Mercedes-Benzએ ભારતીય બજારમાં પોતાની નવી S-Class S 450e (Plug-in Hybrid) લોન્ચ કરી છે. આ દેશની પહેલી હાઇબ્રિડ S-Class છે, જે પેટ્રોલ એન્જિન સાથે ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરે છે. 2.20 કરોડ રૂપિયાની આ લક્ઝરી સેડાન 115 કિમી સુધીની ઇલેક્ટ્રિક રેન્જ અને આધુનિક ટેક્નોલોજી સાથે આવી છે.
Mercedes S 450e લોન્ચ સાથે લક્ઝરી કાર સેગમેન્ટમાં નવો અધ્યાય
લક્ઝરી કારની દુનિયામાં Mercedes-Benz S-Class હંમેશાથી સ્ટેટસ, આરામ અને અત્યાધુનિક ટેક્નોલોજી માટે જાણીતી રહી છે. હવે કંપનીએ ભારતીય ગ્રાહકો માટે નવી Mercedes-Benz S 450e (Plug-in Hybrid) રજૂ કરી છે. આ કાર એવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જે ઇલેક્ટ્રિક ડ્રાઇવિંગનો અનુભવ ઇચ્છે છે પરંતુ લાંબી મુસાફરી દરમિયાન ચાર્જિંગની ચિંતા નથી કરવા માંગતા. ભારતમાં નવી S 450eની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત રૂ. 2.20 કરોડ રાખવામાં આવી છે, જ્યારે MANUFAKTUR Editionની કિંમત રૂ. 2.38 કરોડથી શરૂ થાય છે.
પેટ્રોલ અને ઇલેક્ટ્રિક પાવરનું જોરદાર કોમ્બિનેશન
નવી Mercedes S 450eમાં 3.0 લીટર M256 Evo ઇનલાઇન સિક્સ-સિલિન્ડર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે ઇલેક્ટ્રિક મોટર અને 22 kWh બેટરી પેક આપવામાં આવ્યું છે. આ હાઇબ્રિડ સિસ્ટમ 435 hp પાવર અને 680 Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર આ કાર માત્ર 5.7 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.
115 કિમી સુધી માત્ર બેટરી પર ચાલશે કાર
નવી S 450eની સૌથી મોટી ખાસિયત તેની ઇલેક્ટ્રિક રેન્જ છે. WLTP ટેસ્ટ મુજબ આ કાર માત્ર બેટરી પર લગભગ 115 કિમી સુધી ચાલી શકે છે. આ સુવિધા કારણે શહેરમાં રોજિંદા પ્રવાસ માટે પેટ્રોલનો ઉપયોગ ઓછો થઈ શકે છે, જ્યારે લાંબી મુસાફરી માટે પેટ્રોલ એન્જિન આપમેળે કામ સંભાળી લે છે.
નવી ટેક્નોલોજીથી ભરપૂર લક્ઝરી કેબિન
Mercedesએ નવી S-Classમાં અનેક મોટા અપડેટ કર્યા છે. કારમાં MB.OS (Mercedes-Benz Operating System), MBUX Superscreen, AI આધારિત “Hey Mercedes” વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ અને Google Maps આધારિત નેવિગેશન જેવી સુવિધાઓ આપવામાં આવી છે. કારમાં DIGITAL LIGHT હેડલેમ્પ ટેક્નોલોજી પણ છે, જે વધુ સારો પ્રકાશ અને સુરક્ષા પ્રદાન કરે છે.
સુરક્ષા માટે 15 એરબેગ્સ અને શાનદાર કમ્ફર્ટ
નવી Mercedes S 450eમાં સુરક્ષા માટે 15 એરબેગ્સ આપવામાં આવી છે. સાથે PRE-SAFE Impulse ટેક્નોલોજી પણ મળે છે, જે અકસ્માતની સ્થિતિમાં મુસાફરોની સુરક્ષા વધારવામાં મદદ કરે છે. કમ્ફર્ટ માટે AIRMATIC એર સસ્પેન્શન અને Rear-Axle Steering સિસ્ટમ આપવામાં આવી છે. આ કારણે શહેરના રસ્તાઓ અને પાર્કિંગમાં કાર ચલાવવી વધુ સરળ બને છે.
આ પણ વાંચો : 5.5G Network In India : 5G પછી હવે 5.5G માટે તૈયાર ભારત, મળશે 10 ગણી વધુ સ્પીડ અને ઝીરો બફરિંગનો અનુભવ