અનિવાર્ય બની રહે છે. Minor PAN Card માં બાળકનો ફોટો કે સહી હોતા નથી. જ્યારે બાળક 18 વર્ષનું થાય ત્યારે આ જ પાન કાર્ડ અપગ્રેડ કરવામાં આવે છે.

Advertisement

ઓનલાઈન એપ્લાય કરી શકો છો

જો આપ આપના બાળકનું Minor PAN Card ઈશ્યૂ કરાવવા માંગો છો તો આપ ઓનલાઈન ઓપ્શન પણ પસંદ કરી શકો છો. તમારા ફોન અથવા લેપટોપ પર ગૂગલ પર જઈને NSDL વેબસાઈટ સર્ચ કરો. સિલેક્ટ એપ્લિકેશન કેટેગરીમાં પર્સનલ ઓપ્શન પસંદ કરો. ત્યારબાદ બાળકનું પૂરું નામ, જન્મ તારીખ, માતા અથવા પિતાનો મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી એન્ટર કરો. તમારે કેપ્ચા કોડ પણ ટાઈપ કરવો પડશે. આ બધી ઈન્ફોર્મેશન સબમિટ કર્યા પછી તમને એક ટોકન નંબર મળશે. ટોકન નંબર મળ્યા બાદ 'continue with PAN application form' પર ક્લિક કરો. આ ઉપરાંત માતાપિતાની વિગતો, આવકની માહિતી આપવાની રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. છેલ્લે જરૂરી ફી ચૂકવીને તમને ઘરે બેઠા 15 દિવસમાં માઈનોર પાન કાર્ડ મળી રહેશે. એકવાર પાન કાર્ડ તૈયાર થઈ જાય પછી તેને ડાઉનલોડ પણ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર પ્રક્રિયા માતાપિતાની દેખરેખ હેઠળ થાય છે, કારણ કે બાળક PAN Card માટે અરજી કરી શકશે નહીં. જો તમને NSDL વેબસાઈટમાં કોઈ સમસ્યા આવે તો તમે https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html લિંક પર ક્લિક કરી શકો છો.

Advertisement

આ પણ વાંચોઃ TB Elimination Campaign: TB નાબૂદ અભિયાનની PM મોદીએ કરી સમીક્ષા

જરૂરી ડોક્યુમેન્ટ્સ અને ફી

Minor PAN Card ઈશ્યૂ કરાવવા માટે બાળકના જરુરી ડોક્યુમેન્ટ્સમાં ઓળખનો પુરાવો, ઉંમરનો પુરાવો અને સરનામાનો પુરાવો અનિવાર્ય છે. ઓળખના પુરાવામાં Aadhaar card, પાસપોર્ટ, રેશન કાર્ડ વગેરેનો સમાવેશ થાય છે. આધાર કાર્ડ સૌથી જરુરી બાબત છે. સરનામાના પુરાવા તરીકે આધાર કાર્ડ પણ આપી શકાય છે. જો તમે ઈચ્છો તો તમે ડોમિસાઈલ સર્ટિફિકેટ પણ જોડી શકો છો. માઈનોર પાન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરો છો તો લગભગ 101 રૂપિયા જેટલી ફી થશે. આપ નજીકના સાયબર કાફે અથવા જાહેર સેવા કેન્દ્રમાં જઈને પણ માઈનોર પાન કાર્ડ કઢાવી શકો છો. જો કે અહીં આપને અંદાજે 200 રૂપિયા ચૂકવવા પડી શકે છે.

આ પણ વાંચોઃ PM Modi CCS Meeting : PM મોદી આવતીકાલે CCS સાથે યોજશે બેઠક,જાણો કયા મુદ્દે ચર્ચા થશે

Tags :
Advertisement

.

×