જોકે, કેસનો અંતિમ ચુકાદો આવે તે પહેલાં જ માર્ક ઝુકરબર્ગે આશરે સવા 1 લાખ કરોડ રૂપિયાના ઐતિહાસિક સમાધાન (Historic Settlement)નો માર્ગ અપનાવ્યો છે. આ સમગ્ર મામલા વચ્ચે Facebook અને Instagramમાં બાળકો માટે અનેક મોટા ફેરફારો (Major Changes) કરવામાં આવી શકે છે.
18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે 2 કલાકની મર્યાદા
બાળકોના વધતા સ્ક્રીન ટાઇમ (Screen Time)ને ઘટાડવા માટે Facebook અને Instagram પર દરરોજ માત્ર 2 કલાકની ઉપયોગ મર્યાદા (Usage Limit) લાગુ થઈ શકે છે. આ નિયમ 18 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ માટે હોઈ શકે છે. આ મર્યાદાનો હેતુ બાળકોને સતત સોશિયલ મીડિયા પર સમય પસાર કરતા અટકાવવાનો છે. તેનાથી બાળકોને બહાર રમવા, અભ્યાસ કરવા અને અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિઓ (Activities) માટે વધુ સમય મળી શકે છે.
બ્યુટી ફિલ્ટર્સ પર પ્રતિબંધ (Meta Case)
બાળકોમાં દેખાવને લઈને અસુરક્ષા (Insecurity) અને માનસિક તણાવ (Mental Stress) ન વધે તે માટે સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ બ્યુટી ફિલ્ટર્સ (Beauty Filters) પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. સોશિયલ મીડિયા પર દેખાતી બદલાયેલી અથવા ફેક તસવીરો (Fake Images) જોઈને બાળકો પોતાના દેખાવની અન્ય લોકો સાથે સરખામણી કરે છે. નવા ફેરફારોનો હેતુ આવી સમસ્યાઓ ઘટાડવાનો છે.
Feed અને Likes પર પણ મળશે વધુ નિયંત્રણ
Facebook અને Instagramમાં એવા નવા ફીચર્સ (Features) આવી શકે છે, જેનાથી યુઝર્સ એલ્ગોરિધમ (Algorithm) દ્વારા સૂચવવામાં આવતી ફીડ (Feed)ને ડિએક્ટિવેટ કરી શકશે. આ ઉપરાંત Likes અને અન્ય લોકોના Reactions છુપાવવાનો વિકલ્પ પણ મળી શકે છે.
રાત્રે આપોઆપ બંધ થઈ શકે છે એપ
બાળકો રાત્રે સોશિયલ મીડિયા પર વધુ સમય ન વિતાવે તે માટે Midnight Blocking Feature પણ લાવવામાં આવી શકે છે. આ અંતર્ગત રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી Facebook અને Instagramનો એક્સેસ બંધ રહી શકે છે. સાથે જ રાત્રે 10 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી Notifications Silent રાખવાની સુવિધા પણ આવી શકે છે. તેનો હેતુ બાળકોની ઊંઘ (Sleep)માં સોશિયલ મીડિયા કારણે થતી ખલેલ ઘટાડવાનો છે.
School Modeથી ભણતી વખતે નહીં થાય ડિસ્ટર્બન્સ
બાળકો શાળામાં ફોનનો ઉપયોગ પરિવાર સાથે સંપર્ક માટે કરે છે, પરંતુ ક્લાસ દરમિયાન સોશિયલ મીડિયા ધ્યાન ભટકાવી શકે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને School Mode રજૂ થઈ શકે છે. આ મોડ દરમિયાન સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી Notifications Silent રાખી શકાય છે, જેથી અભ્યાસ દરમિયાન બાળકોનું ધ્યાન સોશિયલ મીડિયા તરફ ન જાય.
15 મિનિટ બાદ મળશે Break Reminder
બાળકો સતત લાંબા સમય સુધી એપનો ઉપયોગ ન કરે તે માટે 15 મિનિટના ઉપયોગ બાદ Break Reminder પણ મળી શકે છે. આ રિમાઇન્ડર બાળકોને થોડો વિરામ લેવા અને સોશિયલ મીડિયા પર વધુ સમય પસાર કરતા અટકાવવામાં મદદ કરી શકે છે.
બાળકોની સુરક્ષા પર રહેશે ફોકસ
આ તમામ સંભવિત ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ (Objective) બાળકોનો સોશિયલ મીડિયા ઉપયોગ ઘટાડવા ઉપરાંત તેમની Mental Health, Sleep અને Overall Well-beingને સુરક્ષિત કરવાનો છે. જો આ ફેરફારો અમલમાં આવે છે, તો Facebook અને Instagramના બાળ યુઝર્સ માટે સોશિયલ મીડિયા અનુભવમાં મોટો બદલાવ જોવા મળી શકે છે.
આ પણ વાંચો : Google Job News : ગૂગલની નોકરી, 3.5 લાખ ડોલરનું પેકેજ... છતાં યુવાને કેમ આપ્યું રાજીનામું? જાણો શું છે કારણ