Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Maruti Wagon R Flex Fuel ભારતમાં થઈ લોંન્ચ, જાણો શું છે ખાસિયત અને પેટ્રોલ ખર્ચ કેવી રીતે ઘટશે?

મારુતિ સુઝુકીએ પોતાની લોકપ્રિય કાર 'વેગન આર'નું ફ્લેક્સ ફ્યુઅલ વર્ઝન લોન્ચ કર્યું છે. આ કાર E20 થી E85 સુધીના ઇથેનોલ મિશ્રિત ઇંધણ પર ચાલી શકે છે. આ ટેકનોલોજી પેટ્રોલની નિર્ભરતા ઘટાડવા અને પ્રદૂષણ રોકવા માટે ગેમ-ચેન્જર સાબિત થશે. સરકાર ઇથેનોલનો ઉપયોગ વધારવા પર ભાર આપી રહી છે, જે સામાન્ય નાગરિકો માટે ઈંધણ ખર્ચમાં ઘટાડો કરશે અને ખેડૂતોની આવકમાં પણ વધારો કરશે.
maruti wagon r flex fuel ભારતમાં થઈ લોંન્ચ  જાણો શું છે ખાસિયત અને પેટ્રોલ ખર્ચ કેવી રીતે ઘટશે
Advertisement

Maruti Wagon R Flex Fuel : ભારતની અગ્રણી ઓટોમોબાઈલ કંપની મારુતિ સુઝુકી (Maruti Suzuki) એ ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં એક નવા યુગની શરૂઆત કરી છે. કંપનીએ તેની અત્યંત લોકપ્રિય કાર 'વેગન આર' (Wagon R) નું 'ફ્લેક્સ ફ્યુઅલ' (Flex Fuel) વર્ઝન રજૂ કર્યું છે. દિલ્હીમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી (Hardeep Singh Puri) ની વિશેષ ઉપસ્થિતિમાં આ નવી કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ પગલું પર્યાવરણને અનુકૂળ ક્લીન ફ્યુઅલ (Clean Fuel) તરફ ભારતની મજબૂત કદમતાલ સૂચવે છે.

Maruti Wagon R Flex Fuel : પર્યાવરણ અને ઈકોનોમીમાં બેવડો ફાયદો

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કાર્યક્રમમાં ભારપૂર્વક કહ્યું હતું કે, ભારતમાં પ્રદૂષણ ફેલાવતા સ્ત્રોતોમાં વાહનોનું પ્રમાણ લગભગ 40% છે. આ સમસ્યાના ઉકેલ માટે નવી ટેકનોલોજી અનિવાર્ય છે. નવી Maruti Wagon R Flex Fuel કાર E20 થી લઈને E85 સુધીના ઇથેનોલ બ્લૅન્ડિંગ (Ethanol Blending) પર સરળતાથી દોડી શકે છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીના જણાવ્યા મુજબ, આગામી સમયમાં E85 ઇંધણ પેટ્રોલ કરતાં નોંધપાત્ર રીતે સસ્તું ઉપલબ્ધ થશે, જે સામાન્ય નાગરિકોના ખિસ્સા પરનો બોજ હળવો કરશે.

Advertisement

શું છે ફ્લેક્સ ફ્યુઅલ ટેકનોલોજી?

ફ્લેક્સ ફ્યુઅલ એ અદ્યતન એન્જિન મિકેનિઝમ છે, જેમાં પેટ્રોલ અને ઇથેનોલનું કોઈપણ મિશ્રણ વાપરી શકાય છે. કારમાં લાગેલા અત્યાધુનિક સેન્સર ઇંધણના મિશ્રણને ઓળખીને એન્જિનના કમ્બશનને આપોઆપ એડજસ્ટ કરે છે, જેથી વાહનની પરફોર્મન્સ (Performance) ક્ષમતામાં કોઈ ઘટાડો થતો નથી. મારુતિ સુઝુકીએ આ ટેકનોલોજી માટે લાંબા સમયથી સંશોધન કર્યું હતું, જેનું પ્રદર્શન અગાઉ 'જાપાન મોબિલિટી એક્સપો' (Japan Mobility Expo 2025) માં કરવામાં આવ્યું હતું.

Advertisement

દેશની અર્થવ્યવસ્થા મજબૂત બનવવા આપશે ફાળો

માત્ર મારુતિ જ નહીં, પરંતુ હીરો મોટોકોર્પ (Hero MotoCorp) જેવી કંપનીઓએ પણ પોતાની લોકપ્રિય બાઈક્સ (Splendor Plus અને HF Deluxe) માં ફ્લેક્સ ફ્યુઅલ ટેકનોલોજી અપનાવી છે. આ ક્રાંતિથી ભારતની વિદેશી ક્રૂડ ઓઈલ પરની નિર્ભરતા ઘટશે અને દેશના ખેડૂતો દ્વારા ઉત્પાદિત મકાઈ તથા શેરડીમાંથી બનતા ઇથેનોલને વૈશ્વિક બજાર જેવું મહત્વ મળશે. આ પરિવર્તન માત્ર પ્રદૂષણ ઘટાડવામાં જ નહીં, પરંતુ દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં પણ મોટો ફાળો આપશે.

આ પણ વાંચો : Big warning from CERT-In : સરકારે કર્યા એલર્ટ, તાત્કાલિક અપડેટ કરો માઈક્રોસોફ્ટ ઓફિસ..!

Tags :
Advertisement

.

×