Maruti Suzukiની સૌથી પ્રીમિયમ SUV 'Victoris' આવી ગઈ, જુઓ કેવા છે ફીચર્સ અને સેફ્ટી!
- મારુતિ સુુઝુકીએ SUV વિક્ટોરિસ કરી લોન્ચ (Maruti Suzuki Victoris)
- SUV કંપનીના ડીલરશીપ નેટવર્ક દ્વારા વેચાશે
- વિક્ટોરિસ મારુતિની સૌથી પ્રિમિયમ કાર
- ટોયોટા-સુઝુકીની ગ્લોબલ પાર્ટનરશીપ હેઠળ કરાઈ તૈયાર
Maruti Suzuki Victoris : મારુતિ સુઝુકીએ ભારતીય બજારમાં તેની નવી કોમ્પેક્ટ SUV 'વિક્ટોરિસ' લોન્ચ કરી છે. આ નવી SUV કંપનીના Arena ડીલરશીપ નેટવર્ક દ્વારા વેચવામાં આવશે અને તેને મારુતિની સૌથી પ્રીમિયમ કાર માનવામાં આવે છે. સૌથી ખાસ વાત એ છે કે આ કારને ભારતીય સલામતી માટેના BNCAP ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર રેટિંગ મળેલું છે, જે પરિવારની સુરક્ષા માટે ખૂબ જ મહત્ત્વનું છે.
Maruti Suzuki Victoris ડિઝાઇન અને ખાસિયતો
મારુતિ વિક્ટોરિસને ટોયોટા-સુઝુકીની ગ્લોબલ પાર્ટનરશીપ હેઠળ C-પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે, જેનો ઉપયોગ ગ્રાન્ડ વિટારા અને અર્બન ક્રુઝર હાઇરાઇડરમાં પણ થાય છે. આનો ડિઝાઇન યુવા-કેન્દ્રિત છે અને તેમાં ગ્રાન્ડ વિટારા જેવી જ LED ડે-ટાઈમ રનિંગ લાઈટ્સ અને નવા એલોય વ્હીલ્સ જોવા મળે છે. કારનો અપરાઇટ બોનેટ અને સ્લીક લુક તેને આકર્ષક બનાવે છે.
Maruti Suzuki Victoris સેગમેન્ટ-ફર્સ્ટ ફીચર્સ અને સેફ્ટી
આ કારમાં અનેક એવા ફીચર્સ છે જે તેના સેગમેન્ટમાં પહેલીવાર જોવા મળ્યા છે. જેમાં ડોલ્બી એટમોસ પ્રીમિયમ ઓડિયો સિસ્ટમ, જેસ્ચર કંટ્રોલ સાથે પાવર્ડ ટેલગેટ, એમ્બિયન્ટ લાઇટિંગ અને લેવલ 2 ADAS સિસ્ટમનો સમાવેશ થાય છે. ADAS સિસ્ટમમાં ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ અને લેન આસિસ્ટ જેવા ફીચર્સ સુરક્ષા વધારે છે.
360 ડિગ્રી કેમેરા અને ચાર્જર પણ ઉપલબ્ધ
આ ઉપરાંત, કારમાં 360-ડિગ્રી કેમેરા, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, ડ્યુઅલ-ઝોન ક્લાઈમેટ કંટ્રોલ અને વાયરલેસ ચાર્જર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. સેફ્ટીની દ્રષ્ટિએ, વિક્ટોરિસમાં 6 એરબેગ્સ (જે સ્ટાન્ડર્ડ છે), ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને ISOFIX ચાઈલ્ડ સીટ માઉન્ટ્સ જેવી સુવિધાઓ સુરક્ષાને પ્રાધાન્ય આપે છે.
એન્જિન અને કલર ઓપ્શન
મારુતિ વિક્ટોરિસમાં ગ્રાન્ડ વિટારા માંથી લેવાયેલા એન્જિન ઓપ્શન્સનો ઉપયોગ થયો છે. આ કાર 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન, 1.5-લિટર સ્ટ્રોંગ હાઇબ્રિડ અને 1.5-લિટર પેટ્રોલ CNG એન્જિનના વિકલ્પો સાથે ઉપલબ્ધ છે. ગ્રાહકો આ કારને 10 અલગ-અલગ કલર ઓપ્શન્સ અને ડ્યુઅલ-ટોન વિકલ્પોમાં ખરીદી શકશે. આ સાથે, તેમાં પાવર એડજસ્ટેબલ સીટ અને અંડરબોડી CNG કિટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો : ભારતમાં Tesla ની એન્ટ્રી નિરાશાજનક, Y મોડેલને અત્યાર સુધી મળ્યા માત્ર 600 બુકિંગ!