સ્માર્ટફોન ચોરી કે ગુમ થવાના કિસ્સામાં લોક સ્ક્રીન સુરક્ષા શા માટે અનિવાર્ય છે?
આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન માત્ર વાતચીતનું સાધન નથી, પરંતુ તેમાં બેંકિંગ વિગતો, ખાનગી દસ્તાવેજો અને સંવેદનશીલ ડેટા સંગ્રહિત હોય છે. જ્યારે પણ કોઈ સ્માર્ટફોન ચોરાય છે ત્યારે ચોર સૌથી પહેલા લોક સ્ક્રીન પરથી નીચે સ્વાઇપ કરીને એરપ્લેન મોડ ઓન કરી દે છે અથવા મોબાઇલ ડેટા બંધ કરી દે છે. આનાથી ડિવાઇસનું જીપીએસ કનેક્શન તૂટી જાય છે અને પોલીસ કે માલિક માટે ફોન ટ્રેક કરવો અશક્ય બની જાય છે. જો લોક સ્ક્રીન સિક્યુરિટી સેટિંગ્સ યોગ્ય રીતે સેટ કરવામાં આવે, તો પાસવર્ડ વિના ફોનની કોઈ પણ નેટવર્ક સિસ્ટમ બદલી શકાતી નથી.
એન્ડ્રોઇડ ફોનમાં લોક સ્ક્રીન ક્વિક સેટિંગ્સ
Samsung, OnePlus, Realme, Xiaomi અને Vivo જેવા અગ્રણી એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં લોક સ્ક્રીન એક્સેસ મર્યાદિત કરવાના ઉત્તમ સુરક્ષા વિકલ્પો ઉપલબ્ધ છે.
એન્ડ્રોઇડ સેટિંગ્સ સ્ટેપ-બાય-સ્ટેપ:
કંટ્રોલ પેનલ લોક કરવું: ફોનના Settings માં જઈ Lock Screen અથવા Notification Center વિકલ્પ પસંદ કરો. ત્યાં 'Swipe down on Lock Screen' અથવા 'Quick Settings access' ને Disable (બંધ) કરી દો.
નેટવર્ક સિક્યુરિટી લોક: Samsung ડિવાઇસમાં Lock Screen હેઠળ Secure Lock Settings માં જાઓ અને 'Lock Network and Security' ઓન કરો. આનાથી લોક ફોનમાં વાઇફાઇ કે ડેટા બંધ નહીં થાય.
પાવર ઓફ પ્રોટેક્શન: સુરક્ષા સેટિંગ્સમાં જઈ એ સુનિશ્ચિત કરો કે ફોન સ્વિચ ઓફ કરતી વખતે પિન કે ફિંગરપ્રિન્ટ સ્કેનની જરૂર પડે.
આઇફોનમાં કંટ્રોલ સેન્ટર ડિસેબલ
Apple દ્વારા iOS ઓપરેટિંગ સિસ્ટમમાં યુઝર ડેટા સુરક્ષા માટે અત્યંત મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે.
આઇફોન યુઝર્સ માટે મહત્વના સેટિંગ્સ:
1. આઇફોનના Settings ખોલીને Face ID & Passcode માં જાઓ અને પાસકોડ એન્ટર કરો.
2. નીચે સ્ક્રોલ કરીને 'Allow Access When Locked' સેક્શનમાં કંટ્રોલ સેન્ટર (Control Center) અને USB Accessories બંનેને Toggle Off (બંધ) કરી દો.
3. આ જ મેનૂમાં ઉપલબ્ધ 'Stolen Device Protection' ફીચરને ફરજિયાત Turn On કરો. આ ફીચર ઓન થવાથી ચોર પાસકોડ જાણી લે તો પણ ફેસ આઇડી વગર એપલ આઇડી કે પાસવર્ડ બદલી શકશે નહીં.
ફાઇન્ડ માય ડિવાઇસ ફીચર અને ઑફલાઇન ટ્રેકિંગથી સ્માર્ટફોન શોધવાની ટેકનિક
એન્ડ્રોઇડ ડિવાઇસમાં ગૂગલનું નવું 'Find My Device Network' અપડેટ ઉપલબ્ધ છે, જે બ્લૂટૂથ મેશ નેટવર્ક દ્વારા સ્માર્ટફોન સ્વિચ ઓફ હોય તો પણ આસપાસના ડિવાઇસની મદદથી તેનું લોકેશન ટ્રેક કરવામાં મદદ કરે છે. તેવી જ રીતે આઇફોનમાં 'Find My Network' હંમેશા સક્રિય રાખવું જોઈએ, જેથી બેટરી ડેડ થઈ જાય તો પણ કલાકો સુધી ફોનનું છેલ્લું લોકેશન ક્લાઉડ સર્વર પર જોઈ શકાય છે. આ સાવચેતીઓ તમારા કિંમતી સ્માર્ટફોનને સુરક્ષિત રાખે છે.
આ પણ વાંચો : Meta Case : 18 વર્ષથી નાના બાળકો માટે Facebook-Instagram વાપરવાના નિયમો બદલાશે! હવે દિવસમાં માત્ર 2 કલાક જ ચાલશે એપ...