Meta AI Glasses થી અંગત પળો રેકોર્ડ કરતા હોવ તો ચેતી જજો !
- Meta AI Glasses ને લઇને સ્ફોટક દાવો સામે આવ્યો
- જો તમે અંગત પળો અથવા ખાનતી વસ્તુઓ રેકોર્ડ કરતા હોવ તો ચેતી જજો
- તમારા વીડિયો-તસ્વીરોને ડેટા લેબલિંગ માટે ઉપયોગ થતો હોય છે
- કોઇ ત્રીજી વ્યક્તિ AI Model ને ટ્રેઇન કરવા વિગતો એક્સેસ કરે છે
Meta AI Glasses : જો તમે Meta AI Glasses નો ઉપયોગ કરી રહ્યા છો, તો આ સમાચાર તમને આશ્ચર્યચકિત કરી શકે છે. કેન્યાની રાજધાની નૈરોબીમાં ટેક કર્મચારીઓ મેટા રે-બાન સ્માર્ટ ચશ્માનો (Meta AI Glasses) ઉપયોગ કરીને યુઝર્સ દ્વારા રેકોર્ડ કરાયેલા વિડિઓઝ અને ક્લિપ્સ જોઈ રહ્યા છે. આ વિડિઓઝમાં અંગત પળો તેમજ બેંક સંબંધિત માહિતી શામેલ છે.
આ પણ વાંચો ------- DuckDuckGo : Google Search થી કંટાળેલા યુઝર્સનું નવું ઠેકાણું
Meta AI Glasses, "ડેટા એનોટેટર" ની ફરજ બજાવી
સ્વીડિશ અખબારો Goteborgs-Posten અને Svenska Dagbladet ના અહેવાલ મુજબ, કેન્યામાં કેટલાક કર્મચારીઓએ દાવો કર્યો છે કે, તેમણે લોકોને અત્યંત અંગત પળોને દર્શાવતા વિડિઓઝ જોયા છે. આ ક્લિપ્સ ટેક કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓને મોકલવામાં આવે છે. આ કર્મચારીઓ "ડેટા એનોટેટર" તરીકે કામ કરે છે, અને તેમને વિડિઓઝ જોવા અને તેને લેબલ કરવા માટે ચૂકવણી કરવામાં આવે છે. એક કર્મચારીએ સમજાવ્યું કે, તેઓ લિવિંગ રૂમથી લઈને અત્યંત અંગત પળો સુધી બધું જોઈ શકે છે. કેટલાક વિડિઓઝમાં, લોકોને રેકોર્ડ કરવામાં આવી રહ્યા છે, તે જાણ્યા વિના કે, તેમના ડેટાને વધુ સમીક્ષા માટે મોકલી શકાય છે.
Meta AI Glasses, લીક થાય તો વિવાદને નોતરું
આ ક્લિપ્સનો ઉપયોગ ડેટા લેબલિંગ માટે થાય છે, જે AI મોડેલ્સને તાલીમ આપવા માટેની એક સામાન્ય પ્રક્રિયા છે. માનવ કર્મચારીઓ AI મોડેલને સુધારવા માટે વિડિઓઝ જુએ ,છે અને કોમેન્ટ કરે છે. અહેવાલ મુજબ, કેટલીક ક્લિપ્સમાં બેંક કાર્ડ જેવી ગુપ્ત રાખવા જેવી માહિતી પણ દેખાતી હતી. આ કર્મચારીઓ કહે છે કે, જો આવા વીડિયો લીક થાય તો તે મોટો વિવાદ પેદા કરી શકે છે.
મેટાની પ્રાઇવસી પોલીસી શું કહે છે ?
મેટા કહે છે કે, તેના સ્માર્ટ ચશ્મા પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે, અને યુઝર્સ તેમના ડેટા પર નિયંત્રણ ધરાવે છે. જો કે, કંપનીની નીતિ જણાવે છે કે, કેટલાક કિસ્સાઓમાં, AI સાથેની વાતચીત અથવા માહિત આપ-લેની પ્રક્રિયાની સમીક્ષા ઓટોમેટેડ સિસ્ટમ્સ, અથવા માનવ દ્વારા કરી શકાય છે. નીતિમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, યુઝર્સે એવી માહિતી શેર કરવી જોઈએ નહીં, જેનો તેઓ ઉપયોગમાં કરવા માંગતા નથી.
રેકોર્ડિંગની શરૂ કરી શકાય
Meta AI Glasses યુઝર્સને "Hey Meta" કહીને AI ચેટબોટ સાથે વાતચીત કરવાની મંજૂરી આપે છે. આ આદેશ કેમેરાને સક્રિય કરી શકે છે, જેનાથી પ્રથમ વ્યક્તિના વિડિઓ કૉલ્સ અથવા ફોટો-વિડિયો રેકોર્ડિંગ કરી શકે છે. આ ચશ્મા EssilorLuxottica સાથે સહયોગથી વિકસાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો -------- Lamborghini નું સપનું તૂટ્યું, પહેલી Super Electric Car રિજેક્ટ


