Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ભારતની શાન! Mahindra એ સેના માટે તૈયાર કર્યું 'Thar Roxx ATV', જુઓ શક્તિશાળી લુક

મહિન્દ્રા ગ્રુપના (Mahindra Group) ચેરમેન આનંદ મહિન્દ્રાએ ભારતીય સુરક્ષા દળો માટે 'થાર રોક્સ' પર આધારિત નવું એટીવી (Mahindra Thar Roxx ATV) રજૂ કર્યું છે. 172hp પાવર ધરાવતું આ વાહન 4x4 સિસ્ટમ અને વિંચ જેવા લશ્કરી ફીચર્સથી સજ્જ છે. આ વાહન ટૂંક સમયમાં ભારતીય સેનામાં ટ્રાયલ માટે સામેલ થશે, જે દુર્ગમ વિસ્તારોમાં સૈનિકોની હિલચાલને સરળ બનાવશે.
ભારતની શાન  mahindra એ સેના માટે તૈયાર કર્યું  thar roxx atv   જુઓ શક્તિશાળી લુક
Advertisement
  • ભારતીય સેના માટે Mahindra Thar Roxx ATV લોન્ચ
  • 'થાર રોક્સ' પર આધારિત શક્તિશાળી ATV લોન્ચ!
  • મહિન્દ્રા ગ્રુપ દ્વારા ખાસ લશ્કરી વાહન તૈયાર કરાયું
  • આનંદ મહિન્દ્રાએ સેના માટે એટીવી રજૂ કર્યું
  • દુર્ગમ પહાડો અને પથરાળ રસ્તાઓ પર દોડશે આ ગાડી
  • 172hp પાવર ધરાવતું એન્જિન અને 4x4 સિસ્ટમથી સજ્જ

Mahindra Thar Roxx ATV : ભારતીય ઓટોમોબાઈલ દિગ્ગજ મહિન્દ્રા ગ્રુપ (Mahindra Group) એ સંરક્ષણ ક્ષેત્રે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીએ તેની લોકપ્રિય એસયુવી થાર રોક્સ (Thar Roxx) પર આધારિત એક અત્યાધુનિક ઓલ-ટેરેન વ્હીકલ (All-Terrain Vehicle) (ATV) રજૂ કર્યું છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra) એ આ વાહન ખાસ કરીને ભારતીય સુરક્ષા દળો (Security Forces) માટે તૈયાર કર્યું હોવાની માહિતી આપી છે. આ શક્તિશાળી વાહનને ટૂંક સમયમાં ભારતીય સેના (Indian Army) ને ટ્રાયલ માટે સોંપવામાં આવશે.

Advertisement

કેમ ખાસ છે આ મMahindra Thar Roxx ATV ?

આ વાહન દેખાવમાં જેટલું આક્રમક છે, તેટલું જ તે અંદરથી શક્તિશાળી છે. તેમાં થાર રોક્સનું જ 2.2-લીટર ડીઝલ એન્જિન (Diesel Engine) આપવામાં આવ્યું છે, જે 172hp પાવર અને 400Nm ટોર્ક જનરેટ કરે છે. મુશ્કેલ રસ્તાઓ પર પકડ જાળવી રાખવા માટે તેમાં ઓલ-ટેરેન ટાયર (All-Terrain Tyres), મજબૂત રોલ કેજ અને રૉક સ્લાઇડર્સ જેવા અત્યાધુનિક ફીચર્સ છે. 4x4 ડ્રાઈવ સિસ્ટમ (4x4 Drive System) સાથે તે ગમે તેવા ઉબડખાબડ રસ્તાઓને પણ સરળતાથી પાર કરી શકે છે.

Advertisement

લશ્કરી ઉપયોગ માટે ખાસ ફેરફારો

સેનાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેમાં અનેક કસ્ટમાઇઝેશન (Customization) કરવામાં આવ્યા છે. બમ્પર પર મજબૂત વિંચ લગાડવામાં આવી છે, જે ફસાયેલા વાહનને ખેંચવામાં મદદ કરે છે. બોનેટ પર ફાર્મ જેક અને પાછળના ભાગમાં ડબલ સ્પેર વ્હીલ (Spare Wheel) તેમજ જેરીકેન હોલ્ડર આપવામાં આવ્યા છે. એરડ્રોપ (Air-drop) સુવિધા માટે તેમાં મજબૂત હોઇસ્ટ બ્રેકેટ્સ પણ લગાડવામાં આવ્યા છે. અગાઉ પણ મહિન્દ્રા સેના માટે આર્માડો (Armado) અને માર્ક્સમેન જેવા વાહનો બનાવી ચૂકી છે, જે હાલમાં સેનાની શક્તિ વધારી રહ્યા છે.

આ પણ વાંચો : Electric Scooter vs Electric Bike ? નવું EV ખરીદતા પહેલા જાણી લો કયું છે તમારા માટે પરફેક્ટ

Tags :
Advertisement

.

×