Meta Layoffs 2026 : શું હવે IT માં માણસનો બદલે AI કરશે કામ? મેટા 16 હજાર કર્મચારીઓને કરશે છૂટા
- મેટામાં ફરી ‘મહાછંટની’નો આતંક!
- 16,000 કર્મચારીઓની જશે નોકરી!
- માર્ક ઝુકરબર્ગે AI પર લગાવ્યો મોટો દાવ
- 20 મે થી છંટનીના પ્રથમ તબક્કાની શરૂઆત
- 11 લાખ કરોડનું AI ટેકનોલોજીમાં રોકાણ
- એમેઝોન અને ગૂગલ બાદ મેટાનો મોટો નિર્ણય
ટેક જગતની દિગ્ગજ કંપની મેટા (Meta) ફરી એકવાર એવા સમાચાર લઈને આવી છે જે સાંભળીને હજારો આઈટી પ્રોફેશનલ્સની ઊંઘ ઉડી ગઈ છે. ગૂગલ (Google) અને ઓરેકલ (Oracle) ના માર્ગે ચાલીને હવે મેટા પ્લેટફોર્મ્સ પણ વર્ષ 2026 માં આશરે 16,000 કર્મચારીઓની છંટની (Mass Layoffs) કરવા જઈ રહ્યું છે.
Meta Layoffs 2026 : મે મહિનાથી શરૂ થશે 'પિંક સ્લિપ'નો દોર
રિપોર્ટ્સ મુજબ, આ છંટનીનો પહેલો આંચકો 20 મે ના રોજ લાગશે, જેમાં અંદાજે 8,000 લોકો પોતાની નોકરી (Job) ગુમાવશે. આ પ્રક્રિયા વર્ષના અંત સુધી ચાલશે અને કુલ આંકડો 16,000 સુધી પહોંચી શકે છે.
ઝુકરબર્ગનો માસ્ટર પ્લાન: માણસો આઉટ, AI ઇન!
માર્ક ઝુકરબર્ગ હવે કંપનીને સંપૂર્ણ રીતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (Artificial Intelligence - AI) ના આધારે ચલાવવા માંગે છે. કંપની હવે જૂના માળખાને તોડીને 'ઓટોમેશન' (Automation) પર ભાર આપી રહી છે. આ માટે કંપની 135 બિલિયન ડોલર એટલે કે આશરે 11 લાખ કરોડ રૂપિયાનું તોતિંગ રોકાણ ડેટા સેન્ટર્સ અને પાવરફુલ ચિપ્સ પાછળ કરી રહી છે.
શું ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે?
વર્ષ 2022 અને 2023 માં પણ મેટાએ 21,000 લોકોને છૂટા કર્યા હતા, જેને ઝુકરબર્ગે 'ઈફિશિયન્સીનું વર્ષ' (Year of Efficiency) ગણાવ્યું હતું. હવે ફરી એકવાર મેનેજમેન્ટની લાંબી લાઈનો ટૂંકી કરીને કંપનીને 'સ્માર્ટ' બનાવવાની તૈયારી છે. માત્ર મેટા જ નહીં, એમેઝોન (Amazon) જેવી કંપનીઓએ પણ તાજેતરમાં 30,000 થી વધુ પદો ઘટાડ્યા છે. સ્પષ્ટ છે કે હવે ટેક વર્લ્ડમાં માત્ર ડિગ્રી નહીં, પણ AI સાથે તાલ મિલાવવાની આવડત જ નોકરી બચાવી શકશે.
મેટાના નિર્ણય પાછળનું કારણ?
તારીખ નોંધી લો: 20 મે થી શરૂ થશે કર્મચારીઓને કાઢવાની પ્રક્રિયા.
AI પાછળ અંધાધૂંધ ખર્ચ: 11 લાખ કરોડનું રોકાણ કરી રહ્યા છે ઝુકરબર્ગ.
મેનેજમેન્ટમાં કાપ: હવે કંપની મધ્યમ સ્તરના મેનેજરોને હટાવી સીધું કામ લેશે.
વૈશ્વિક સંકટ: ચાલુ વર્ષે 95 કંપનીઓએ 73,000 થી વધુ લોકોની છંટની કરી.
આ પણ વાંચો : Toilet Seat in Car : વોશરૂમ સાથે કારનું મોડેલ લોન્ચ કરશે ચાઇનીઝ કંપની


